નવી દિલ્હી: સવારે શાનદાર શરૂઆત બાદ શેરબજારે આજે ઈતિહાસ રચી દીધો. નિફ્ટી 50 અને સેન્સેક્સ આજે તેમના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યા હતા. NSE નિફ્ટી ઈન્ડેક્સ લગભગ 260 પોઈન્ટ અથવા 1.20%ના ઉછાળા સાથે 21,928 ના સ્તરને સ્પર્શ્યો હતો. સેન્સેક્સ 1000 પોઈન્ટ ઉછળ્યો હતો જેના કારણે તે 72,720.96 ના જીવનકાળના ઉચ્ચ સ્તરે પહોંચ્યો. આઈટી સેક્ટરમાં મજબૂત વૃદ્ધિના કારણે શેરબજારે આજે એક નવો સીમાચિહ્ન હાંસલ કર્યો હતો.
શુક્રવારે સવારે નિફ્ટી 21,773.55 પર ખુલ્યો હતો. નિફ્ટી 50 ઈન્ડેક્સ 1.20 ટકાના વધારા સાથે 21,908 પર બંધ રહ્યો હતો. આજે શરૂઆતના ટ્રેડિંગમાં સેન્સેક્સ 72,148.07 પર ખુલ્યો હતો અને ટ્રેડિંગ બંધ થતાં સુધીમાં સેન્સેક્સ 931.90 પોઈન્ટ્સ અથવા 1.30% વધીને 72,653.08 પર હતો
શેરબજારમાં આજે 12 જાન્યુઆરી 2024ના રોજ તેજી જોવા મળી રહી છે. આજે સેન્સેક્સ (Sensex) 427 પોઈન્ટ વધીને 72,148 પર અને નિફ્ટી (Nifty) 21,735 પર ખુલ્યો હતો. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 500 પોઈન્ટના ઉછાળા સાથે 72000ની સપાટીને પાર કરી ગયો હતો. જ્યારે નિફ્ટીએ 21,700ની સપાટી વટાવી હતી.
જો સેક્ટોરલ આધારે જોવામાં આવે તો આજે IT ઇન્ડેક્સ 4% વધ્યો છે. દરમિયાન પીએસયુ બેન્ક અને રિયલ્ટી સૂચકાંકો પ્રત્યેક 1 ટકા વધ્યા હતા, જ્યારે ઓટો, એફએમસીજી અને હેલ્થકેર સૂચકાંકોમાં વેચવાલી જોવા મળી હતી. આજે BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા છે.
સેન્સેક્સ કંપનીઓમાં ઇન્ફોસિસના શેરમાં 6 ટકાથી વધુ અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસના શેરમાં લગભગ 4 ટકાનો ઉછાળો નોંધાયો હતો. આ સાથે જ વિપ્રો, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક્નોલોજીસ અને જેએસડબલ્યુ સ્ટીલના શેરમાં પણ તેજી જોવા મળી હતી. જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એશિયન પેઈન્ટ્સ, પાવર ગ્રીડ, નેસ્લે, હિન્દુસ્તાન યુનિલિવર અને ટાઇટનના શેર ખોટમાં રહ્યા હતા.
દેશની બીજી સૌથી મોટી આઈટી સર્વિસ પ્રોવાઈડર કંપની ઈન્ફોસિસ ત્રીજા ક્વાર્ટરના પરિણામો બાદ આજે 6 ટકાથી વધુના વધારા સાથે ટ્રેડ કરી રહી છે. સવારે 9:52 વાગ્યે ઈન્ફોસિસના શેર 99.45 પોઈન્ટ (6.66%)ના વધારા સાથે 1,593.65ના સ્તરે ટ્રેડ થતા જોવા મળ્યા હતા.
શુક્રવારે વિદેશી રોકાણકારોએ રૂ. 865 કરોડના શેર વેચ્યા
આ અગાઉ ગઈકાલે શુક્રવારે બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 63.47 પોઈન્ટના વધારા સાથે 71,721.18 પોઈન્ટ પર બંધ થયા હતા. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 28.50 પોઈન્ટ અથવા 0.13 ટકાના વધારા સાથે 21,647.20 પોઈન્ટ પર બંધ થયો હતો. શેરબજારના ડેટા મુજબ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) મૂડીબજારમાં ચોખ્ખા વેચાણકર્તા હતા. તેમણે ગુરુવારે રૂ. 865 કરોડના શેર વેચ્યા હતા.