દાહોદ: દાહોદમાં ૭૨માં પ્રજાસત્તાક દિનની રાજ્ય કક્ષાની ઉજવણીનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. દેશની આઝાદા બાદ બંધારણ સમિતિએ આપેલા વિશ્વના અજોડ કાયદા એવા ભારતીય બંધારણનો આપણે સૌએ સ્વીકાર કર્યાના અવસરને પૂર્ણ શાનથી ઉજવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરાઇ છે. પ્રજાસત્તાક દિને પોલીસ તંત્ર દ્વારા ૯૦ રાઉન્ડ ગોળીબાર કરી તિરંગાને સલામી આપવામાં આવશે.
દાહોદમાં આવેલા પ્રજાસત્તાક દિનની પરેડના નોડેલ અધિકારી એવા નાયબ પોલીસ અધીક્ષક શ્રી વિજયસિંહ પરમારે કેટલીક રસપ્રદ માહિતી આપી. ૭૨માં પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં વોલી ફાયરિંગ કરવામાં આવશે. જેને ગુજરાતીમાં હર્ષધ્વની તરીકે પણ ઓળખવામાં આવે છે. વોલી ફાયરિંગ મૂલઃ તિરબાજોની એક પ્રકારની યુદ્ધની રણનીતિ છે.