પલસાણા: કડોદરા (Kadodra) પોલીસ (Police) સોમવારે રાત્રે પેટ્રોલિંગમાં (Petroling) હતી ત્યારે તેઓને બાતમી મળી હતી કે એક ટેમ્પામાં બે ઇસમો જ્વલનશીલ પ્રવાહી ભરી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે બે શખ્સો ૧.૬૯ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. તેમની કબૂલાતમાં કામરેજ વિસ્તા૨માં થયેલી ચોરીને (Stealing) ભેદ ઉકેલાયો હતો.
કડોદરા જીઆઇડીસી સોમવારે રાત્રે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેમને બાતમી મળી હતી કે પલસાણા તાલુકાના વરેલી ગામે આવેલા બસ સ્ટેન્ડ પાસે બે ઇસમો એક ટેમ્પો નંબર જીજે ૦૫ બી ડબલ્યુ ૫૫૯૭માં પાંચ પ્લાસ્ટિકના બેરલમાં ટરપેનટાઇલ ૧૦૦૦ લીટર (જ્વલનશીલ પદાર્થ) ભરી ઉભા છે. જે આધારે કડોદરા પોલીસે સ્થળ પરથી કેમિકલ તેમજ ટેમ્પો મળી ૧૬૯૪૦૦ના મુદ્દામાલ સાથે કેશર અમરસીંગ રાજપુત (ઉ.વ ૨૮ ૨હે. ગોડાદરા મહારાણા પ્રતાપ ચોક લક્ષ્મીનારાયણ સોસાયટી મુળ રહે રાજસ્થાન) તથા ગોપાલ ઉદેસીંગ રાજપુત (ઉ.વ ૨૯ ઉભેળ પી.કે કેમિકલના ગોડાઉનમાં તા.કામરેજ મુળ રહે રાજસ્થાન) ઝડપી પાડી પુછપરછ કરતા આ મુદ્દામાલ કામરેજ તાલુકા વિસ્તારમાંથી ચોરી કર્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતા બન્ને આરોપીઓને કામરેજ પોલીસ મથકે મોકલી આપ્યા હતા.
ધરમપુરના બામટી ગામે એપીએમસી માર્કેટમાંથી 500 કિલો સળીયાની ચોરી
સુરત : ધરમપુર તાલુકાના બામટી ગામે એપીએમસી માર્કેટ યાર્ડમાં દુકાનનું બાંધકામ ચાલી રહ્યું છે. જ્યાં સિમેન્ટ, રેતી, કપચી, સળીયા સહિત અન્ય ચીજ વસ્તુઓ ખુલ્લી જગ્યામાં મૂકેલી હતી. આ માર્કેટ યાર્ડમાં દેખરેખ હેઠળ સુરેશ આહીર રાબેતા મુજબ સવારે આઠ વાગ્યે આવીને લોખંડ સળીયા સિમેન્ટ રેતી સહિત અન્ય ચીજવસ્તુઓના સ્ટોકની ફરીવાર ગણતરી કરતાં 18 ટન જેટલા અલગ અલગ સાઈઝના લોખંડના સળીયા સ્ટોકમાં હતાં. તપાસ કરતાં જેમાં 500 સાઈઝના 8 એમએમના લોખંડના સળીયા ઓછા જણાતા બાદ સ્ટોકમાં સળીયા મળી આવ્યા ન હતા. જે સળીયા કોઇક ચોર ઈસમ ચોરી કરી ફરાર થઇ જતાં જે અંગેની ફરિયાદ ધરમપુર પોલીસ મથકે સુરેશ આહીરે આપતાં વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી.