આજકાલ બધા જ ગુજરાતના શિક્ષણ પાછળ પડ્યા છે.પહેલાં તો ગુજરાતનાં તમામ આંગણવાડી બહેનો,શિક્ષકો,અધ્યાપકો,પ્રોફેસરો,ટયુશનના શિક્ષકો સૌને કોટિ કોટિ વંદન.આ બધાની પોતાના વિદ્યાર્થી માટે હંમેશા એક જ લાગણી હોય કે પોતાના વિદ્યાર્થી જીવનમાં ખૂબ સફળ થાય.કોઈ પણ શિક્ષક કયારેય પોતાના શિક્ષણકાર્યમાં આળસ કરતો નથી.અરે, શિક્ષકો તો ભણતરની સાથે સાથે વિદ્યાર્થીજીવનમાં મૂલ્યોનું પણ સિંચન કરતાં હોય છે.પરંતુ આપણા નેતાઓ જ યુવાનોને સમાજના નામે,ધર્મના નામે ગુમરાહ કરે છે.આમાં મા-બાપ પણ જવાબદાર હોય છે.જો ગુજરાતનું શિક્ષણ આટલું જ ખરાબ હોય તો પછી ગુજરાતના રોડ,પુલ કયા એન્જિનિયર બનાવે છે? આટલી આધુનિક હોસ્પિટલમાં કયા ડોક્ટરો કામ કરે છે? આજે દેશ-વિદેશમાં રમતગમતમાં મેડલ મેળવનાર કોણ છે? દેશમાં લેવાતી વિવિધ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉચ્ચ ક્રમાંક મેળવનાર કોણ છે
આજે gpsc અને upsc જેવી પરીક્ષાઓમાં સફળ થનાર કોણ છે. જો ગુજરાતનું શિક્ષણ આટલું જ ખરાબ હોય તો આ બધા ક્ષેત્રમાં સફળ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા કેવી રીતે વધી રહી છે? ગુજરાતનું શિક્ષણ અને શિક્ષક ઉચ્ચ કોટિનાં છે.હા, રાજનેતાઓની ખબર નથી.તમારા રાજકારણ માટે ગુજરાતના શિક્ષણ અને શિક્ષકોને બદનામ કરવાનું બંધ કરો.તેમ છતાં પણ વિરોધીઓને શિક્ષણમાં સુધારો જ કરવો છે તો પહેલાં તપાસ કરો કે ગુજરાતની મોટા ભાગની ખાનગી શિક્ષણ સંસ્થાઓ કોના માલિકીની છે? શું આવી ખાનગી સંસ્થાઓમાં સબ સલામત છે? ખાનગી સંસ્થાઓમાં લૂંટ ચાલતી હોય તો તેના માટે તેના માલિકને સજા કરાવો. સરકારને દોષ દેવાથી કંઈ નકકર પરિણામ આવવાનું નથી.સરકારે તો ઘણી આવી શિક્ષણ સંસ્થાઓ માટે મફતના ભાવે જમીનો આપી છે કે જેથી યુવાનો ભણીગણીને પોતાનાં સપનાંઓને પૂરાં કરી શકે.
સુરત – કિશોર પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.