SURAT

રખડતા ઢોરો પર હવે સીસીટીવી કેમેરાથી વોચ રાખવામાં આવશે, પશુપાલકો સામે આ કાર્યવાહી કરાશે

સુરત: સુરત શહેરમાં રખડતા ઢોરોની સમસ્યા ખૂબ જ વિકરાળ છે. શહેરીજનો રખડતા ઢોરોને કારણે ત્રાહીમામ પોકારી ચૂક્યા છે. જે માટે સુરત મનપા દ્વારા પણ ઉપાયો શોધવામાં આવી રહ્યા છે. શહેરમાં કેટલા ઢોર છે તેની માહિતી એકત્ર કરવા માટે ઢોરનું રજિસ્ટ્રેશન (Regestration) ફરજિયાત કરવામાં આ‍વ્યું છે. આ સાથે જ પશુઓ પર આરએફઆઇડી (RFID) ચીપ પણ ફિટ કરવામાં આવી રહી છે. જેથી તેઓનું ટ્રેસિંગ (Tracing) થઈ શકે. તેમજ પશુઓના શરીર ઉપર દેખાય એ રીતે વિઝ્યુઅલ (Visual) ટેગ (Tag) પણ લગાવવા માટે પશુમાલિકોને સૂચના અપાઈ છે.

સીસીટીવી થકી રખડતા ઢોર દેખાય કે તુરંત જ સ્કવોડ દ્વારા જે-તે વિસ્તારમાં જઈ રખડતા ઢોરોને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેથી આ સમસ્યા ઉકેલાય. તેમજ સ્થળ પર પશુમાલિકોને દંડ પણ ફટકારવામાં આવી રહ્યો છે. – બંછાનિધિ પાની, મ્યુ. કમિ. સુરત

મનપા દ્વારા રખડતા ઢોરો માટે ખાસ પોલીસી (Policy) બનાવી દંડની પણ જોગવાઈ કરી છે. અને હવે મનપા દ્વારા સીસીટીવીથી (CCTV) પણ વોચ રાખવામાં આવી રહી છે તેમ મનપા કમિશનરે જણાવ્યું હતું. જે પણ વિસ્તારના લોકેશન પર સીસીટીવી થકી રખડતા ઢોર દેખાય કે તુરંત જ સ્કવોડ દ્વારા જે-તે વિસ્તારમાં જઈ રખડતા ઢોરોને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેથી આ સમસ્યા ઉકેલાય. તેમજ સ્થળ પર પશુમાલિકોને દંડ પણ ફટકારવામાં આવી રહ્યો છે.

રખડતા ઢોર બાબતે જાહેર સૂચના બાદ પણ ઢોરનો અડિંગો યથાવત | નવગુજરાત સમય

નોંધનીય છે કે, સુરત પહેલાં રાજકોટ અને અમદાવાદમાં રખડતાં ઢોરનો મુદ્દો ખૂબ ગાજ્યો છે. રાજકોટમાં રખડતાં ઢોરથી પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ હોઈ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશેષ પોલિસી બનાવવામાં આવી છે. રાજકોટમાં રખડતાં ઢોરના કિસ્સામાં પશુપાલકોને દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે રાજ્રયમાં ખડતાં ઢોરના લીધે રસ્તા પર અકસ્માતો વધી રહ્યાં છે, જેના લીધે રાજ્ય સરકાર પણ રખડતાં ઢોર પર કાબુ મેળવવાના પ્રયાસ કરી રહી છે.

Most Popular

To Top