સાવલી: સાવલી નગરમાં દામાજીના ડેરા પાસે લઘુમતી સમાજના યુવકો દ્વારા ઝંડો લગાવવા મુદ્દે બે કોમના ટોળા સામ સામે આવી જતા ભારે પથ્થર મારો સર્જાયો હતો બનાવના પગલે જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો સાવલી પોલીસે બંને કોમના કુલ 41 ઈસમો સામે રાયોટીગ નો ગુનો નોંધી 36 ને ઝડપી ને જેલભેગા કરી તપાસ ધરી છે. સાવલી નગરમાં અસામાજિક તત્વો ફરી એકવાર બેફામ બનીને નગરની શાંતિમાં પલિતો ચાપ્યો છે નગરના દામાજી ના ડેરા પાસે બે જૂથો વચ્ચે સામસામે ઘર્ષણ સર્જાતા પથ્થરમારો થયો હતોજાણવા મળ્યા પ્રમાણે આગામી ઈદ એ મિલાદ પર્વ ની ઉજવણી નિમિત્તે ઝંડા લગાવવા અને બંને સમુદાયના ઝંડા સાથે લગાવવા બાબતે બે જૂથો વચ્ચે ચકમક ઝરી હતી.
દામાજીના ડેરા પાસે આવેલા વીજળીના પોલ ઉપર એક સંપ્રદાયના ઝંડા લાગેલા હતા તેની સાથે લઘુમતી સમાજ ના યુવકો એ વાંસથી ઝંડો લગાવતા મામલો બિચક્યો હતો અને જોતામાં લોક ટોળા ભેગા થયા હતા.અને બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો અને બંને કોમના ટોળા મારક હથિયારો સાથે રસ્તા ઉપર ઉતરી પડ્યા હતા હિંસક બનેલા ટોળાએ પાર્ક કરેલી કાચના કારના કાચ તોડ્યા અને એક દુકાનનો કાચો લાકડા પતરા ના શેડ માં તોડફોડ કરી હતી બનાવના પગલે જિલ્લા પોલીસવડા સહિત અને વિવિધ એજન્સી ઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસે કોમ્બિંગ હાથ ધરી ને બંને જૂથના 36 ઈસમોની ધરપકડ કરી છે. સમગ્ર નગરમાં કોમી તંગદીલી ફેલાઈ ગઈ હતી. જોકે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો અને કોઈ અનિચ્છનીય ઘટના બનતી રોકી હતી જ્યારે ફરી એકવાર તહેવારો ટાણે નગરની શાંતિ માં પલિતો ચંપાયો હતો હાલ સમગ્ર નગરમાં અજંપાભરી શાંતિ પ્રવર્તી રહી છે.
અસામાજિક તત્વોને જેર કરીને કડકમાં કડક પગલાં લેવાય તેવી માંગ ઉઠી
સાવલી નગરમાં વારે ઘડીએ કોમી છમકલા થતા રહે છે નાની નાની બાબતો અને સોશિયલ મીડિયામાં પોસ્ટ બાબતે પણ કોમી સ્વરૂપ ધારણ કરી લે છે ત્યારે સમગ્ર નગરજનો એકી અવાજે અસામાજિક તત્વો જેર કરીને કડકમાં કડક પગલાં લેવાય તેવી માંગ ઉઠી છે સાથે સાથે નગરના સંવેદનશીલ વિસ્તારોમાં કાયમી પોલીસ પોઇન્ટ ગોઠવાય તે પણ જરૂરી થઈ પડ્યું છે અને નગરની શાંતિમાં પલીતો ચાપતા મુઠ્ઠીભર તત્વો સામે કાયદાનો કોરડો વીંઝાય તેવી માંગ ઉઠી છે. સાથે સાથે કોઈપણ સમુદાયના ઝંડા કે અન્ય ચીજ વસ્તુઓ જેના કારણે નગરનો માહોલ બગડે તેવી જાહેર જગ્યાએ લગાવતા પહેલા પોલીસ વિભાગ સહિત તમામ ઓથોરિટીની પરમિશન ફરજિયાત બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.
અસામાજિક તત્વોએ સમગ્ર નગરને બાન માં લીધું હતું આવનાર દિવસોમાં હાલ નવરાત્રીનું પર્વ ચાલી રહ્યું છે ત્યારબાદ દશેરા ઈદે મિલાદ દિવાળી ક્ષત્રિયોનો શસ્ત્ર પૂજન નો કાર્યક્રમ તેમજ વિધાનસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે જિલ્લા પોલીસ વડા પણ તોફાની તત્વો સામે કડક હાથે પગલાં લે અને યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે સાથે સાથે રાત્રિના સમયે નગરના રાજમાર્ગો પર નશાની હાલત માં ફરતા પાંચ પચ્ચીસ અસામાજિક તત્વો સામે કાયદા નું શસ્ત્ર ઉગામાય તે જરૂરી થઈ ગયું છે અને પોલીસ પણ કોઈની પણ શેહ શરમ રાખ્યા વગર કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.