વ્હાલા વાચકમિત્રો, સૌ પ્રથમ તો આપ સૌને આઝાદીના અમૃત મહોત્સવની શુભેચ્છાઓ. આ લેખનું હેડિંગ વાંચીને ચોંકી ગયા ને? કંઈક ખોટું છપાય ગયાનું લાગ્યું? ના, જરા ય નહીં. ‘સ્ટાર્ટ અપ’ એટલે કે તમારી કારકિર્દીનું સ્ટાર્ટઅપ કરો કોઈક નવા ઈનોવેશનથી. કોઈક નવા આઈડિયાઝથી અને એ પણ ધો.10 અને ધો.12 પછી. ધો. 10-12 નો વિદ્યાર્થી 15-17 વર્ષનો હોય તો એનામાં કેવાં ઈનોવેશન હોઈ શકે? હજુ મૂંછનો દોર ફૂટ્યો નથી, ને કેટલી જવાબદારી!
ભારત સરકારે દેશના યુવાનોના ભાવિ ઘડતર, વિકાસ અને દેશની પ્રગતિ માટે વિવિધ પહેલ રૂપે ‘સ્ટાર્ટઅપ ઈન્ડિયા’, ‘મેક ઈન ઈન્ડિયા’, ‘ડિજિટલ ઈન્ડિયા’ના મિશનની શરૂઆત કરી છે. એનું મુખ્ય મિશન- યુવાનો નોકરી ન માંગે પરંતુ બિઝનેસ ડેવલપ કરીને અન્ય લોકોને નોકરી આપે એ માટે તે દિશામાં નક્કર પગલાં ભર્યાં છે.
‘સ્ટાર્ટઅપ ઈન્ડિયા’ની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2016ના વર્ષમાં કરી. વિદ્યાર્થીઓ પોતાના ઈનોવેટીવ આઈડિયાને સફળતાપૂર્વક બિઝનેસ મોડેલ તરીકે રૂપાંતર કરી શકે માટે સરકાર તરફથી સ્ટાર્ટઅપ આઈડિયાઝને પેટન્ટ અને ટ્રેડમાર્ક, માર્કેટિંગ, પ્રૂફ ઓફ કન્સેપ્ટ, રિસર્ચ જેવા અગત્યના તબક્કાઓમાં નાણાંકીય, ઈન્ક્યુબેશન, મેન્ટોરશીપ, અત્યાધુનિક લેબ જેવી સુવિધાઓ સમગ્ર દેશમાં સ્થાપિત કરવામાં આવી છે.
ધો.10માંથી જ વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણમાં જાય ત્યારે વધુ સોશ્યલાઈઝેશન તરફ જવાનો નિર્ણય કરી લેતા હોય છે. ત્યારે જો તમારી પાસે થોડાક પણ નવા આઈડિયાઝ હોય, કંઈક નવું પ્રદાન કરી સમાજમાં વધુ સુવિધાઓ પ્રદાન કરવાની વિચારશક્તિ હોય તો તમે ચોક્કસથી ‘‘સ્વર્ણિમ યુનિવર્સિટી’’ ગાંધીનગરની www.swarrnim.edu.in ની વિઝીટ કરી પૂરેપૂરી માહિતી લેજો. આ યુનિવર્સિટી ભારતની પ્રથમ સ્ટાર્ટઅપ યુનિવર્સિટી છે. જે ગુજરાતની ટોપ પાંચની રેન્કમાં આવે છે. જે અભ્યાસ સાથે ઈનોવેશન કરવા માટે વિવિધ પ્રોત્સાહનો તથા સગવડો આપે છે. જેમાં કો-ફાઉન્ડર તરીકે વિવેક ઓબેરોય પણ છે. આ યુવા જૂથની પહેલ છે.
