Vadodara

સ્ટેટ રાયફલ શુટિંગ સ્પર્ધામાં વડોદરાના ફાળે 47 મેડલ આવ્યા

વડોદરા: તાજેતરમાં 25 ફેબ્રુઆરી થી 6 માર્ચ દરમિયાન અમદાવાદ ખાતે રાયફલ એસોસિયેશન દ્વારા ગુજરાત સ્ટેટ શુટિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા વડોદરા શહેર-જિલ્લાના 90 શુટર્સ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. સ્પર્ધામાં 10 મીટર, 25 અને 50 મીટરની રેન્જ પર મેન,વુમન, જુનિયર મેન, ડેસ્ક વુમન, યુથ મેન- યુથ વુમન કેટેગરી રાખવામાં આવી હતી. કુલ 77 કેટેગરી રાખવામાં આવી હતી. જેમાં વડોદરાના શુટર્સે ખૂબ  સારો દેખાવ કરી કુલ 47 મેડલો જિત્યા હતા. જેમાં 22 ગોલ્ડ મેડલ, 16 સિલ્વર મેડલ અને 9 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.

રાજ્યકક્ષાની આ સ્પર્ધામાં સમગ્ર રાજ્યના વિવિધ શહેરોમાંથી રાઇફલ શુટર્સની ટીમો આવી હતી. જેમાં વડોદરાની ટીમે 47 મેડલો જીતી રાજ્યમાં બીજું સ્થાન મેળવ્યું હતું. અત્રે ઉલ્લેખિય છે કે, વિજેતા ટીમને રાઇફલ કલબના પ્રમુખ અરવિંદભાઇ ઉપપ્રમુખ સંજયભાઇ હલવાઇ અને ભાવીનભાઇ ગાયકવાડ તેમજ મંત્રી દિપક હલવાઇ દ્વારા અભિનંદન આપવામાં આવ્યા હતા.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top