સુરત: શહેરના પાંડેસરા (Pandesara) વિસ્તારમાં રહેતી સાવકી માતાએ (Stepmother) દોઢ વર્ષના બાળકનું માથું અફાડી મોત (Death) નીપજાવ્યું હતું. બાળકની હત્યા (Murder) કરી બાદમાં પતિને (Husband) બીમારીથી મોત થયાનું કહીને ઝાડીઓમાં દાટવા માટે લઈ ગઈ હતી. બીજા દિવસે રાહદારીનું ધ્યાન જતાં પોલીસને (Police) જાણ કરાઈ હતી. અને બાળકનું ફોરેન્સિક પીએમ (PM) કરાતાં સમગ્ર ઘટના બહાર આવી હતી. પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.
પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરા ખાતે હરિઓમનગરથી એકાદ કિલોમીટર દૂર ઝાડી-ઝાંખરામાંથી ગત તા.14મીખે સાંજે એક બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. રાહદારીએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતાં પાંડેસરા પોલીસે સ્થળ પર પહોંચી બાળકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલમાં ખસેડ્યો હતો. બાળકનું ફોરેન્સિક પીએમ કરાતાં માથામાં ઇજા થવાથી મોત થયાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે બાળકના ફોટોના આધારે પૂછપરછ હાથ ધરતાં આ બાળક હરિઓમનગરમાં રહેતા અરુણ ભોલાનું હોવાની જાણ થઈ હતી. પોલીસે બાળકનાં માતાપિતાનો સંપર્ક કરીને પૂછપરછ કરતાં તેમને બાળકનું બીમારીથી મોત થયાનું કહ્યું હતું. જો કે, પોલીસે કડક પૂછપરછ કરતાં તેની સાવકી માતા મમતાએ તેનું માથું દીવાલ કે જમીન ઉપર અફાડીને દોઢ વર્ષના માસૂમ બાબુ ઉર્ફે નટિયાને મોતને ઘાટ ઉતાર્યો હતો.
પતિને ખબર નહીં પડે એ માટે બીમારીથી મોતનું નાટક રચ્યું
બાળકની સાવકી માતા મમતાએ ગત તા.13 ઓગસ્ટે બાળકની હત્યા કરી હતી. બાદ બાળકનો પિતા અરુણ કામ પરથી આવતાં બાળકનું બીમારીથી મોત થયાનું કહ્યું હતું. અને બાળકને ઘરેથી એકાદ કિ.મી. દૂર ઝાડી-ઝાંખરામાં દાટવા માટે લઈ ગયા હતા. ખોડો કરીને બાળકને દાટે ત્યારે ભારે વરસાદ પડતો હતો. તેથી બાળકને ખાડામાં મૂકીને આવી ગયાં હતાં. બીજા દિવસે સાંજે રાહદારીઓનું ધ્યાન જતાં પોલીસને જાણ કરી હતી.
અરુણ સાળી સાથે બીજાં લગ્ન કરી સુરતમાં રહેતો હતો
અરુણે મમતા સાથે પહેલા લગ્ન કર્યાં હતાં. મમતા ગંજામમાં રહેતી હતી. અરુણે મમતાની બહેન સંગીતા સાથે બીજાં લગ્ન કરી તેની સાથે સુરતમાં રહેતો હતો. સંગીતાને સંતાનમાં એક દોઢ વર્ષનો પુત્ર બાબુ ઉર્ફે નટિયા અને એક 3 વર્ષની પુત્રી હતી. દરમિયાન ત્રણ માસ પહેલાં સંગીતાનું બીમારીથી મોત નીપજ્યું હતું. જેથી મમતાને સુરત લઈ આવ્યો હતો. પરંતુ મમતાએ તેની સગી બહેનના સાવકા સંતાનોને રાખવા નહોતાં. બાળક વારંવાર બીમાર પડતું હોવાથી તેને મારતી પણ હતી.