Business

શેરબજારમાં મોટો કડાકો, એક ઝાટકામાં રોકાણકારોને 3 લાખ કરોડનું નુકસાન

નવી દિલ્હીઃ નબળા વૈશ્વિક સંકેતોને કારણે શેરબજારમાં આજે એટલે કે 4 સપ્ટેમ્બરે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 250થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે 82,297 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સના 30માંથી 21 શેરમાં ઘટાડો છે. નિફ્ટીમાં પણ લગભગ 100 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે. તે 25,180 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 50ના 46 શેરમાં ઘટાડો અને માત્ર 4માં જ વધારો છે. આઈટી, મેટલ અને એનર્જી શેર્સમાં વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે.

યુ.એસ.ની આર્થિક મંદી અને ફેડરલ રિઝર્વના વ્યાજ દરના નિર્ણયને અસર કરતા ચાવીરૂપ ડેટા અંગે તાજી ચિંતાઓ પહેલા રોકાણકારો સાવચેત જોવા મળી રહ્યા છે, જેના કારણે તમામ ક્ષેત્રોના શેર્સમાં વેચાણનું દબાણ વધ્યું છે. આજે શરૂઆતના ટ્રેડિંગમાં BSE પર લિસ્ટેડ તમામ કંપનીઓની માર્કેટ મૂડી 3.1 લાખ કરોડ ઘટીને 462.4 લાખ કરોડ થઈ હતી.

સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે સવારે 09:47 વાગ્યે સેન્સેક્સ 578.81 (0.70%) પોઈન્ટ ઘટીને 82,013.32 પર ટ્રેડ થયો હતો, જ્યારે નિફ્ટી 170.95 (0.68%) પોઈન્ટ ઘટીને 25,108.90 પર ટ્રેડ થયો હતો. શરૂઆતના ટ્રેડિંગમાં BSE પર લિસ્ટેડ તમામ કંપનીઓની માર્કેટ મૂડી 3.1 લાખ કરોડ ઘટીને 462.4 લાખ કરોડ થઈ હતી.

સેન્સેક્સ શેરોમાં સૌથી વધુ વેચવાલી આઇટી, ફાઇનાન્સિયલ અને મેટલ સેક્ટરના શેરોમાં જોવા મળી હતી. જેના કારણે બજાર નીચે લપસી ગયું હતું. ઈન્ફોસિસ, આઈસીઆઈસીઆઈ બેંક, એલએન્ડટી, ટીસીએસ, ભારતી એરટેલ અને એસબીઆઈના શેરમાં ઘટાડાને કારણે ઈન્ડેક્સ સૌથી વધુ ઘટ્યો હતો. આ સમયગાળા દરમિયાન JSW સ્ટીલ અને ટાટા સ્ટીલના શેરો 1.5% સુધી ઘટ્યા હતા.

Most Popular

To Top