વડોદરા: ૧૯ સપ્ટેમ્બરના દિવસે ગુજરાત મિત્ર દ્વારા એક અહેવાલ છાપવામાં આવ્યો હતો કે વડોદરાની મોટા ભાગના સર્કલ પર મહાન વિભૂતિઓની પ્રતિમા મુકવામાં આવી છે જે પ્રતિમાઓની જાળવણીમાં પાલિકા દ્વારા જાણે કોઈ કચાસ રાખવામાં આવી હોય તેટલી ખરાબ દુર્દશા મહાન વિભૂતિઓની છે જેને લઇને આજ રોજ પાલિકા દ્વારા હવે આ મહાન વિભૂતિઓ ની મરામત માટે કોઈ પણ કચાશ રાખવામા આવશે નહિ. અને આ મહાન વિભૂતિઓની જે પ્રતિમાઓ છે તેને હવે ટુંક સમયમાં જ મરામત કરવામાં આવશે.
જેથી ગુજરાત મિત્રએ જે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો તેને લઈને હવે પાલિકા તંત્ર જાગ્યું અને વડોદરામાં ઠેક ઠેકાણે મહાન વિભૂતિઓની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે તેની મરામત કરવાની તૈયારી કરી લીધી છે. ટુંક જ સમયમાં હવે એ પ્રતિમાઓની મરામત કરવામાં આવશે. પરંતુ કોર્પોરેશનના તંત્ર દ્વારા તેની કાળજી લેવાતી નથી. જેથી પ્રતિમાઓની હાલત બદતર બની છે. હજી ગઈકાલે ૨ ઓક્ટોબરે મહાત્મા ગાંધીની જન્મ જયંતિ ઉજવાઇ હતી.
વડોદરામાં ગાંધી નગરગૃહની બહાર ગાંધીજીની પ્રતિમા સ્થાપિત કરાઈ છે. આ પ્રતિમા પરથી પોપડા ઉઘડી ગયા છે અને રંગ પણ ઉખડી ગયો છે. પ્રતિમા ઉપર લીલ જામી ગઈ છે. બે દિવસ અગાઉ કોર્પોરેશનમાં લેખિત રજૂઆત કરી હતી કે ગાંધીજીની પ્રતિમાને બીજી તારીખે પુષ્પહાર અર્પણ કરીને અંજલી અપાય તે પૂર્વે ઠીક ઠાક કરવી, પરંતુ કોઈ કામગીરી થઈ નથી. આવી જ હાલત વડોદરાના રાજવી સયાજીરાવ ગાયકવાડની અશ્વારૂઢ કાલાઘોડા પ્રતિમાની પણ છે. જેના પર પોપડા ઉખડી રહ્યા છે અને લીલ થઈ ગઈ છે.