# જ્યાં ધો. 10 પછીના અભ્યાસક્રમોમાં-
- – Electical Engineering
- – Computer Engineering
- – Civil Engineering
- – Mechanical Engineering
- – Automobile Engineering
- – Cyber Securities
- # UG લેવલે:- વિવિધ-15 Engineeringના કોર્સિસ ઓફર કરવામાં આવે છે.
- # PG લેવલે:- સાથે PG level પર એડવાન્સ કોર્સિસ ઓફર કરવામાં આવે છે.
- # Doctoral level:- જેમણે વધુ અભ્યાસ કરવો હોય તેમની માટે વિવિધ શાખામાં કોર્ષ ઓફર કરવામાં આવે છે.
- # આવી જ રીતે વાણિજ્ય અને વિનયન શાખામાં પણ Diploma, UG, PG and Ph.D લેવલે વિવિધ અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે.
- # મેડિકલ ક્ષેત્રે પણ Diploma, UG, PG and Ph.D લેવલે તમારા રસ-રૂચિને અનુરૂપ અભ્યાસક્રમો ઉપલબ્ધ છે.
- – સાથે જ છ મહિનાના સર્ટિફિકેટ કોર્સિસ પણ મળે છે.
મિત્રો, સ્વર્ણિમ યુનિવર્સિટીમાં ઉપલબ્ધ અભ્યાસક્રમોમાં ખૂબ જ બહોળા પ્રમાણમાં વિકલ્પો મળી રહે છે.
માત્ર તમારે તમને એટલે કે ‘સ્વ’ને ઓળખવાનું રહે છે. શું તમે કોઈ ક્રીએશન કરવાની કાબેલિયત ધરાવે છો? ઉદાહરણ તરીકે – આંગળીના ટચે આપણા ઘર પાસે ઓલા કે ઉબર આવી જાય? ઓનલાઈન શોપિંગ, ડિજિટલ યુગમાં રોજ જ નવીનીકરણ આપણી જિંદગીમાં પહોંચી જાય છે. ત્યારે તમારા પોતાનાં કૌશલ્યો અને કુશળતાઓ વિકસાવીને કારકિર્દીને સફળતાના પંથે લઈ જઈ શકો છો. આ યુનિવર્સિટીના કેમ્પસમાં ચાલતા વિવિધ અભ્યાસક્રમોમાં જેતે અભ્યાસક્રમોને લગતી તાલીમ ફરજિયાત હોય છે. જોડે જ વિવિધ ઈન્ડસ્ટ્રી જોડે કરાયેલા એમઓયુ જે 65 જેટલા છે તેમાં વિદ્યાર્થીઓને નોકરીની વિશાળ તકો, સમર ઈન્ટર્નશિપ, ઈન્ટર્નશિપ, પ્રેક્ટિકલ તાલીમ, અત્યાધુનિક ટેક્નોલોજી વિશે સજાગતા, મોટીવેશન લેક્ચર્સ મદદરૂપ થાય છે.
# સ્ટાર્ટઅપ ઈનોવેશન કે ઓન્ટ્રેપ્રેનરશીપ માટે જોઈતી કુશળતાઓ:
- – Real-world experience: જે ભણો છો તેનો જ વાસ્તવિક જિંદગીમાં અનુભવ એટલે કે થિયરીનો પ્રેક્ટિકલ અનુભવ.
- – સ્ટાર્ટ અપ આઈડિયા: કોઈ નવો વિચાર, ટેક્નોલોજીને જોડેલો હોય. માનવ જિંદગીમાં વધુ સુવિધા લાવવાવાળો વિચાર.
- – ગ્રાહકની જરૂરિયાત સમજવાની ક્ષમતા: વિચારનો અમલ, માર્કેટમાં જરૂરિયાતને મળતો હોવો જોઈએ.
- – ટીમવર્કમાં કાબેલિયત: મિત્રો હવે જમાનો કોલાબરેશનનો છે માટે ટીમ એફર્ટસમાં શ્રધ્ધા-વિશ્વાસ અને કાબેલિયત હોવી જોઈએ.
- ‘’ Innovative mind makes wonders’’