વડોદરા: રાજ્ય સરકાર દ્વારા ભલે નાગરિકોને દિવસના કરફ્યુ માંથી મુક્તિ આપી હોય પરંતુ શહેરના નિઝામપુરા વિસ્તારની એક સોસાયટીના લોકો આજે પણ કરફ્યુની સ્થિતિમાં જીવવા મજબુર બન્યા છે.6 વર્ષની બાળકી પર કુતરાઓએ હુમલો કરતા બાળકીને ગંભીર પ્રકારની ઈજાઓ થઈ હતી.જ્યારે આ ઘટના સંદર્ભે ઈજાગ્રસ્ત બાળકીના પિતા તેમજ સ્થાનિકોએ પાલિકા તંત્ર સામે નારાજગી દર્શાવી હતી.વડોદરા શહેરમાં રખડતા કુતરાઓ ના ત્રાસ ના કારણે નાગરિકો એ ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે.
શહેરના નિઝામપૂરા વિસ્તારમાં કુતરાઓ નો એ હદે ત્રાસ વધી ગયો છે કે હવે આ કુતરાઓ નાના બાળકો ને પોતાનો શિકાર બનાવી રહ્યા છે. શહેરના નિઝામપૂરા વિસ્તારમાં આવેલી બેથલ પાર્ક સોસાયટીમાં આશરે સો થી વધુ મકાન આવેલા છે.જ્યાં અસંખ્ય નાના બાળકો વસવાટ કરે છે.હાલ રખડતા કુતરાઓ ના કારણે નાના બાળકો ઘરની બહાર પણ નીકળી શકતા નથી.સો મકાનની આ સોસાયટીમાં માણસોનું નહીં પણ કુતરાઓનું રાજ ચાલતું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
આશરે 15 થી વધુ કુતરાઓએ નાના બાળકો સહિત રહીશોનું ઘર બહાર નીકળવું મુશ્કેલ કરી દીધુ છે.ત્યારે સોસાયટીમાં રહેતા કેટલાક નાના બાળકો રમી રહ્યા હતા.દરમિયાન એક કૂતરા એ અચાનક બાળકો પર હુમલો કરી દીધો હતો. જેના કારણે 6 વર્ષની નાની બાળકી ને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી.ઈજાગ્રસ્ત 6 વર્ષીય રિયાન્સીએ જણાવ્યું હતું કે સોસાયટીમાં કૂતરાઓના ત્રાસથી ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઇ ગયું છે.ઘરની બહાર રમી પણ શકતા નથી.અમને ઘરની બહાર નીકળતા બીક લાગે છે.અમારી સોસાયટીમાંથી કૂતરાઓને દૂર લઈ જાવ.જેથી અમે ભયમુક્ત વાતાવરણમાં રમી શકીએ.