Gujarat

દક્ષિણ- પૂર્વ અરબ સાગરમાં વાવાઝોડુ આકાર પામ્યું

ગાંધીનગર : રાજયમાં આગામી ૪૮ કલાક દરમ્યાન ૩૦થી ૫૦ કિ.મી.ની ઝડપે વાવાઝોડા (Storm) સાથે બનાસકાંઠા , પાટણ , મહેસાણા , ગાંધીનગર , સાબરકાંઠા , અમદાવાદ , સુરેન્દ્રનગર , રાજકોટ , દ્વારકા, પોરબંદર , જામનગર , મોરબી અને કચ્છમાં વરસાદની (Rain) સંભાવના રહેલી છે. આજે દિવસ દરમ્યાન રાજયમાં નહીંવત વરસાદ થયો હતો. જો કે રાજયમાં અસહ્ય ઉફકળાટ અને બફારાથી શહેરીજનો તથા ગ્રામીણજનો ત્રાહિમામ પોકારી ગયા હતા. જયારે રાજકોટમાં ગરમીનો પારો ૪૨ ડિગ્રીએ પહોચી ગયો હતો. છેલ્લા ૨૪ કલાકમાં રાજયમાં ૧૩૩ તાલુકાઓમાં વરાસદ થયો હતો. જેમાં ખાસ કરીને મહેમદાવાદ તથા લુણાવાડામા સવા બે ઈંચ વરસાદ થયો હતો.

બીજી તરફ ગુજરાત પર અરબી તરફથી સંભવિત વાવાઝોડાનો ખતરો પેદા થયો છે. ખાસ કરીને હવામાન વિભાગના વૈજ્ઞાનિકો સેટેલાઈનની મદદ વડે સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહયા છે. આજે અરબી સમુદ્રમાં વાવાઝોડાએ નક્કર આકાર લીધો છે. આવતીકાલે તા.૬ટ્ઠી જૂને તે સાયકલોનમાં ફેરવાઈ જશે. જયારે આગામી તા.૧૨થી ૧૪મી જૂન વચ્ચે સૌરાષ્ટ્રમાં વાવાઝોડુ ત્રાટકે તેવો ખતરો પેદા થયો છે. આ વાવાઝોડુ પોરબંદરથી નલિયા વચ્ચે વાવાઝોડનું ટકરાઈ શકે છે. અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાતા ગુજરાત ઉપર વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે.

7 જૂને લક્ષદ્વીપ પાસે હવાનું હળવું દબાણ વાવાઝોડામાં પરિવર્તિત થશે. વાવાઝોડાની શરૂઆતની દિશા મુંબઈ અને રત્નાગીરી તરફ હોવાની શક્યતા છે. 13 જૂનની આસપાસ વાવાઝોડું ગુજરાતનાં દરિયા કિનારાની નજીક હોઈ શકે છે. 13 જૂને સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ આવી શકે છે. 13 થી 14 જૂન સુધી ગુજરાતનાં દરિયાકિનારે વાવાઝોડાનો ખતરો રહેલો છે. જો વાવાઝોડું છેલ્લે ફંટાઈ જાય તો પાકિસ્તાનનાં કરાંચી તરફ જઈ શકે છે. 12,13 અને 14 જૂને સૌરાષ્ટ્ર અને દરિયા કિનારા વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે. તેમજ દરિયા કિનારે 50 થી 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

ચક્રવાતી હવાના દબાણની સિસ્ટમથી ઘેરાયેલુ ગુજરાત
હવામાન વિભાગના વૈજ્ઞાનકોના જણાવ્યા અનુસાર , ઉત્તર પશ્વિમી રાજસ્થાન ઉપર એક ચ્કવાતી હવાના દબાણની સિસ્ટમ સક્રિય થયેલી છે. જયારે બીજી સિસ્ટમ દક્ષિણ – પશ્વિમ રાજસ્થાન ઉપર બનેલી છે. છત્તીસગઢ ઉપર પણ એક ચ્કવાતી હવાના દબાણની સિસ્મટ બનેલી છે. તેલંગાણા તથા કર્ણાટક ઉપર પણ આવી જ સિસ્ચટમ સક્રિય થયેલી છે.
અમદાવાદના એરપોર્ટના કેમ્પસમાં આવેલી હવામાન વિભાગની ઓફિસના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે , રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં ૩૬ ડિ.સે.,ડીસામાં ૩૭ ડિ.સે., ગાંધીનગરમાં ૩૫ ડિ.સે., વલ્લ્ભ વિદ્યાનગરમાં ૩૯ ડિ.સે, વડોદરામાં ૩૮ ડિ.સે.,સુરતમાં ૩૭ ડિ.સે.,વલસાડમાં ૩૭ ડિ.સે., ભૂજમાં ૩૯ ડિ.સે., નલિયામાં ૩૬ ડિ.સે.,કંડલા એરપોર્ટ પર ૩૯ ડિ.સે.,અમરેલીમાં ૪૧ ડિ.સે.,ભાવનગરમાં ૩૬ ડિ.સે.,રાજકોટમાં ૪૨ ડિ.સે.,સુરેન્દ્રનગરમાં ૪૦ ડિ.સે., અને કેશોદમાં ૩૭ ડિ.સે., મહત્તમ તાપમાન નોંધાયુ હતું.
……

Most Popular

To Top