સંપત્તિનો વિવાદ ઘર આંગણેથી માંડીને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચે છે. એક આવા જ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ એ જણાવ્યું કે ભારતમાં વસુધૈવ કુટુંબની વાતો તો થાય છે પરંતુ પરિસ્થિતિ એ છે કે આપણે પોતાના સ્વજનો સાથે એક થઈને રહેવામાં પણ નિષ્ફળ ગયા છે. માતા-પિતાથી પુત્ર અલગ રહેવા માંગે છે (અને રહે પણ છે) તે અંગે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ પંકજ મિત્તલ અને તેમની બેન્ચે કહ્યું કે પરિવારનો કન્સેપ્ટ બદલાઈ રહ્યો છે. વ્યક્તિ એકલો જ રહેવા માંગે છે.
પરિવાર વ્યવસ્થામાં થઈ રહેલા ફેરફાર અંગે સુપ્રીમે ચિંતા વ્યક્ત કરી. આધુનિક વ્યવસ્થા, સગવડો, ખાન પાનને કારણે દીકરા વહુ નહીં પણ ઘરના સિનિયર સિટીઝન માતા-પિતાને પણ એવું થાય છે કે દીકરા વહુ જુદા રહેવા જાય તો સારું. કોઈ કોઈને સહન કરવા તૈયાર જ નથી તે આજના સુખ સુવિધા, સાધનોની વ્યવસ્થાને શ્રાપ કહેવો કે આશીર્વાદની ફળશ્રુતિ? તે સમજી શકાતું નથી. માતાપિતા, પુત્ર અને પુત્રવધુથી જુદા રહીને એકબીજાની જરૂર પૂરતી સારસંભાળ રાખતા થયા છે.
નજીક રહેતા હોય તો વાટકી વ્યવહાર પણ થાય છે આ એક સારા પરિવારની આદર્શ પર પરિસ્થિતિ ગણવી કે દારૂણ પરિસ્થિતિ ગણવી તે માટે મતભેદ હોઈ શકે છે. પરિવર્તન એ જગતનો નિયમ છે 10 છોકરાછોકરી અને 6 સિનિયર સિટીઝનો વચ્ચે આખો કુટુંબ અને વસુધૈવ બની રંગેચંગે મોજથી રહેતું હતું અને દાદાની એક જ હાકલથી અને હલ્લેસા સાથે પરિવારનું જહાજ સુપેરે ચાલતું હતું તે બધાએ હવે પરિવાર રૂપી હલેસાં પોતે હાથમાં લઈ મારવાનું ચાલુ કર્યું છે. ત્યારે, જોઈએ હવે કોનું જહાજ કેટલું જાય છે.
સુરત – પરેશ ભાટિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
