સુરત: (Surat) સુરત મનપા કમિશનર (Municipal Commissioner) બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, અમે ક્યારેય આંકડા (Statistics) છુપાવ્યા જ નથી. સુરત અને સુરતની આજુબાજુના વિસ્તારના દર્દીઓ તો રોજેરોજના જાહેર થાય જ છે, તેમાં છુપાવવા જેવું કાંઇ નથી. રહી વાત ઓક્સિજનની જરૂરિયાતની તો, સુરતના દર્દીઓ કરતાં બહારથી આવતા દર્દીઓને ઓક્સિજનની (Oxygen) જરૂર વધુ પડી રહી છે. કેમ કે, તે દૂર દૂરથી આવે છે ત્યાં સુધીમાં તો સીધા વેન્ટિલેટર કે બાયપેપ પર જ લેવા પડે છે. તેથી ઓક્સિજનની જરૂરિયાત બાબતે ચોક્કસતા હોતી નથી. તેથી કહી શકાય કે, સુરતની હોસ્પિટલોમાં જે બહારથી દર્દીઓ આવ્યા તે પૈકી મોટી સંખ્યામાં નાજૂક સ્થિતિમાં હતા અને હોય છે. તેથી ઓક્સિજનની જરૂરિયાત દર્દીની સંખ્યાના અનુસંધાને નહીં પણ તેની સ્થિતિ પર આધાર રાખે છે.
બહારના દર્દીઓને અટકાવવા માટે સિવિલ-સ્મીમેરમાં આધારકાર્ડ જોઈને જ દર્દી દાખલ કરવા વિચારણા
સુરત : શહેરમાં કોરોનાના કહેર એટલો વધી ગયો છે. કે લોકો ટપોટપ મરી રહ્યાં છે. જો કે એક આરોગ્ય વિભાગના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ તો શહેરમાં હાલ સ્થિતી થોડી સુધરી છે. પરંતુ હાલમાં શહેરની હોસ્પિટલોમાં જે દર્દીઓ સારવાર લઇ રહયા છે. તેમાંથી 50 ટકાથી વધુ દર્દીઓ તો સુરત શહેર અને જીલ્લાની બહારના છે. જેમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને સૌરાષ્ટ્ર, વાપી-વલસાડ વગેરેનો સમાવેશ થાય છે.
- હાલમાં કોવિડના 50 ટકાથી વધુ દર્દીઓ સુરત શહેર-જીલ્લાની બહારના એટલે કે અન્ય રાજય અને સૌરાષ્ટ્રના છે
- બહારના દર્દીઓ હોવાથી સુરતની સ્થિતિ નબળી દેખાવાની સાથે સુરતના લોકોને બેડ મળી રહ્યાં નથી તેવી ગંભીરપણે કવાયત શરૂ
બહારના દર્દીઓને ત્યા બેડ નહી મળતા સીધા સુરત આવીને એડમિટ થઇ રહ્યા છે. તેથી હવે નવી સિવિલ હોસ્પિ. ને સ્મીમેરમાં દર્દીઓને દાખલ કરવા માટે આધારકાર્ડને આધાર બનાવાય તેવી શકયતા પર વિચારણા ચાલી રહી છે. બહારથી આવતા દર્દીઓ સુરત મનપાના એટલે કે સુરતવાસીઓના નાણાથી ચાલતી સ્મીમેર હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહ્યાં છે. અને સુરતવાસીઓને બેડ મળતા નથી. આવી જ હાલત સુરત જીલ્લાના લોકો માટે બનેલી નવી સિવિલ હોસ્પિટલની છે, તેથી સ્થાનિક દર્દીઓ બેડથી વંચીત ના રહે તે માટે આધારકાર્ડમાં સરનામાને દાખલ કરવા માટેનો આધાર બનાવાય તેવી શકયતા જણાઇ રહી છે.