ભારતીય શેરબજાર ( stock market ) માં આજે શરૂઆતમાં સતત નફા વસુલી ચાલુ રહેવા પામી હતી, પરંતુ છેલ્લા કલાકમાં પીએસયુ બેન્ક શેરોની તેજીની પાછળ રીકવરી જોવા મળી હતી અને નજીવા ઘટાડા સાથે સપાટ બંધ રહ્યા હતા. નિફ્ટી ( nifti) નીચા મથાળેથી 130 પોઇન્ટની રીકવરી જોવા મળી હતી. જ્યારે બેન્ક નિફ્ટી 300 પોઇન્ટથી વધુ રીકવર થયા હતા.છેલ્લા બે દિવસથી નફાવસુલીના પગલે શેરબજારમાં શોર્ટ સેલ જોવા મળ્યું હતું. જેમાં આવતીકાલે વીકલી એકસપાયરીના પુર્વે નીચા મથાળેથી ખરીદી નીકળતાં શોર્ટ સેલ પકડાયું છે. જેના લીધે આવતીકાલે શેરબજારમાં તેજીનું રૂખ જોવા મળી શકે છે અને ગેપ અપ ઓપનીંગ થવાની પણ શકયતા જોવા મળી રહી છે. બીજી તરફ, અદાણી જૂથના શેરોમાં તેજી ચાલુ રહેવા પામી હતી. જ્યારે રિલાયન્સે આજે રૂ. 2200ની સપાટી કૂદાવી હતી.
ભારતીય શેરબજારમાં સેન્સેકસ 85.40 પોઇન્ટ એટલે કે 0.16 ટકા વધીને 51849.48 પોઇન્ટના નરમ બંધ રહ્યા હતા. આજે ઇન્ટ્રાડેમાં સેન્સેકસ 51913.92 પોઇન્ટ સુધી ઉછળ્યો હતો, જ્યારે નીચામાં 51450.58 પોઇન્ટ સુધી ઘટયો હતો. નિફ્ટી 1.35 પોઇન્ટ સુધરીને 15576.20 પોઇન્ટની સપાટ બંધ રહી હતી. આજે ઇન્ટ્રાડેમાં નિફ્ટી 15597.45 પોઇન્ટ સુધી ઉછળી હતી, જ્યારે નીચામાં 15500ની સપાટી તોડીને 15459.85 પોઇન્ટ સુધી તૂટી હતી. બેન્ક નિફ્ટીમાં બેઉતરફી અફરાતફરી રહ્યા બાદ 36.55 પોઇન્ટ એટલે કે 0.10 ટકા વધીને 35373.75 પોઇન્ટની સપાટ બંધ રહી હતી.લાર્જકેપ શેરોની સરખામણીએ બોર્ડર માર્કેટમાં ધૂમ ખરીદી જોવા મળી હતી અને બીએસઇ( bse) મિડકેપ ઇન્ડેક્સ ( index) 1.75 ટકા ઉછળ્યો હતો. જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ 1.29 ટકા ઉછળ્યો હતો. જેના લીધે માર્કેટ બ્રેડથ મજબૂત જોવાયું હતું. બીએસઇ ખાતે 2153 શેરો વધ્યા હતા, જ્યારે 964 શેરો ઘટયા હતા અને 167 શેરો યથાવત રહ્યા હતા.
પીએસયુ શેરોમાં તેજી જોવા મળી હતી. જેના લીધે નિફ્ટી પીએસયુ ઇન્ડેક્સ 2.96 ટકા વધ્યા હતા. જે છેલ્લા બે સેસન્સમાં 1.26 ટકા ઘટયા હતા. જેમાં સેન્ટ્રલ બેન્ક 9.97 ટકા, બેન્ક ઓફ મહારાષ્ટ્ર 8.67 ટકા, ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક 5.71 ટકા, પંજાબ એન્ડ સીંધ બેન્ક 5.32 ટકા, પીએનબી 5.28 ટકા, ઇન્ડિયન બેન્ક 5.26 ટકા, યુનિયન બેન્ક 3.06 ટકા, કેનેરા બેન્ક 2.77 ટકા, બેન્ક ઓફ ઇન્ડિયા 2.56 ટકા, બેન્ક ઓફ બરોડા 2.33 ટકા, યુકો બેન્ક 1.52 ટકા, જમ્મુ એન્ડ કાશ્મીર બેન્ક 1.38 ટકા, અને એસબીઆઇ 1.08 ટકા વધ્યા હતા.
બીએસઇના એ ગ્રુપના શેરોમાં ટોપ ગેઇનર્સમાં કીરી ઇન્ડ. 19.99 ટકા વધીને રૂ. 548.30, પીએફસી 14.86 ટકા વધીને રૂ. 21.25, સુમીટોમો કેમિકલ્સ 13.82 ટકા વધીને રૂ. 363.10, મધરસન સુમી 13.35 ટકા વધીને રૂ. 269.10, આઇઆરબી 12.91 ટકા વધીને રૂ. 130.75 અને નિલકમલ 11.60 ટકા વધીને રૂ. 2470નો ભાવ બોલાતો હતો. બીએસઇના બી ગ્રુપના શેરોમાં ટોપ ગેઇનર્સમાં સેન્ચુરી એન્કા 20 ટકા વધીને રૂ. 396.60, થેમીસ મેડિકેર 20 ટકા ઉછળીને રૂ. 762.30, ઇમામી પેપર 20 ટકા ઉછળીને રૂ. 152.40, રવિકુમાર ડીસ્ટ્રીલરી 20 ટકા ઉછળીને રૂ. 13.98, આલ્ફાજીયો 19.99 ટકા વધીને રૂ. 286.05નો ભાવ બોલાતો હતો.
