Charchapatra

બારેમાસની ક્રિકેટ બંધ કરો

પહેલા વરસમાં બે ચાર મહિના ક્રિકેટ મેચ રમાતી હતી. સાંજે ૫ વાગે મેચ પુરી થઈ જતી. હવે રાતદિવસ ક્રિકેટમેચ બારેમાસ રમાય છે. ક્રિકેટનું વ્યાપારીકરણ થતા મેચની ગુણવતા નિર્દોષ આનંદ ખેલદિલી, ભાવના વિગેરે અભરાઈ પર ચડાવી દેવાયા છે. માત્ર મુઠ્ઠીભર ફિલ્મી કલાકારો અને ઉદ્યોગપતિના સ્વાર્થ અને મતલબ ખાતર મેચો રમાય છે. એનાથી પ્રજાનું કઈ ભલુ થતું નથી. આપણી પ્રજા બધા કામધંધા વેપાર મુકી ટી.વી. સામે ગોઠવાય જાય છે. પ્રજા કામ ધંધો કરવા માંગતી નથી નવી શોધો નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી આગળ વધતી નથી બેઠા બેઠા મેદ મગજની બીમારી બ્લડપ્રેશર જેવી બીમારીઓને સામેથી આમંત્રણ આપે છે ક્રિકેટરો માટે હવે દેશ કરતા પહેલા પૈસા મહત્વના છે.

લાખો કરોડોની હેરાફેરી થાય છે. દેશપ્રેમ દેશહિતને કોઈ ધ્યાનમાં લેતું નથી. પ્રજા ઘેનમાં અને ઉન્માદમાં ડુબેલી રહે છે. આમાં દેશનો વિકાસ ક્યાંથી થાય? પહેલા માત્ર પાંચ દિવસની ટેસ્ટ મેચ હતી પછી ૫૦ ઓવરની વનડે આવી હવે ૨૦/૨૦ ઓવરની વન ડે આવી એમાં પાછો આઈ.પી. એલ. નામે નવો તમાશો ચાલે છે મુઠીભર કલાકારો ઉધોગપતિઓ પોતાના મતલબ સ્વાર્થ ખાતર આખા દેશને બાનમાં લે છે. કટ્ટર હરિફો બીજા દેશની ધરતી પર રમી કરોડો રૂપિયા કમાઈ લે છે. તમને નથી લાગતું આવા લોકોનો બહિષ્કાર કરવો જોઈએ?
આંબાવાડી, સુરત- -અબ્બાસભાઈ કૌકાવાલા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

લાલ દરવાજા પર ટ્રાફિક પોલીસ મૂકો
સુરતના લાલ દરવાજા જ્યાં ચારે બાજુથી જેમ કે સ્ટેશન, વરાછારોડ, સહરા દરવાજા અને મહીધરપરા-ગલેમંડીથી ખૂબ જ મોટી સંખ્યામાં મોટાં વાહનોની અવરજવર થતી હોય છે જે સ્વાભાવિક છે કે ટ્રાફિક-પોલીસ તૈનાત ન હોવાથી દુર્ઘટનાને આમંત્રિત કરે છે. છેલ્લા 20 દિવસમાં લાલ દરવાજા પાસે અકસ્માતની મોટી બે ઘટનાઓ બની ચૂકી છે. હાલમાં જ અનાજની ટ્રકે પિતા-પુત્રને ઉડાવી ટ્રકચાલક મોપેડગાડીને 300 મીટર સુધી ઘસડી ગયો હતો. ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ નહીં બને એ ધ્યાનમાં રાખીને જનહિતમાં સુરત પોલીસ કમિશનરે વિશેષ કરીને લાલ દરવાજા જવા વાહન ગતિ – ટ્રાફિકો અનિયંત્રિત થાય છે ત્યાં યોગ્ય નિયંત્રણ હેતુ ટ્રાફિક – પોલીસની જોગવાઈ કરે એ જરૂરી બન્યું છે.
સુરત.   -રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top