Comments

વાર્તા રે વાર્તા, ઉદારીકરણની વાર્તા

1857 ના સ્વતંત્રતા સંગ્રામે વેપારીઓ (ઇસ્ટ ઇન્ડિયા કંપની) પાસેથી અંગ્રેજ સરકારે ભારતનો વહીવટ લઇ લીધો. અત્યાર સુધી કંપની દ્વારા શાસન થતું હતું. હવે શાસકો દ્વારા વેપાર થવાનો હતો.સૂક્ષ્મ રીતે વિચારો તો વિદેશી શાસકોને કદાચ ત્યારે જ ખ્યાલ આવી ગયો હતો કે હવે ઘોડાઓ અને તલવારો દ્વારા યુદ્ધ જીતવાને બદલે વ્યૂહરચનાઓ અને ગણતરીઓ દ્વારા શાસન કરો. રાજકીય સ્વતંત્ર રાષ્ટ્રોને આર્થિક પરાવલંબનમાં રાખો. દુનિયાભરના વિકસતા દેશોને તેમની પાસે અફાટ કુદરતી સંપત્તિ અને ઉર્ઝાવાન માનવ સંપત્તિ છે તેનો અહેસાસ કરાવો અને સાથે સાથે સમજાવો કે અમારી પાસેથી મૂડી લઇને, અમારી સહાય લઇને તમે પણ અમારા જેવો વિકાસ કરી શકશો. આ ‘વિકાસ’ એક વ્યૂહરચનાનો ભાગ હતો.

ભારત વાર્તાપ્રિય દેશ છે. અહિંયા લાંબી પિસ્ટપેશન, પ્રક્રિયા, વિશ્લેષણ અને સમજૂતીમાં કોઇને ઝટ રસ નથી પડતો. આખો ઇતિહાસ એક લીટીની ભાષામાં વાર્તાસ્વરૂપે કહો. ઇતિહાસનાં તથ્યો કરતાં દંતકથાની મજા જ આપણને પીરસવામાં આવે છે. સર હાઇજેક ન્યુટન પહેલાં માફકસરના વિદ્યાર્થી હતા, પછી કેમ્બ્રિજ યુનિ.માં અભ્યાસ કરતા પોતાના આગળના અનેક વૈજ્ઞાનિકોનાં મેથ્સ, ફિઝીકસના સિધ્ધાંતો પર તેમણે પેપર લખ્યા હતા, પ્રસિધ્ધ કર્યા હતા. તેમના યુનિ.ના અભ્યાસ દરમ્યાન પ્લેગ ફેલાતાં યુનિ. બંધ કરવામાં આવી.

ન્યૂટન પોતાના ઘરે ગયા. તેમની માતા વિધવા હતાં એટલે ઘરે આવેલા ન્યુટને પોતાના ખેતરની સંભાળનું કામ પણ કરવું પડતું. તે સફરજનના બગીચામાં બેસીને પોતાનાં સંશોધનો અને વણઉકેલ્યા પ્રશ્નોને શોધવાની મથામણ કરતા હતા અને જયારે સફરજન પડયું ત્યારે ન ઉકેલાયેલો કોયડો ઉકેલાયો. આ સમગ્ર ઘટનાક્રમ જાણવા કે કહેવાને બદલે આપણે ‘ન્યૂટનને માથે સફરજન પડયું એટલે ગુરુત્વાકર્ષણનો નિયમ શોધ્યો’ – એવી એક લીટીની વાર્તામાં પતાવીએ છીએ.

બસ આવું જ ભારતમાં આર્થિક ઉદારીકરણના ઇતિહાસમાં છે. દેશ મિશ્ર અર્થતંત્રવાળો હતો તે સમાજવાદી સમાજરચનાથી ચાલે કે મૂડીવાદી મુકત વ્યવસ્થાથી ચાલે તે નીતિવિષયક બાબત છે. પ્રજા પોતાના આર્થિક જીવનના અનુભવ દ્વારા પોતાના ચુંટાયેલા પ્રતિનિધિ દ્વારા જે આર્થિક પધ્ધતિ તરફ ઢળે તે લોકશાહીમાં માન્ય જ હોય, પણ ભારતના ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની વાર્તા થોડી જુદી. આપણે કોઇ પણ અર્થશાસ્ત્રીને કે તજજ્ઞોને પૂછીએ તો એક જ વાત સાંભળવા મળે કે ‘1991 માં ભારત પાસે 25 દિવસ ચાલે એટલું જ વિદેશી હુંડિયામણ ભંડોળ હતું! ભારતે સોનું ગીરવે મૂકીને વિદેશી હુંડિયામણ મેળવવું પડે તેવી સ્થિતિ હતી. ઉદારીકરણ અપનાવ્યા વગર છૂટકો નહોતો!’ – અસ્તુ…!

