નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) હાલ અમેરિકાની (America) મુલાકાતે (Visit) ગયા છે. અમેરિકામાં PM મોદી માટે વ્હાઈટ હાઉસમાં સ્ટેટ ડિનરનું (State dinner) આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્ટેટ ડિનરમાં ગુગલના CEO સુંદર પિચાઈ (Sundar Pichai), મુકેશ અંબાણી (Mukash Ambani) અને તેમની પત્ની નીતા અંબાણી (Nita Ambani) પણ આ સ્ટેટ ડિનરમાં હાજર રહ્યા હતા. આ ડિનરમાં ભારત અને વિશ્વની લગભગ 400 હસ્તીઓએ ભાગ લીધો હતો. PM મોદીની આ મુલાકાત ઘણી ખાસ માનવામાં આવી રહી છે. આ મુલાકતથી બંને દેશોને આશા છે કે તેમના સંબંધો વધુ ગાઢ અને મજબૂત થશે.


ડિનરમાં મુકેશ અંબાણી પત્ની નીતા અંબાણી સાથે હાજર રહ્યા હતા
અમેરિકાના પ્રવાસ દરમિયાન નરેન્દ્ર મોદીએ સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કર્યુ હતું. ત્યાર પછી PM મોદી માટે ગુરૂવારે વ્હાઈટ હાઈસમાં સ્ટેટ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડિનરમાં ભારતના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણી, મહિન્દ્રા કંપનીના ચેરમેન આંનદ મહિન્દ્રા, ગુગલના CEO સુંદર પિચાઈ, માઈક્રોસોફ્ટના CEO સત્યા નડેલા અને તેમની પત્ની અનુ નડેલા, ભારતીય-અમેરિકન બિઝનેસ એક્ઝિક્યુટિવ ઈન્દ્રા નૂયીએ પણ આ સ્ટેટ ડિનરમાં હાજરી આપી હતી. આ ઉપરાંત સ્ટેટ ડિનરમાં એપલ કંપનીના CEO ટિમ કુકેએ પણ હાજરી આપી હતી.

વિદેશ મંત્રી એસ જયશંકરે પણ હાજરી આપી હતી
વિદેશ મંત્રી એસ જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રા, અમેરિકાના વિદેશ મંત્રી એન્ટોની બ્લિંકન, યુએસ સ્પીકર નેન્સી પેલોસી અને ભારતમાં યુએસ એમ્બેસેડર એરિક ગારસેટ્ટીએ પણ હાજરી આપી હતી. ભારતીય-અમેરિકી ફિલ્મ નિર્માતા એમ નાઈટ શ્યામલન, જેરોધાના સહ-સ્થાપક નીખીલ કામથ, ફ્લેક્સટ્રોનિક્સના સીઈઓ રેવતી અદ્ધૈથી, નેટફ્લિક્સના ચીફ કંટેંટ ઓફિસર બેલા બજરિયા, અડોબના સીઈઓ શાંતનુ નારાયણ, યુએસમાં ભારતીય રાજદૂત તરનજીત સિંહ સંધુ અને ભારતીય-ઓરશીન રાજકુમારી રાજપૂત રાજકુમારે પણ આ ડિનરમાં હાજરી આપી હતી. યુ.એસ.ના પ્રતિનિધિ રો ખન્ના અને તેમની પત્ની રીટા ખન્ના, અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનની પૌત્રી નાઓમી બિડેન અને તેમના પતિ પીટર નીલ પણ સ્ટેટ ડિનર માટે વ્હાઇટ હાઉસ આવી પહોંચ્યા હતા.
ડિનરમાં ઉપસ્થિત મહેમાનોની લિસ્ટ લાંબી છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે રાખવામાં આવેલ સ્ટેટ ડિનરમાં ઉપસ્થિત મહેમાનોની યાદી ખુબજ લાંબી હતી. આ સ્ટેટ ડિનરમાં મોટી હસ્તિઓમાં રોનક દેસાઈ અને બંસારી દેસાઈ, હુમા આબેદિન અને તામની પત્ની હેબા આબેદિન, રીમ એકરા અને ડૉ. નિકોલસ તાગલે, પ્રમુખના નાયબ સહાયક અને પ્રથમ મહિલા અને ચાર્લ્સ બીરોના નીતિ અને પ્રોજેક્ટના નિયામક માલા અદિગા, સલમાન અહેમદનો પણ સમાવેશ થાય છે. કિરણ આહુજા, સેમ ઓલ્ટમેન અને ઓલિવર મુલ્હેરિન, યુએસ સેક્રેટરી ઑફ ડિફેન્સ લોયડ ઑસ્ટિન અને તેમની પત્ની ચાર્લીન ઑસ્ટિન, બેલા બાજરિયા અને રેખા બાજરિયા, ડૉ. ભરત બારાઈ અને પન્ના બારાઈ, જોશ બેકનસ્ટેઈન અને અનિતા સાથે બેકનસ્ટીન, જોશુઆ બેલ, એન્થોની બર્નલ, રાષ્ટ્રપતિના મદદનીશ અને પ્રથમ મહિલાના વરિષ્ઠ સલાહકાર પણ આ સ્ટેટ ડિનરમાં હાજર રહ્યા હતા.
આ મેનું રાખવામાં આવ્યું હતું
પીએમ મોદી માટે રાખવામાં આવેલ મેનુની વાત કરીએ તો સ્ટેટ ડિનરના મેનૂમાં મેરીનેટેડ મિલેટ, ગ્રિલ્ડ કોર્ન કર્નલ સલાડ, કોમ્પ્રેસ્ડ વોટરમેલન અને ટેન્ગી એવોકાડો સોસનો સમાવેશ થાય છે. આ મેનું અમેરિકાની ફર્સ્ટ લેડી જીલ બિડેને ગેસ્ટ શેફ નીના કર્ટિસ અને વ્હાઇટ હાઉસના અન્ય શેફ સાથે મળીને તૈયાર કર્યું હતું. મુખ્ય કોર્સમાં સ્ટફ્ડ પોર્ટોબેલો મશરૂમ્સ, ક્રીમી સેફ્રોન ઇન્ફ્યુઝ્ડ રિસોટ્ટો ઉપરાંત સુમેક રોસ્ટેડ સી-બાસ, લેમન યોગર્ટ સોસ, ક્રિસ્પ્ડ મિલેટ કેક અને સમર સ્ક્વોશનો સમાવેશ થાય છે.