Business

સેન્સેક્સ 1000 પોઈન્ટ તૂટતા રોકાણકારોનાં 4 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા

નવી દિલ્હી: ડોલર સામે રૂપિયામાં નબળાઈ અને આરબીઆઈ દ્વારા વ્યાજદરમાં વધારો કરવાની શક્યતાને કારણે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજાર(Stock Market) મોટા ઘટાડા(Down) સાથે બંધ થયું હતું. આ સતત બીજો શુક્રવાર છે જ્યારે સેન્સેક્સ(Sensex)માં 1,000 પોઈન્ટથી વધુનો ઘટાડો(Down) જોવા મળ્યો છે. આજે કામકાજના અંતે મુંબઈ સ્ટોક એક્સચેન્જ(BSE)નો સેન્સેક્સ 1020 પોઈન્ટના ઘટાડા સાથે 58,140 અને નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE)નો નિફ્ટી 302 પોઈન્ટના ઘટાડા સાથે 17,327 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

શેરબજારમાં સતત ત્રીજા દિવસે ઘટાડો
નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે આજે સ્થાનિક શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. બીએસઈ સેન્સેક્સ 1100 પોઈન્ટથી વધુ તૂટ્યો છે જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 300 પોઈન્ટથી વધુ તૂટ્યો છે. આ ઘટાડાથી રોકાણકારોને રૂ. 4 લાખ કરોડનું નુકસાન થયું છે. શેરબજારમાં સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો હતો. યુએસ ફેડ રિઝર્વે ફુગાવાને અંકુશમાં લેવા માટે સતત ત્રીજી વખત વ્યાજદરમાં વધારો કર્યો છે અને ભવિષ્યમાં પણ આવા જ સંકેતો આપ્યા છે. આ કારણે વિશ્વભરના શેરબજારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને ભારતીય બજારો પણ અછૂત નથી. આ ઘટાડાને કારણે BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 4 લાખ કરોડ ઘટીને રૂ. 277.58 લાખ કરોડ થયું છે.

આ શેરોમાં ઘટાડો નોંધાયો
માર્કેટમાં તમામ સેક્ટરના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. બેન્ક નિફ્ટી 1,090 પોઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. આઈટી, ઓટો, એનર્ટી, મેટલ્સ, ફાર્મા, એફએમસીજી સેક્ટરના શેરોમાં પ્રોફિટ-બુકિંગ જોવા મળ્યું હતું. મિડકેપ અને સ્મોલકેપ શેરો પણ આ ઘટાડાથી અસ્પૃશ્ય રહ્યા ન હતા. નિફ્ટીના 50 શેરોમાંથી માત્ર 6 શેર જ લીલા નિશાનમાં બંધ થયા હતા, બાકીના 44 શેરો ઘટ્યા હતા, જ્યારે સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 3 શેર જ લીલા નિશાનમાં બંધ થયા હતા, બાકીના 27 શેર લાલ નિશાનમાં બંધ થયા હતા. શુક્રવારે BSE પર 3,590 શેરનો વેપાર થયો હતો, જેમાં 936 શેર વધ્યા હતા અને 2529 શેર નીચે બંધ થયા હતા. 115 શેરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આજના ટ્રેડિંગ સેશનમાં 214 શેર અપર સર્કિટ સાથે અને 223 શેર નીચલી સર્કિટ સાથે બંધ થયા હતા. આજના ટ્રેડિંગ સેશનમાં વધેલા શેરો પર નજર કરીએ તો Divi’s Lab 1.56 ટકા, સન ફાર્મા 1.22 ટકા, સિપ્લા 0.71 ટકા, ટાટા સ્ટીલ 0.68 ટકા, ITC 0.36 ટકા, ONGC 0.27 ટકાના વધારા સાથે બંધ થયા છે. જો આપણે ઘટતા શેરો પર નજર કરીએ તો પાવર ગ્રીડ 7.97 ટકા, અપોલો હોસ્પિટલ 4.10 ટકા, હિન્દાલ્કો 3.62 ટકા, અદાણી પોર્ટ્સ 3.54 ટકા, SBI 3.01 ટકા, મહિન્દ્રા 3.01 ટકા, બજાજ ફાઇનાન્સ 2.79 ટકા, NTPC 6.7 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે.

Most Popular

To Top