મૈત્રી સંબંધ જાળવી રાખવો હોય તો રાજકારણની ચર્ચાથી દૂર રહો – Gujaratmitra Daily Newspaper

Charchapatra

મૈત્રી સંબંધ જાળવી રાખવો હોય તો રાજકારણની ચર્ચાથી દૂર રહો

તાજેતરમા રવિવારની સાંજે એક શુભ પ્રસંગમાં જવાનું થયું. હાલની બેહદ ગરમીની મોસમમાં ચૂંટણીની મોસમપણ પૂરબહારમાં ચાલી રહી છે. અમારી બાજુમા એક યુવાનોના ગ્રુપમા ચૂંટણી વિશે ગરમાગરમ ચર્ચા ચાલી રહી હતી. એ બધા મિત્રોના ગ્રુપમાં એક મિત્ર સત્તાધારી પક્ષની આરતી ઉતારતો હતો તો એની સામે બીજો મિત્ર વિરોધ પક્ષના ગુનગાન ગાતો હતો. આ ચર્ચામાં બંને મિત્ર વચ્ચે બહુ ભારે વાદવિવાદ થયા. પછી મતભેદ થયા એમાંથી મનભેદ થયા. એક સમય એવો આવી ગયો કે બંને મિત્રોની ભાષા બદલાય ગઇ એ સાથે મિજાજ પણ બદલાય ગયો. અસલ સુરતી ભાષામાં યુવાનીના જોશમા વાતાવરણ તંગ થઇ ગયું.

આ આખો તમાશો એક વડિલથી જોવાયો નહી, રહેવાનું નહીં એટલે તેઓ વચમાં કુદી પડયા. અલ્યા ભાઇ તમે આવી જાડી ચામડીના નેતાની ચર્ચામાં અરસપરસ તમારા મીઠા મધૂરા મૈત્રી સંબંધ શા માટે બગાડો છો? એ બધા નેતાઓએ આજદિન સુધી કયારેય કોઇનું પણ કલ્યાણ કર્યું નથી. કરવાના પણ નથી. એ લોકો પોતાનું પેટ ભરશે તમારું કે મારું પેટ નહીં ભરે એની ગેરંટી. આવા લોહીના ઉકાળા કરીને શુભ પ્રસંગની મજા શું કામ બગાડો છો. ખાઇપીને મજા કરો.

પેલા યુવાન મિત્રોને અનુભવી વડિલની વાત ગળે ઉતરી પછી તેઓ શાંત થયા. એકબીજાને બાદમાં ગળે લગાડી શુભ પ્રસંગની મજા લીધી. એક વાત પાકી રાજકારણની કારણ વિનાની ચર્ચાથી દૂર રહેવામા શાનપણ છે. એ લોકો પાછળ તમારો કિમતી સમય બગાડવાની જરૂર નથી. ઘડીભર આવી ફાલતુ વાતો કયારેક ગંભીર સ્વરૂપ ધારણ કરતા વાર નથી લાગતી. એમાં સમય નહીં બગાડો. બચપનની મૈત્રી સંબંધ સુપેરે જાળવી રાખો. છોડો પારકી પંચાત.
સુરત     – જગદીશ પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

આતો કેવી અજબ જેવી વાત છે…
આપણે પ્રજા ગુજરાતની, ગૌરવ લઇએ છીએ માતૃભાષા પર અરદેશર માની જેમ ચાહી. તાજેતરની પરિસ્થિતિસાવ બદલાઈ ગઇ* બીનગુજરાતી રાજકીય નેતા સમગ્ર ગુજરાતમાં ફરે છે અને ગુજરાતીમાં જ વકતવ્ય આફે છે. સિક્કાની બીજી બાજુ ગુજરાતી મહાનુભાવ ગુજરાતમાં જન્મયા મોટા થયા, માતૃભાષા જ અને ગુજરાતની મારીમાં ઉછર્યા છતાં જયારે મંચ પર થી પ્રવચન આપવાનો વખત સ્વરાજ્યમાં આવે ત્યારે હિન્દીમાં જ આપે. આ તે કેવી અજબ જેવી વાત છે. બહુ બહુનો શરૂઆત ના બે અક્ષર ગુજરાતમાં ઉચ્ચાર, ત્યારબાદ સમગ્ર પ્રવચન ગુજરાતની ભૂમિપર હિન્દીમાં?
સુરત     – કુમુદ બક્ષી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top