ગુજરાત(Gujarat)માં હાલ હોસ્પિટલ(hospital)માંથી અથવા દર્દીના ઘરે જઇને જે સેમ્પલ (sample) લેવામાં આવે છે તેના ચાર્જમાં રૂ.200 નો અને લેબોરેટરીમાં ટેસ્ટીંગ (lab testing) માટેના ચાર્જમાં રૂ. 100 નો ઘટાડો (charges decrees) કરવાની જાહેરાત નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે. સાથે જ દર્દીઓને ઓક્સીજન(oxygen)ની સુવિધા પુરી પાડવા માટે રાજ્યની 11 હોસ્પિટલોમાં PSA મેડીકલ ઓક્સીજન જનરેશન પ્લાન્ટ સ્થાપવાનું આગોતરૂ આયોજન પણ છે.
નાયબ મુખ્યમંત્રી (deputy cm) નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં પ્રવર્તી રહેલ કોરોનાની પરિસ્થિતિ સંદર્ભે કોરોનાના દર્દીઓ(corona patients)ના ખાનગી લેબોરેટરીમાં RT-PCR ટેસ્ટ કરવામાં આવે છે તેમાં ટેસ્ટીંગના દરોમાં નાગરિકોને ફાયદો થાય તે માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી (cm rupani) સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ ટેસ્ટીંગના ભાવમાં ઘટાડો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે જે અંતર્ગત હોસ્પિટલમાંથી અથવા દર્દીના ઘરે જઇને જે સેમ્પલ લેવામાં આવે છે તેનો ચાર્જ અત્યારે રૂ. 1100 છે તેમાં રૂ. 200 નો ઘટાડો કરી રૂ.900 અને લેબોરેટરીમાં જે ટેસ્ટીંગ કરવામાં આવે છે તેનો ચાર્જ અત્યારે રૂ. 800 છે તેમાં રૂ. 100 નો ઘટાડો કરી રૂ. 700 કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ભાવ ઘટાડાનો નિર્ણય તા.20.04.2021 થી રાજ્યની તમામ ખાનગી લેબોરેટરીઓએ અમલ કરવાનો રહેશે.
રાજ્યભરમાં કોરોના સંદર્ભે ગુજરાત રાજ્યની સરકારી લેબોરેટરી દ્વારા RT-PCR તથા એન્ટીજન ટેસ્ટ વિનામૂલ્યે કરવામાં આવી રહ્યાં છે તેની વિગતો આપતા નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, તા.18-4-2021 ના રોજ RT-PCR ના 73711 એન્ટીજનના 92000 ટેસ્ટ મળી કુલ-165711 ટેસ્ટ કરાયા છે જ્યારે અત્યાર સુધીમાં રાજ્યભરમાં અત્યાર સુધીમાં કોરોનાના 4099578 RT-PCR અને 11916927 એન્ટીજનના ટેસ્ટ મળી કુલ – 16016505 જેટલા ટેસ્ટ રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્યે કરાયા છે.
નાયબ મુખ્યમંત્રીએ કોરોનાના દર્દીઓને ઓક્સીજનની સવલતો સત્વરે મળી રહે તે માટે મહત્વની જાહેરાત કરતાં કહ્યું કે, રાજ્ય સરકાર હસ્તકની 11 હોસ્પિટલોમાં કોવિડના દર્દીઓની સારવાર માટે PSA મેડીકલ ઓક્સીજન જનરેશન પ્લાન્ટ સ્થાપિત કરવાનો પણ નિર્ણય કર્યો છે, જેમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે 2000 એલ.પી.એમ. તથા સોલા જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલ અને વડોદરાની ગોત્રી જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલ ખાતે 1200 એલ.પી.એમ. તેમજ પાટણની ધારપુર જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલ, જુનાગઢની જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલ, જનરલ હોસ્પિટલ, બોટાદ, લુણાવાડા, મહેસાણા, પોરબંદર, સુરેન્દ્રનગર અને વેરાવળ ખાતે 700 એલ.પી.એમ. ની ક્ષમતા ધરાવતાં મેડીકલ ઓક્સીજન જનરેશન પ્લાન્ટ પ્રસ્થાપિત કરવાનું આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે. જેના કારણે કોરોનાના દર્દીઓને ઓક્સીજનની સુવિધા મળતાં મહામુલી જીંદગી બચાવી શકાશે.
મા-કાર્ડની મુદ્દત આગામી તા. 30 મી જૂન, 2021 સુધી લંબાવાઈ
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યુ છે કે, કોરોનાની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લઈને નાગરિકોને આરોગ્યલક્ષી સારવાર માટે સહાય રૂપ થવા માટે મા-કાર્ડની મુદ્દત આગામી 30 મી જૂન-2021 સુધી લંબાવવાનો આરોગ્ય વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે. સાથે ઉમેર્યું હતું કે નાગરિકોના મા-કાર્ડની મુદ્દત તા. 31-03-2021 ના રોજ પુરી થઇ છે. તેવા નાગરિકો માટે હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મા-કાર્ડની મુદ્દત વધુ ત્રણ મહિના એટલે કે, તા.30-06-2021 સુધી લંબાવવાનો નિર્ણય કરાયો છે જેની રાજયના સર્વે નાગરિકોને નોધ લેવા વિનંતી છે.