Charchapatra

બેટી પરના અત્યાચાર રોકો પછી ‘બેટી બચાવો’ બોલો

ભાજપ સરકાર ‘‘બેટી બચાવો’’ સૂત્રનો વારંવાર ઉપયોગ કરી ગુજરાતની પ્રજાને ચૂંટણી ટાણે ખોટા માર્ગે દોરતી હોય તેવું કેટલાક આંકડા સૂચવે છે. દર મહિને ગુજરાતમાં સરેરાશ 670 થી વધુ ગુનાઓ સ્ત્રી અત્યાચારના નોંધાયા છે. આ સરકારના શાસનમાં ગુજરાતમાં 2017થી 2021 સુધી મહિલા અત્યાચારના 40,600 ગુના નોંધાયેલ છે. આખા દેશમાં જુઓ તો 4,09,273 જેટલો કેસો નોંધાયેલ છે. આ સરકારના શાસનમાં મહિલા અત્યાચારના ગુનાઓ અવિરત વધી રહ્યા છે. ‘‘બેટી બચાવો’’ સૂત્ર હવે તો સત્તાલાલચુ ધારાસભ્યો, સાંસદો સત્તાધારીઓને લાગુ પડે છે.

ઈડીના તપાસ દરમ્યાન ગૃહખાતામાં ભ્રષ્ટાચાર, આરોગ્ય ખાતામાં ભ્રષ્ટાચાર, પોલીસ ખાતામાં ભ્રષ્ટાચાર, ખાદ્ય નિગમોમાં ભ્રષ્ટાચાર કુલ્લે 35 જેટલા કિસ્સા પકડવામાં આવ્યા છે. શું જવાબદારો સામે કાયદાકીય પગલાં લેવાશે? ભાજપના કુલદીપ સગર પર બળાત્કારનો કેસ દેશને ગૌરવ અપાવનાર એથ્લિટસ ખેલાડી સાથે છેડતીનો બનાવ, નલિયાકાંડમાં કેટલાંય ભાજપી નેતાઓનાં નામો મહિલા અત્યાચારમાં સામે આવેલ છે ત્યારે ભાજપ કેમ મૌન થઈ બેઠું છે.

સુરતમાં પ્રેમિકાનું ગળું કાપવાનો જાહેર બનાવ, દિલ્હીમાં પ્રેમિકાની હત્યા કરી લાશના ટુકડા પાડી, ફ્રીઝમાં મૂકી વગે કર્યા અને હાલમાં જ દિલ્હીમાં પ્રેમિકાની ઘાતકી રીતે 20 ઘા કરી, ક્રૂર હત્યા થઈ, ક્યારે અટકશે. નારી ઉપરના અત્યાચાર આજે પણ સરકારી કે ખાનગી કચેરીઓમાં ઉચ્ચ અધિકારીઓ કામનો સમય પૂરો થયા બાદ મહિલાઓને રાત્રે 10 થી 11 વાગ્યા સુધી ફરજ પાડી, બેસાડી કામ કરાવવામાં આવે છે. આ બાબતે પણ સરપ્રાઈઝ ઈડી કે સીબીઆઈ દ્વારા તટસ્થ ચેક કરવામાં આવે. આવા  અધિકારીને કાયદાકીય રીતે પાઠ ભણાવવા જ પડશે. આ બધું સરકાર સાંભળે છે. જુએ છે છતાં કેમ મૌન બેઠી છે.

‘‘બેટી બચાવો’’ પ્રવચનો અને સૂત્રો બોલવા પહેલાં આ સરકાર પોતાની પછેડી સ્વચ્છ કરે, આવા અહંકારી ધારાસભ્યો, સાંસદો કે બેફામ ગેરકાયદેસર સત્તાનો ઉપયોગ કરતાં પદાધિકારીઓ સામે નક્કર પગલાં લેવામાં આવશે. તો જ મહિલા પર થતાં અત્યાચાર અટકશે. મહિલા રેસરલ ફોગટ ખરેખર સાચું જ કહે છે ભારતમાં છોકરીઓએ જન્મ લેવો એ દુ:ખદાયક છે. એ વાત હાલમાં તો ભારત અને ખાસ કરી ગુજરાતમાં સત્ય સાબિત થઈ રહેલ છે. એવું ફલિત થાય છે.
નવસારી    – એન. ગરાસિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

આપણી જવાબદારી આપણે જ લેવી
સંતો મહંતો, સદ્દગુરુઓ માણસ તરીકે જીવવાની વાત કરે છે. મૂળ વાત આપણી અંદર રહેલા ચૈતન્ય તત્ત્વને જગાડવાની છે. સત્ અને અસત્ વચ્ચેથી માર્ગ કાઢીને સત્ તરફ ગતિ કરવાની છે.  સંતોની સેવા કરવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે અથવા સાચી દિશા જડે છે એમ માનનારથી વધુ મૂર્ખ બીજો કોઇ નથી. આપણે શું કહીએ છીએ એ આપણી જવાબદારી છે, બીજા શું સમજે છે એ એની જવાબદારી.
વિજલપોર         – ડાહ્યાભાઈ પટેલ  – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top