નર્મદા ખાતે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની મુલાકાતે આવેલા કેન્દ્રિય મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું હતું કે ‘પાટીદારોને ઓબીસી અનામતમાં સમાવવા કે નહીં તે અધિકાર કેન્દ્રએ રાજ્ય સરકારોને આપ્યો છે. જેના પગલે હવે ગુજરાત સરકારે ત્વરીત પાટીદાર અનામતમાં સ્થાન આપીને નિર્ણય લેવો જોઈએ.’
આઠવલેએ કહ્યું હતું કે, રિપબ્લિકન પાર્ટી ગુજરાતમાં પણ તેનો વિસ્તાર કરવા માંગે છે, એટલે 2022ની વિધાનસભાની ચૂંટણી અણે ગુજરાતમાં લડીશું. આ માટે જરૂર પડ્યે ભાજપ પાસે 4થી5 બેઠકો માંગીશું. તેમણે કહ્યું હતું કે ‘2024માં પણ લોકસભાની ચૂંટણીમાં પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપની સરકાર રચાશે. જો ભાજપ અમને આટલી બેઠકો નહીં આપે તો અમે આગળ વિચાર કરીશું. એક પ્રશ્નના જવાબમાં આઠવલેએ કહ્યું હતું કે કોંગ્રેસના નેતાઓને ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ જોવા જવામાં ડર લાગે છે. જો કોંગી નેતાઓ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ જોવા જશે તો ચક્કર ખાઈને પડી જશે.