ભારતીય શેરબજાર(INDIAN STOCK MARKET)માં ગુરુવારે એપ્રિલ સીરિઝનો છેલ્લો દિવસ હોવાથી દિવસ દરમ્યાન ઉતાર ચઢાવ દેખવા મળ્યું હતું અને બજાર પોઝિટિવ બંધ રહ્યું હતું. જોકે, મિડકેપ તથા સ્મોલકેપ શેરોમાં નફાવસુલી જોવા મળી હતી. જોકે, નિફ્ટી (NIFTY) 14900 પોઇન્ટની નીચે બંધ રહ્યા હતા. જ્યારે સેન્સેક્સ (SENSEX) ઇન્ટ્રાડેમાં 50000 પોઇન્ટની સપાટી કૂદાવી હતી, પરંતુ ટકી શકી નહતી અને સપાટ પોઝિટિવ બંધ રહ્યા હતા.
ગુરુવારે પશ્ચિમ બંગાળમાં આઠમા અને અંતિમ ચરણનું મતદાન થવા પામ્યું હતું. આજે સાડા સાત વાગ્યા પછી પશ્ચિમ બંગાળ, આસામ, તામિલનાડુ, કેરાલા અને પોંડીચરીના એકઝીટ પોલ જાહેર થશે, જેની ઉપર આવતીકાલે બજારમાં વધઘટ જોવા મળશે. બ્રોકરેજ હાઉસીસના ડીલીંગ રૂમમાં આજે સૌથી વધુ મિડકેપ શેરોમાં ખરીદીની સલાહ આપવામાં આવી રહી છે. જેમાં શ્રીકલા પાઇપ્સ છે. ડીલર્સનું કહેવું છે કે, આ સ્ટોકમાં 20 ટકાનો ઉછાળો જોવા મળી શકે છે. આ ઉપરાંત, મેટલ શેરોમાં રેલી આગળ વધી હતી. આજે તાતા સ્ટીલે નવી વિક્રમી સપાટી રચી હતી. આ ઉપરાંત, ઓટો એન્સીલરી કંપનીઓમાં મજબૂત રોલ ઓવર દેખાયં હતું. જેમાં 78 ટકા રોલઓવર નજર આવ્યા હતા.
આગેવાન શેરોમાં આજે જાહેર થયેલા પરિણામો બાદ વધઘટ જોવા મળી હતી, જેમાં કોરોમાંડલ ઇન્ટરનેશનલ 1.64 ટકા, એકસાઇડ 0.96 ટકા, ઇન્ડિયામાર્ટ 0.77 ટકા, મોતીલાલ ઓશવાલ 3.67 ટકા, શ્રીરામ ટ્રાન્સપોર્ટ 0.88 ટકા, પરસીસ્ટન્ટ સીસ્ટમ 2.24 ટકા વધ્યા હતા. જ્યારે ટિટન 0.16 ટકા, લાર્સન ફાઇ. 2.07 ટકા અને ઝેન્સર ટેકનો 0.48 ટકા ઘટયા હતા. ભારતીય શેરબજારમાં સેન્સેક્સ 32.10 પોઇન્ટ સુધરીને 49765.94 પોઇન્ટ સુધરીને બંધ રહ્યા હતા. આજે ઇન્ટ્રાડેમાં સેન્સેક્સ 50000 પોઇન્ટની સપાટી કૂદાવીને 50375.77 પોઇન્ટ સુધી ઉછળ્યા હતા. જ્યારે નીચામાં 49535.98 પોઇન્ટ સુધી ઘટયા હતા. નિફ્ટી 30.35 પોઇન્ટ એટલે કે 0.20 ટકા વધીને 14894.90 પોઇન્ટના બંધ રહ્યા હતા. આજે ઇન્ટ્રાડેમાં નિફ્ટી 15000 પોઇન્ટની સપાટી કૂદાવી હતી અને 15044.35 પોઇન્ટ સુધી ઉછળ્યા હતા, જ્યારે નીચામાં 14814.45 પોઇન્ટ સુધી ઘટયા હતા. બેન્ક નિફ્ટીમાં બેઉતરફી વધઘટ બાદ નજીવા ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બેન્ક નિફ્ટી 8.30 પોઇન્ટ ઘટીને 33714.50 પોઇન્ટના નરમ બંધ રહ્યા હતા.
બોર્ડર માર્કેટમાં આજે નફાવસુલી જોવા મળી હતી. જેના લીધે બોર્ડર માર્કેટમાં સામસામી રાહ જોવાયા હતા. બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ 0.13 ટકા ઘટયો હતો, જ્યારે બીએસઇ સ્મોલકેપ ઇન્ડેક્સ 0.13 ટકા સુધર્યો હતો. જેના લીધે માર્કેટ બ્રેડથ નેગેટિવ જોવાયું હતું. બીએસઇ ખાતે 1413 શેરો વધ્યા હતા, જ્યારે 1527 શેરો ઘટયા હતા, જ્યારે 182 શેરો યથાવત જોવાયા હતા. બીએસઇના એ ગ્રુપના શેરોમાં ટોપ ગેઇનર્સમાં એમઆરપીએલ 12.52 ટકા વધીને રૂ. 42.70, એસેલ્યા સોલ્યુશન્સ 10.32 ટકા વધીને રૂ. 955, જેએસડબલ્યુ સ્ટીલ 9.80 ટકા વધીને રૂ. 726.85, મોરેપોન લેબ 9.24 ટકા વધીને રૂ. 60.30, મેઘમણી 9.05 ટકા વધીને રૂ. 141.55, સેઇલ 8.60 ટકા વધીને રૂ. 112.40નો ભાવ બોલાતો હતો. બીએસઇના બી ગ્રુપના શેરોમાં ટોપ ગેઇનર્સમાં અપોલો 19.99 ટકા વધીને રૂ. 110.45, ઉગર સુગર 19.95 ટકા વધીને રૂ. 21.95, ધ ઇન્વેસ્ટમેન્ટ 19.87 ટકા વધીને રૂ. 104.65, ફીલાટેક્સ 19.63 ટકા વધીને રૂ. 84.10 અને વીજી ફાઇ. 16 ટકા વધીને રૂ. 0.87નો ભાવ બોલાતો હતો.