બીએસઇના એ ગ્રુપના શેરોમાં ટોપ લુસર્સમાં ટીસીઆઇ 8.02 ટકા ઘટીને રૂ. 439.75, સીજીસીએલ 6.07 ટકા ઘટીને રૂ. 515.25, રીસ્પોન્સીવ4.81 ટકા ઘટીને રૂ. 148.55, જીએસએફસી 4.16 ટકા ઘટીને રૂ. 103.65, ડીએફએમ 3.35 ટકા ઘટીને રૂ. 399.30નો ભાવ બોલાતો હતો. બીએસઇના બી ગ્રુપના શેરોમાં ટોપ લુસર્સમાં ટીસીઆઇ ડેવલપ 7.90 ટકા ઘટીને રૂ. 480.50, બન્નારી અમાન 7.38 ટકા ઘટીને રૂ. 78.40, યુએફઓ 6.36 ટકા ઘટીને રૂ. 98.65, જીપીટી ઇન્ફ્રા 6.01 ટકા ઘટીને રૂ. 57.05, સીગ્નેટ 5.94 ટકા ઘટીને રૂ. 55.45, સ્ટાર હાઉસીંગ 5.13 ટકા ઘટીને રૂ. 86નો ભાવ બોલાતો હતો.
બીએસઇ ખાતે પીએનબી હાઉસીંગ ફાઇનાન્સમાં 6.34 ગણા એટલે કે 3.19 લાખ શેરોના કામકાજ સાથે 10 ટકા ઉછળીને રૂ. 693.20, ગુજરાત ગેસ 5.12 ગણા એટલે કે 5.7 લાખ શેરોના કામકાજ સાથે 5.29 ટકા ઉછળીને રૂ. 568.75, સુમીટોમો કેમિકલ્સ 3.96 ગણા એટલે કે 2.15 લાખ શેરોના કામકાજ સાથે 12.07 ટકા વધીને રૂ. 357.50, રત્નમણી મેટલ્સ 3.94 ગણા એટલે કે 4382 શેરોના કામકાજ સાથે 1.34 ટકા વધીને રૂ. 1942, ત્રિવેણી ટર્બાઇન 3.92 ગણા એટલે કે 1.38 લાખ શેરોના કામકાજ સાથે 4.79 ટકા વધીને રૂ. 112.70નો ભાવ બોલાતો હતો. એનએસઇ ખાતે સુમીટોમો કેમિકલ્સ 11.49 ગણા એટલે કે 1.11 કરોડ શેરોના કામકાજ સાથે 14.24 ટકા વધીને રૂ. 364.95, ગુજરાત ગેસ 9.1 ગણા એટલે કે 1.27 કરોડ શેરોના કામકાજ સાથે 4.66 ટકા વધીને રૂ. 565.60, નારાયણા હદયાલયા 5.5 ગણા એટલે કે 74 લાખ શેરોના કામકાજ સાથે 3.67 ટકા વધીને રૂ. 511, નિલકમલ 5.38 ગણા એટલે કે 86343 શેરોના કામકાજ સાથે 5.34 ટકા વધીને રૂ. 2334.25 અને આરતી ડ્રગ્સ 5.27 ગણા એટલે કે 22.83 લાખ શેરોના કામકાજ સાથે 3.34 ટકા વધીને રૂ. 761.20નો ભાવ બોલાતો હતો.
વૈશ્વિક સ્તરે યુરોપિયન બજારોમાં પોઝિટિવ ચાલ જોવા મળી હતી. જ્યારે મોટા ભાગના એશિયન બજારો મજબૂત બંધ રહ્યા હતા. સાઉથ કોરિયા કન્ઝયુમર ઇન્ફલેશન મે મહિનામાં નવ વર્ષની ઉંચાઇએ પહોંચ્યો હતો. કન્ઝયુમર પ્રાઇઝ 2.6 ટકા વધ્યો છે. ગઇકાલે અમેરિકન બજારો સપાટ રહ્યા હતા. જ્યારે આજે અમેરિકન ફયુચર બજારો સપાટ જોવાયા હતા. જેના લીધે આજે અમેરિકન બજારો પોઝિટિવ કે સપાટ ખુલવાના સંકેત જોવા મળી રહ્યા છે.
યુરોપિયન બજારોમાં એફટીએસઇ 0.18 ટકા, કેક 0.29 ટકા, અને ડેક્સ 0.12 ટકા સુધારા સાથે ચાલી રહ્યા છે. જ્યારે એશિયન બજારોમાં નીક્કી 0.46 ટકા, તાઇવાન 0.02 ટકા, કોસ્પી 0.07 ટકા, જાકાર્તા 1.41 ટકા સુધર્યા હતા. જ્યારે શાંઘાઇ 0.76 ટકા, હેંગસેંગ 0.58 ટકા અને સ્ટ્રેઇટસ 0.82 ટકા ઘટાડા સાથે બંધ રહ્યા હતા