માલદા: પશ્ચિમ બંગાળના (WestBangal) માલદામાં (Malda) કોંગ્રેસની (Congress) ‘ભારત જોડો ન્યાય યાત્રા’ (BharatJodoNyayYatra) પર પથ્થરમારો (throw stones) કરવામાં આવ્યો છે. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ દાવો કર્યો હતો કે બુધવારે અજાણ્યા લોકોએ રાહુલ ગાંધીની (RahulGandhi) કાર પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં કારની પાછળની બારીના કાચ તૂટી ગયા હતા. સદનસીબે રાહુલને ઈજા થઈ ન હતી.
- અધીર રંજન ચૌધરીએ દાવો કર્યો હતો કે બુધવારે અજાણ્યા લોકોએ રાહુલ ગાંધીની કાર પર પથ્થરમારો કર્યો હતો
- આ ઘટનામાં કારની પાછળની બારીના કાચ તૂટી ગયા હતા. સદનસીબે રાહુલને ઈજા થઈ ન હતી
આ ઘટનાના વીડિયોમાં રાહુલ ગાંધી નિર્ધારિત સ્ટોપ પર પહોંચ્યા બાદ વાહનમાંથી નીચે ઉતરતા અને ક્ષતિગ્રસ્ત વાહનની બારીના કાચની તપાસ કરતા જોવા મળ્યા હતા. આ હુમલો માલદાના હરિશ્ચંદ્રપુર વિસ્તારમાં ત્યારે થયો જ્યારે યાત્રા બિહારથી પશ્ચિમ બંગાળમાં ફરી રહી હતી.
અધીર રંજન ચૌધરીએ કહ્યું, રાહુલ ગાંધી જે વાહનમાં મુસાફરી કરી રહ્યા હતા તેની પાછળની બારીનો કાચ પથ્થરબાજી બાદ તૂટી ગયો હતો. આ અસ્વીકાર્ય છે. સુપ્રિયા શ્રીનેતે કહ્યું કે, સુરક્ષા કોર્ડનથી કાચ તૂટી ગયો હતો. બીજી તરફ કોંગ્રેસના સોશિયલ મીડિયા ચીફ સુપ્રિયા શ્રીનેતે નિવેદન જારી કરીને કહ્યું કે ખોટા સમાચાર અંગે સ્પષ્ટતા જરૂરી છે.
સુપ્રિયાએ જણાવ્યું કે રાહુલને મળવા માટે મોટી ભીડ આવી હતી. એક મહિલા અચાનક તેને મળવા આગળ આવી ત્યારે કારને અચાનક રોકવી પડી હતી. સુરક્ષા કોર્ડનમાં વપરાતા દોરડાથી કારની વિન્ડશિલ્ડ તૂટી ગઈ હતી. રાહુલ જી ન્યાયની લડાઈ ખંતથી લડી રહ્યા છે અને આ દેશ તેમની સાથે ઉભો છે એટલું જ નહીં, તેમને સુરક્ષિત પણ રાખશે