સિંગવડ: સિંગવડ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં કોરોના મહામારી ના કારણે શાળાઓ ચાલુ છે પરંતુ શૈક્ષણિક કાર્ય શાળાઓમાં બંધ હોવાના કારણે દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મયુર પારેખ ના માર્ગદર્શન હેઠળ સિંગવડ તાલુકા ની દરેક પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા શેરીઓમાં જઈને વિદ્યાર્થીઓને બેસાડીને શિક્ષણ આપવાનું કાર્ય ચાલુ કરવામાં આવ્યું છે જ્યારે સરકાર દ્વારા શૈક્ષણિક કાર્ય મોબાઈલ પર ઓનલાઇન તથા ટીવીના માધ્યમથી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માટેના કરવામાં આવ્યા હતા પરંતુ સિંગવડ તાલુકા માં ઘણી જગ્યાએ મોબાઇલમાં નેટવર્ક નહીં મળવાના કારણે વિદ્યાર્થીઓને ભણવામાં મુશ્કેલી પડતી હતી જ્યારે ઘણા વિદ્યાર્થીઓ એવા હતા કે તેમના પાસે મોબાઈલ ન હોવાના કારણે તે ભણી શકતા નહોતા.
જ્યારે ટીવીના માધ્યમથી પણ ભણવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ તેમાં પણ ગામડામાં ઘણા વિદ્યાર્થીઓ ના ત્યાં ટીવી ના હોવાના કારણે તે ભણી શકતા નહોતા જ્યારે તે શિક્ષણકાર્ય થી વંચિત રહી જતા હતા તેમ લાગવા ના કારણે આ શિક્ષણ કાર્ય હવે પ્રાથમિક શાળાના શિક્ષકોને શેરીએ શેરીએ મોકલીને શિક્ષણ આપવાનું ચાલુ કરી દેવામાં આવ્યું છે જેના કારણે વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહે અને જે શાળા માં અપાતા શિક્ષણ દરેક શેરીઓમાં જઈને અપાતા શિક્ષણ ના લીધે વિદ્યાર્થીઓમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે આ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.