SURAT

VIDEO: રાજ્યના સૌથી ઊંચા 65 ફૂટના રાવણના પૂતળાનું સુરતમાં કરાશે દહન

સુરતઃ આ વર્ષે દશેરાના દિવસે રાજ્યમાં સૌથી ઊંચા રાવણના પૂતળાનું સુરતમાં દહન કરવામાં આવશે. સુરતમાં આ વર્ષે રાવણનું 65 ફૂટ ઊંચું પૂતળું બનાવવામાં આવ્યું છે, જેનું દશેરાની સાંજે રામલીલા મેદાનમાં દહન કરાશે.

  • યુપીના મુસ્લિમ કારીગરોએ બનાવ્યું 65 ફૂટ ઊંચું રાવણનું પૂતળું
  • છેલ્લાં 35 વર્ષથી સુરતમાં યુપીના મુસ્લિમ કારીગરો રાવણનું પૂતળું બનાવે છે
  • રામલીલા મેદાનમાં દશેરાની સાંજે રાવણના પૂતળાંનું દહન કરાશે

સુરતના રામલીલા મેદાનમાં દશેરાના દિવસે 65 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરવામાં આવશે. રાવણના આ પૂતળાનું મોટાભાગનું કામ પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. ભગવાન રામ આસુરી શક્તિ રાવણનું દહન કરી શકે એ માટે સુરતમાં છેલ્લા 35 વર્ષથી યુપીના મુસ્લિમ કારીગરો રાવણનું પૂતળું બનાવે છે.

સુતળી બૉમ્બ, કોઠી સહિત આતશબાજી દશેરાના દિવસે સુરતના વેસુ વિસ્તાર ખાતે વિશાળ મેદાનમાં આસુરી શક્તિના પ્રતીક રાવણનું મહાકાય પૂતળાનું દહન કરવામાં આવશે. જેમાં ભારે આતશબાજી પણ જોવા મળશે. રામ મંડળી દ્વારા આ માટે અદભુત આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં મેદાનમાં રાવણના 65 ફૂટ પૂતળાની સાથે અલગ અલગ પૂતળા પણ તૈયાર કરવામાં આવ્યા છે. આ અદભુત નજારો જોવા શહેરીજનોની વિશાળ મેદની દશેરાના દિવસે ઉમટશે અને રાવણ દહનનો નજારાનો લાભ ઉઠાવશે.

શ્રી આદર્શ રામલીલા ટ્રસ્ટના મહામંત્રી અનિલ અગ્રવાલે કહ્યું કે, પાછલાં ઘણાં વર્ષોથી સુરતમાં રામલીલા ટ્રસ્ટ દ્વારા રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. રાવણના પૂતળાના નિર્માણ માટે સ્પેશ્યિલી યુપીથી મુસ્લિમ કારીગરોને બોલાવવામાં આવે છે. અનેક દિવસોની મહેનતના અંતે આ કારીગરો રાવણનું આકર્ષક, ઊંચું પૂતળું બનાવે છે. દશેરાના દિવસે સંપૂર્ણ વિધિઓ મુજબ રાવણના પૂતળાંનું દહન કરવામાં આવે છે. આ આકર્ષક નજારો જોવા સુરતીઓ મોટી સંખ્યામાં રામલીલા મેદાનમાં ભેગા થાય છે.

Most Popular

To Top