Charchapatra

નસાબંધી : બંને ફારસરૂપ!!

દેશની વસતિ આજે કૂદકે ને ભૂસકે વધી રહી છે, વસતિ વધારો એ મહાસમસ્યા છે, ૧૯૭૫-૭૬ માં જયારે દેશના પ્રધાન મંત્રી ઇન્દિરા ગાંધી હતા – ત્યારે તેમણે દેશભરમાં કુટુંબ – નિયોજન પરિવાર કલ્યાણ યોજના અમલમાં મુકી હતી ગામે – ગામ તેનો પ્રચાર થયો હતો. ‘નાનું કુટુંબ – સુખી કુટુંબ’ – અમે બે અમારા બે, ઓછા બાળ – જય ગોપાળ – જેવો સૂત્રો ભૂંતો પર ચીતરવામાં આવતા હતા –  ત્યાર પછી નશબંધી કરાવનાર પુરુષને ઇનામો પણ આપવામાં આવતા હતા, નશબંધી યોજનાની કસુવાવડ થઇ, આજે નશબંધી યોજના મૃતપ્રાય હાલતમાં છે, તેવી જ રીતે ગાંધીજીના ગુજરાતમાં નસાબંધી (દારૂબંધી) અમલમાં છે (તે પણ માત્ર નામની જ ) ગુજરાતમાં નસાબંધી હોવા છતાં સૌથી વધુ દેશી – વિદેશી દારૂ વેચાય છે, પીવાય છે, પોલીસ અને બુટલેગરોની સાંઠગાંઠના કારણે નસાબંધીનું વસ્ત્રાહરણ થઇ રહ્યું છે, ગુજરાતની પોલીસના ચહેરા પર જે લાલી છે, તે નસાબંધીના કારણે છે, ગાંધીજી જો હયાત હોત તો દારૂબંધીની જે હાલત થઇ છે. તેને જોઇને ખુબ દુ:ખી થાત, હવે ગાંધીજીના નામને વેટાવવાની જરૂર નથી. કરોડો રૂપિયાના ટેકસની જે આવકની ખોટ જાય છે. તેના કરતાં નસાબંધીને છુટી કરી દેવી જોઇએ, આમ વસતિ વધારો જોતાં – નશબંધી, નિષ્ફળ ગઇ છે. છડેચોક નસાબંધીનું ઉલ્લંઘન થાય છે. તે જોતાં નસાબંધી – નસાબંધી બંને ફારસરૂપ જોવા મળે છે…
તરસાડા  – પ્રવીણસિંહ મહીડા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top