શેરબજારમાં બમ્પર ઉછાળા વચ્ચે 81946 ના સ્તરને સ્પર્શ કર્યા પછી સેન્સેકસ હવે 2488 પોઈન્ટના ઉછાળા સાથે 81942 પર છે. નિફ્ટી 770 પોઈન્ટના ઉછાળા પછી 24,778 ના સ્તરે છે. નિફ્ટીના ટોચના શેરધારકોની યાદીમાં અદાણી એન્ટરપ્રાઇઝ 7.38 ટકા, શ્રીરામ ફાઇનાન્સ 7.23 ટકા, ટ્રેન્ટ 5.11 ટકા, જિયો ફાઇનાન્સ 5.15 ટકા, ટાટા સ્ટીલ 4.98 ટકાનો સમાવેશ થાય છે.
તાજેતરના મિસાઇલ અને ડ્રોન હુમલાઓ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ હતો પરંતુ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ ફરી શરૂ થયા પછી શેરબજારો ફરી જીવંત થયા છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) ના બોર્ડે 9 મેના રોજ પાકિસ્તાન માટે બેલઆઉટ પેકેજને મંજૂરી આપી હતી. ભારત IMF બેલઆઉટ પર મતદાનથી દૂર રહ્યું હતું.
દરમિયાન યુદ્ધવિરામની જાહેરાત બાદ આજે ભારતીય શેરબજારોમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો. સેન્સેક્સ અને નિફ્ટી બંને અનુક્રમે 2.5 ટકાના વધારા સાથે 81,689.46 અને 24,700.05 પર પહોંચ્યા. નાની અને મધ્યમ કદની કંપનીઓના શેર પણ વધ્યા. બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 3.5% વધ્યો. જ્યારે મિડકેપ ઈન્ડેક્સ 3.1% વધ્યો.
પાકિસ્તાનના શેરબજારમાં પણ તેજી
ભારત સાથે યુદ્ધવિરામની જાહેરાત બાદ આજે 12 મેના રોજ પાકિસ્તાનના શેરબજારોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો. કરાચી સ્ટોક માર્કેટનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ, KSE-30, 9% ઘટયો જેના કારણે ટ્રેડિંગ એક કલાક માટે બંધ કરવાની ફરજ પડી. KSE-100 ઇન્ડેક્સ પણ ટ્રેડિંગ દરમિયાન લગભગ 9% અથવા 9,928 પોઈન્ટ ઉછળીને 117,104.11 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો અને તેમાં ટ્રેડિંગ પણ એક કલાક માટે બંધ કરવામાં આવ્યું હતું. ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધવિરામ કરાર અને IMF દ્વારા પાકિસ્તાનને આપવામાં આવેલા $2.3 બિલિયનના બેલઆઉટ પેકેજ પછી આ તેજી આવી છે.