Business

બજેટ પહેલાં શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સમાં 740 પોઈન્ટનો ઉછાળો

બજેટના એક દિવસ પહેલા જ શેરબજારમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સ 740 પોઈન્ટ વધીને 77,500 પર જ્યારે નિફ્ટી 258 પોઈન્ટ વધીને 23,508ની સપાટીએ બંધ થયો છે. આ સિવાય બેંક નિફ્ટી 275 પોઈન્ટ ઉછળીને 49587 પર બંધ રહ્યો હતો. બજેટ પહેલા સરકારી શેરોમાં અદભૂત ઉછાળો જોવા મળ્યો હતો. ખાસ કરીને રેલવે અને ડિફેન્સના શેરમાં 10 ટકા કે તેથી વધુનો વધારો થયો છે.

BSE ના ટોચના 30 શેર વિશે વાત કરીએ તો માત્ર 6 શેર કોટક મહિન્દ્રા બેંક, ICICI બેંક, બજાજ ફાઇનાન્સ અને ITC હોટેલ્સમાં ઘટાડો થયો હતો, જે લગભગ 3 ટકા હતો. બાકીના 24 શેરમાં વધારો થયો હતો, જેમાંથી L&Tના શેર સૌથી વધુ 4.37 ટકા વધ્યા હતા.

NSE પર આજે કુલ 2,919 શેર્સનું ટ્રેડિંગ થયું હતું, જેમાં 2,130 શેર્સ વધ્યા હતા અને 711 શેર્સ ઘટાડા પર હતા. 21 શેર 52 સપ્તાહની ટોચે હતા, જ્યારે 58 શેર્સ ઘટ્યા હતા. આ સિવાય 171 શેરમાં અપર સર્કિટ લાગી છે.

સરકારી શેરોમાં સારો ઉછાળો જોવા મળ્યો
રેલવે શેર્સની વાત કરીએ તો જ્યુપિટર વેગનના શેરમાં 12 ટકા, આરવીએનએલના શેરમાં 9 ટકા અને IRCON ઇન્ટરનેશનલના શેરમાં 9 ટકાનો વધારો થયો છે. મજગાંવ ડોક અંદાજે 6 ટકા વધ્યો છે. આ સિવાય પીએસયુ શેરોમાં NHPC, Tata Consumers, GAIL, BHEL અને UPLમાં પણ 6 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હતો.

ગઈકાલે દિવસભર બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો
આ અગાઉ ગઈકાલે ગુરુવારે શેરબજારમાં બંને સૂચકાંકોની બદલાતી ચાલ જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટી ક્યારેક ગ્રીન અને ક્યારેક રેડ ઝોનમાં કારોબાર કરતા જોવા મળ્યા હતા. જોકે, અંતે 76,598.84 પર ખુલ્યા બાદ બજાર બંધ સમયે સેન્સેક્સ 226.85 પોઈન્ટના વધારા સાથે 76,759.81 પર બંધ રહ્યો હતો. તો નિફ્ટી 23,163 પર ખૂલ્યા બાદ 23,249.50 પર બંધ થયો હતો.

Most Popular

To Top