શું માત્ર વિદેશી હુંડિયામણ માટે આપણે નવી આર્થિક નીતિ  અપનાવી હતી? ના અનેક આર્થિક રાજકીય ખાસ તો આંતરરાષ્ટ્રીય પરિબળો તેના માટે જવાબદાર હતાં. પણ મૂળ તો દુનિયામાં જે ગતિએ આધુનિકીકરણ અને આર્થિક જગતનું પરિવર્તન થઈ રહ્યું હતું. સાયંસ અને ટેકનોલોજીનો વિકાસ થઇ રહ્યો હતો તેને દેશમાં આવકાર્યા વગર છૂટકો ન હતો અને સંદેશાવ્યવહાર, વાહન વ્યવહાર, મેડીકલ સાયન્સ વગેરે ક્ષેત્રોમાં ચમત્કારિક શોધો થઇ હતી તે ભારતની પ્રજા સુધી પહોંચાડવામાં સરકાર નિયંત્રિત આર્થિક જગત સક્ષમ ન હતું અને તે કરતાં પણ સરકાર પોતે આટલાં મોટાં મૂડીરોકાણો કરવાના મુડમાં ન હતી. પરિણામે વિદેશ દબાણ અને દેશી જરૂરિયાત બન્નેના સરવાળારૂપે આપણે આર્થિક ઉદારીકરણ સ્વીકાર્ય!

આમ તો ‘આર્થિક ઉદારીકરણ એક જ નીતિ છે. જેના બે ભાગ વૈશ્વિકીકરણ અને ખાનગીકરણ એમ થાય. પણ, ભારતના મુદ્દાસર ટૂંકનોંધ લખવા ટેવાયેલા અર્થશાસ્ત્રના વિદ્વાનો LPG એટલે કે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ એમ ત્રણ નામ બોલે છે. રશિયાના કેન્દ્રિય આયોજનની જેમ ભારતમાં પણ મિસાઈલ ગોબોચાવના ગ્લેસસનોસ્ટ એન્ડ પેરેસ્ટ્રોકિયા’ ખાનગીકરણ અને ઉદારીકરણ) પર જ આધારિત હતા. ભારતના આર્થિક ઉદારીકરણની નીતિનાં બે પાસાં હતાં.

પહેલાં દેશમાં આર્થિક નીતિઓમાં ઉદાર થવું દેશમાં નિયંત્રિત ક્ષેત્રો ખુલ્લાં કરવાં. દરેક આર્થિક પ્રવૃત્તિ કરવા માટે સરકારી મંજૂરી લેવી પડે તેવું લાયસન્સ રાજ ખતમ કરવું! પહેલાં કરવા દેવાની જેથી તેઓ વિદેશ સ્પર્ધા માટે તૈયાર થાય કારણ અત્યાર સુધી તેઓ રક્ષણ નીચે જ જીવ્યા છે. એક તરફ સરકારનાં બંધનો હતાં પણ બીજી તરફ બજારમાં એકલા જ હતા. મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓએ દેશ વહેંચી લીધો હતો. પ્રજા પાસે વસ્તુ બજારમાં પસંદગીની તક જ ન હતી. ચોક્કસ બજાર મળ્યા કરતું હોવાથી દેશના સાહસિકોએ નવા સાહસિકોએ નવાં સાહસ કરવા કરતાં અધિકારીઓને ફોડીને ઇજારા મેળવવાના સરળ માર્ગ અપનાવ્યા હતા.

એક તરફ વસ્તુ બજારમાં ખાનગી તરફ સામુહિક સેવામાં સામાજિક સેવાના સરકારનો ઇજારો હતો. આ બન્નેને સ્પર્ધામાં કામ કરવાની ટેવ ન હતી. માટે આર્થિક પરિવર્તનમાં પહેલાં દેશમાં જ સ્પર્ધા શરૂ કરવાનું નક્કી થયું અને તબક્કાવાર ભારતીય અર્થતંત્રને દુનિયા સામે ખુલ્લું મૂકવાની બહુરચના ઘડાઈ. જે બીજો મુદ્દો હતો. વૈશ્વિકીકરણ જેમ દેશના ઉદ્યોગો મૂડીપતિઓ માટે ઉદાર થવાનું હતું તેમ સમય જતાં દુનિયાના રોકાણકારો, વેપારીઓ, સાહસિકો માટે ઉદાર થવાનું હતું અને સરકારે ક્રમશ: આર્થિક નિયંત્રણો હટાવવાનાં હતાં. આ હતી આર્થિક ઉદારીકરણની પૂર્વ ભૂમિકા.-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top