Charchapatra

અજીબોગરીબ કાયદા-નિયમો

આ દેશોમાં અજીબોગરીબ કાયદા-નિયમો, જો ગીત ગયું તો જેલ, આઇસક્રીમ સામે પ્રતિબંધ! વિશ્વભરમાં એવા ઘણા કાયદા છે, જે દરેક જગ્યાએ લાગુ પડે છે. વાહિયાત ભલે લાગે આ કાયદાઓ મોટેભાગે લાગુ પાડવામાં આવતા નથી છતા કાયદાના પુસ્તકોમાં અસ્તિત્વ ધરાવે છે. પોલેન્ડના તુશિને શહેરે 2014માં આદેશ જારી કર્યો કે કાર્ટૂન વિન્ની ધ પૂહ ટી શર્ટ અથવા રમકડાને જાહેર મેદાનોમાંથી દૂર કરો એ વિચિત્ર કપડાં પહેરે છે. અમેરિકાનું ફ્લોરિડા સુંદર બીચ કોઈ પણ સ્વિમસૂટ પહેરીને ગીત ન ગાઈ શકે. અથવા દોડતી વખતે કે ચાલતી વખતે રેડિયો પર ગીત વગાડી શકે નહીં. જાપાનના યામાગાતા પ્રાંતમાં લોકોએ દરરોજ ઓછામાં ઓછું એકવાર હસવું જેથી હસવાથી શારિરીક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે. દર મહિનાની 8 તારીખે હાસ્ય દિવસ મનાવાય છે. અમેરિકાના કેન્સાસ રાજ્યમાં ચેરીપાઈ સાથે આઈસક્રીમ ખાવો ગેરકાયદેસર છે. આ કાયદો 1800માં બનાવાયો તે સમયે મીઠી વસ્તુઓ એક સાથે ખાવી અયોગ્ય ગણાતું હતું.
ગંગાધરા – જમિયતરામ હ. શર્મા

પરદેશ જવા માટે ભારતીયોના ઘસારાનું કારણ શું?
૨૦૨૪માં કુલ ૫.૪ મિલિયન ભારતીયો અમેરિકામાં રહેતા હતા જેમા ભારતીય મૂળના ૩.૩ મિલિયન લોકો વસેલ. ૨૦૨૨ થી ૨૦૨૪ દરમિયાન અમેરિકામાં બહેતર જીવનની અપેક્ષા સાથે ગેરકાયદે પ્રવેશ કરવાની કોશિશ કરતા અંદાજે ૯૦,૦૦૦ લોકોની ઘરપકડ થયેલ. ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા ગ્રહણ કર્યા પછી તુરંત અમેરિકામાં ગેરકાયદેસર રહેતા લોકો તેમજ એમને જરૂરી ન હોય એવા ઘણાં બિનનિવાસીઓને એમના દેશમાં રવાના કરવાની કાર્યવાહી શરૂ કરી દેશે. આ સમાચાર પ્રગટ થતા જ થોડો સમય વિતાવવા ભારત આવેલ એ બધાએ ટ્રમ્પે સત્તા ગ્રહણ કર્યા પછી પાછા જવાની તક ન પણ મળે એવા ભયથી તાત્કાલિક અમેરિકા પાછા જવા માટેની તૈયારી શરૂ કરી દીઘી. આજે ઘણાં સમયથી જોઇએ છીએ કે ઘણાં ભારતીયો અમેરિકા ઉપરાંત કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુ.કે. જેવા વિકસીત દેશોની સ્કુલ/કોલેજોમાં એડમીશન લઇ રહ્યા છે. આ રીતે ભણવાના આશયથી પરદેશ ગયેલ યુવાનોમાંથી મોટાભાગના જે તે દેશમાં જ સ્થાયી થવાનુ પસંદ કરે છે. બહુ ઓછા લોકો ભારત પાછા આવે છે. આ સ્થાળાંતર એ વાસ્તવિકતાને દર્શાવે છે કે એમને આપણા દેશમાં એમના વ્યક્તિગત વિકાસ માટેની કોઇ તકો દેખાતી નથી. આપણા દેશના નેતા વિકાસના જે બણગા ફુંકે છે એમાં આજના યુવાનોને વિશ્વાસ નથી. આમાંથી ઘણાં આપણા દેશમાં રહી એમની પોતાની આર્થિક પ્રગતિ સાથે દેશના આર્થિક ઉત્થાનમાં પણ એમનુ યોગદાન આપી શકે. જરૂર છે આ યુવાનો માટે નોકરી-ઘંઘાની તકો ઉભી કરવાની જે દેશહિતમાં જરૂરી જ નહીં પરંતુ આવશ્યક છે.
સુરત     – હિતેન્દ્ર ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top