સુરત: સુરત ઉતરાણ(Utaran) રામપાટ ઝુપડપટ્ટીમાં પતરાના છાંયડા(Shed)માં ખુલ્લે આમ રમાતા જુગારધામ(GamblingPlace) ઉપર સ્ટેટ વિજીલન્સએ(StateVigilance) દરોડા પાડી 24 જણાને ઝડપી(Arrested) પાડ્યા હતા. એટલું જ નહીં પણ પોલીસે(Police) 1.73 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ તમામ આરોપીઓ વિરુદ્ધ ઉતરાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ(Complaint) નોંધાવી હતી. સ્ટેટ વિજીલન્સના દરોડા બાદ ઉતરાણ પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ હતી.
સ્ટેટ વિજીલન્સના અધિકારીઓએ જણાવ્યું હતું કે ચોક્કસ બાતમીના આધારે આજે સવારે રેડ પાડવામાં આવી હતી. જેમાં જુગાર રમતા અને રમાડતા 24 જણા પકડાઇ ગયા હતા. એટલું જ નહીં પણ જુગારધામ ચલાવતો મુખ્ય સૂત્રધાર પણ પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. તમામ આરોપીઓને ઉતરાણ પોલીસને સોંપવામાં આવ્યા હતા. પોલીસે રોકડ રૂ.37,300 તેમજ મોબાઈલ નંગ 20-કિંમત રૂ. 86,500, વાહન-2 કિંમત રૂ. 50,000 મળી કુલ રૂપિયા 1,73 800નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
વધુમાં સૂત્રોએ જણાવ્યું હતું કે, વરલી મટકાનું કટીંગ લેનાર જીગર પટેલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. દરોડો પાડનાર અધિકારી એચ.વી.તડવી, પી.એસ.આઈ. એસ.એમ.સી હતા જેમણે આરોપીઓને ઉતરાણ પોલીસના હવાલે કર્યા છે. ઉતરાણ પોલીસે આગડની તપાસ હાથ ધરી છે.
આરોપીઓની યાદી
1. ઈમ્તિયાઝ ઉર્ફે બાવા અકબર પઠાણ રહે કોસાડ આવાસ રૂમ નંબર.4,અમરોલી (મુખ્ય અરોપી), 2. દિલીપભાઈ ભીમરાવભાઈ પાટીલ .રહે કોસાડ આવાસ એચ 1 બિલ્ડીંગ રૂમ.નંબર.96 અમરોલી, 3. ઈમરાન ગફાર સૈયદ. રહે કોસાડ આવાસ h2 મકાન નંબર.154 રૂ. Nu.15, 4. મુકેશ ગોવિંદ દેવીપૂજક રહે કોસાડ આવાસ બિલ્ડીંગ નુ.88 અમરોલી, 5. રતિલાલ વાલાભાઈ પટેલ રહે.ઉતરણ દેવીકૃપા સોસાયટી., 6. અખ્તર હુસેન મખ્દુમ શેખ .રાહે. સોનારી મહેલ કોઠી રોડ ભરૂચ, 7. અજરખાન આરીફખાન પઠાણ .રહે કોસાડ આવાસ અમરોલી, 8. અસલમ અબદુલ શેખ (રહે અમરોલી કોસાડ આવાસ), 9. સુકાભાઈ સનાભાઈ રાઠોડ, 10. જયંતિભાઈ બાબુભાઈ કાનાણી, 11. ગાંડાભાઈ બાબાભાઈ પટેલ, 12. અંકિતભાઈ ચંદુભાઈ પટેલ, 13. હનીફ યુસુફ સુમરા, 14. મહેશ ભીખાભાઈ રાઠોડ, 15. મનોજભાઈ બચુભાઈ દેવીપૂજક, 16. રાજુભાઈ મોહનભાઈ ચૌહાણ, 17. અલ્પેશભાઈ બાબુભાઈ માંગરોલીયા, 18. ગજનાદ કેશવલાલા પાલકહાર, 19. રાકેશભાઈ ઠાકુરભાઈ ગામીત, 20. નવીન રવજીભાઈ રાઠોડ, 21. મુન્નાભાઈ દલસુખભાઈ દેવીપૂજક, 22. ગુલાબસીદિક અબ્દુલગફાર મેમણ, 23. મુકેશભાઈ ત્રિભુવનભાઈ અજમેરી, 24. સાહિલ નહીમ શેખ
ઉતરાણમાં ખુલ્લેઆમ ચાલતા જુગારધામ ઉપર સ્ટેટ વિજીલન્સના દરોડા
By
Posted on