Business

તેજી સાથે બંધ થયુ ભારતીય શેર બજાર, સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર ઉછાળો

નવી દિલ્હી: અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે આજે શુક્રવારે ભારતીય શેર બજાર (Indian stock market) તેજી સાથે બંધ થયું હતું. આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સના સેન્સેક્સમાં (Sensex) 33 પોઇન્ટનો વધારો નોંધાયો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ નિફ્ટી (Nifty) પણ 11.65 પોઈન્ટના વધારા સાથે બંધ થયો હતો. જો કે આજના ટ્રેડિંગમાં એનએસઈના સેક્ટોરલ ઈન્ડેક્સમાં ઓટો સેક્ટર સૌથી ઝડપથી નફો કમાઇ રહ્યું હતું.

ટ્રેડિંગ સેશન દરમિયાન આજે 23 ઓક્ટોબરના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સનો સેન્સેક્સે 0.04 ટકા અથવા 33 પોઇન્ટના વધારા સાથે 81,086 પોઇન્ટની ઉંચાઇ હાંસલ કરી હતી. જ્યારે બજાર બંધ સમયે સેન્સેક્સના 30 શેરોમાંથી 16 શેર લીલા નિશાન પર અને 14 શેર લાલ નિશાન પર ટ્રેડ કરી રહ્યા હતા. આ સાથે જ નેશનલ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ નિફ્ટી પણ આજે 0.05 ટકા અથવા 11.65 પોઈન્ટના વધારા સાથે 24,823 પર બંધ થયો હતો. ત્યારે આજના ટ્રેડિંગ બાદ જ્યારે બજાર બંધ થયું તે સમયે નિફ્ટીના 50 શેરોમાંથી 22 શેરો લીલા નિશાન પર અને 28 શેરો લાલ નિશાન પર ટ્રેડ કરી રહ્યા હતા.

ટ્રેડિંગ સેશન દરમિયાન આ શેર્સમાં ઉછાળો જોવા મળ્યો
નિફ્ટી પેક શેર્સમાં આજે શુક્રવારે બજાજ ઓટોના શેરોમાં 4.74 ટકા, કોલ ઈન્ડિયામાં 1.70 ટકા, ભારતી એરટેલમાં 1.59 ટકા, ટાટા મોટર્સમાં 1.58 ટકા અને સન ફાર્મામાં 1.39 ટકાનો વધારો થયો હતો. તે જ સમયે, LTI માઇન્ડટ્રીમાં 1.27 ટકા, વિપ્રોમાં 1.16 ટકા, ONGCમાં 0.99 ટકા અને ટાઇટનમાં 0.93 ટકાનો મહત્તમ ઘટાડો નોંધાયો હતો.

ક્ષેત્રીય સૂચકાંકોની સ્થિતિ
ક્ષેત્રીય સૂચકાંકોમાં આજે નિફ્ટી ઓટો (+1.12) સિવાય અન્ય તમામ સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા હતા. ત્યારે નિફ્ટી બેન્કમાં 0.10 ટકા, નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસિસમાં 0.06 ટકા, નિફ્ટી એફએમસીજીમાં 0.12 ટકા, નિફ્ટી આઇટીમાં 1 ટકા, નિફ્ટી મીડિયામાં 1.29 ટકા, નિફ્ટી મેટલમાં 0.38 ટકા, નિફ્ટી ફાર્મામાં 0.08 ટકા, નિફ્ટી એસયુ બેન્કમાં 0.59 ટકા, પી.એસ.યુ. નિફ્ટી પ્રાઈવેટ બેન્ક 0.12 ટકા, નિફ્ટી રિયલ્ટી 2.43 ટકા, નિફ્ટી હેલ્થકેર ઈન્ડેક્સ 0.16 ટકા, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 0.17 ટકા, નિફ્ટી ઓઈલ એન્ડ ગેસ 0.66 ટકા અને નિફ્ટી મિડકેરમાં 0.10 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

Most Popular

To Top