બીએસઇના એ ગ્રુપના શેરોમાં ટોપ લુસર્સમાં સીન્જીન 5.48 ટકા ઘટીને રૂ. 575.40, બીએફ ઇન્વેસ્ટમેન્ટ 5.17 ટકા ઘટીને રૂ. 310.20, ક્રોમ્પ્ટ્રોન 5 ટકા ઘટીને રૂ. 380.95, પેનેસીયા બાયો 4.99 ટકા ઘટીને રૂ. 350.10, તેજસ નેટવર્ક 4.80 ટકા ઘટીને રૂ. 190.55 અને સ્પંદના 4.74 ટકા ઘટીને રૂ. 609.50નો ભાવ બોલાતો હતો. બીએસઇના બી ગ્રુપના શેરોમાં ટોપ લુસર્સમાં મેગા સોફ્ટ 9.65 ટકા ઘટીને રૂ. 13.02, ભારત ટ્રાન્સ 7.86 ટકા ઘટીને રૂ. 11790.10, લવેબલ 7.63 ટકા ઘટીને રૂ. 90.25, કેમફેબ આલ્કલીઝ 7.25 ટકા ઘટીને રૂ. 157.40, બેસ્ટ એગ્રો 7.17 ટકા ઘટીને રૂ. 434.40નો ભાવ બોલાતો હતો. બીએસઇ ખાતે એસઆઇએસ 4.53 ગણા એટલે કે 74828 શેરોના કામકાજ સાથે 1.53 ટકા વધીને રૂ. 365.70, બજાજ હોલ્ડીંગ્સ 4.5 ગણા એટલે કે 5464 શેરોના કામકાજ સાથે 2.74 ટકા વધીને રૂ. 3548.95, ટયુબ ઇન્વેસ્ટમેન્ટ 4.31 ગણા એટલે કે 10561 શેરોના કામકાજ સાથે 1.69 ટકા વધીને રૂ. 1253.55, ચેન્નાઇ પેટ્રો 3.36 ગણા એટલે કે 2.4 લાખ શેરોના કામકાજ સાથે 4.40 ટકા વધીને રૂ. 113.95, મોઇલ 3.09 ગણા એટલે કે 68220 શેરોના કામકાજ સાથે 2.82 ટકા વધીને રૂ. 158.75નો ભાવ બોલાતો હતો. એનએસઇ ખાતે એસઆઇએસ 18.09 ગણા એટલે કે 21.49 લાખ શેરોના કામકાજ સાથે 0.21 ટકા વધીને રૂ. 360.70, કેએસબી લી. 11.17 ગણા એટલે કે 3.3 લાખ શેરોના કામકાજ સાથે 2.58 ટકા વધીને રૂ. 897.65, જિન્દાલ સો 9.65 ગણા એટલે કે 92.79 લાખ શેરોના કામકાજ સાથે 9.07 ટકા વધીને રૂ. 82.35, મોઇલ 6.99 ગણા એટલે કે 16.39 લાખ શેરોના કામકાજ સાથે 4.04 ટકા વધીને રૂ. 161 અને બજાજ હોલ્ડીંગ્સ 5.62 ગણા એટલે કે 1.23 લાખ શેરોના કામકાજ સાથે 3.57 ટકા વધીને રૂ. 3581.20નો ભાવ બોલાતો હતો.
વૈશ્વિક સ્તરે યુરોપિયન તથા એશિયન બજારોમાં આજે સુધારાની ચાલ જોવા મળી હતી. આજે જાપાનના નીક્કી બજાર બંધ રહ્યા હતા. અમેરિકન બજારોમાં ફેડરલ રિઝર્વની બેઠક ઉપરાંત એપલ અને ફેસબુકના સારા પરિણામોના પગલે ટેકનો શેરોમાં શાનદાર તેજી જોવા મળી હતી. જેમાં નાસ્ડેક ઉછળ્યો હતો. આ દરમ્યાન ફેડરલ રિઝર્વ દ્વારા શુન્ય નજીક વ્યાજદર જાહેર કર્યા છે. જ્યારે બોન્ડ ખરીદવાનો નિર્ણય ચાલુ રાખ્યો છે. જેના વૈશ્વિક બજારોમાં પોઝિટિવ ચાલ જોવા મળી હતી. યુરોપિયન બજારોમાં એફટીએસઇ 0.68 ટકા, કેક 0.43 ટકા સુધારા સાથે ચાલી રહ્યા છે. જ્યારે ડેક્સ 0.38 ટકા ઘટાડા સાથે ચાલી રહ્યો છે. એશિયન બજારોમાં સ્ટ્રેઇટસ 0.06 ટકા, હેંગસેંગ 0.80 ટકા, જાકાર્તા 0.64 ટકા અને શાંઘાઇ 0.52 ટકા સુધારા સાથે બંધ રહ્યા હતા. જ્યારે તાઇવાન સપાટ અને કોસ્પી 0.23 ટકા નરમ બંધ રહ્યા હતા.