રાજ્યમાં કોરોનાના કેસ વધતાં મહાનગરોમાં સચિવોને જવાબદારી સોંપાઈ – Gujaratmitra Daily Newspaper

Gujarat

રાજ્યમાં કોરોનાના કેસ વધતાં મહાનગરોમાં સચિવોને જવાબદારી સોંપાઈ

GANDHINAGAR : પીએમ નરેન્દ્ર મોદી ( PM NARENDRA MODI ) સાથે આજે યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં થયેલી ચર્ચા બાદ આજે રાત્રે મુખ્ય મંત્રી વિજય રૂપાણી ( VIJAY RUPANI) અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલની ( NITIN PATEL) અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના ( CORONA) સંક્રમણની વર્તમાન પરિસ્થિતિની વિસ્તૃત ચર્ચા અને સમીક્ષા લંબાણપૂર્વક હાથ ધરાયા બાદ મહત્વના નિર્ણયો સરકારે લીધા છે. રાજયમાં આજે કોરોનાના નવા 1122 કેસો નોંધાયા છે. આ કોર કમિટીની બેઠકમાં વધુ મહત્વપૂર્ણ નિર્ણયો લઇને રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ માટેના ઉપાયો સઘન બનાવવાની સૂચનાઓ આપવામાં આવી હતી.

આ મહત્વના નિર્ણયો અનુસાર રાજ્યમાં કોરોના ટેસ્ટિંગ ( CORONA TESTING) ની સંખ્યા વધારવા તેમજ કોન્ટેક ટ્રેસિંગ ઉપર વિશેષ ધ્યાન આપવા અને કન્ટેનમેન્ટ ઝોન જરૂર જણાય ત્યાં વધારવાની સૂચના આપવામાં આવી છે. આવતીકાલથી અમદાવાદ મનપા દ્વારા કોરોનાના કેસો વધી જતાં હવે તમામ બાગ બગીચા તેમજ પ્રાણી સંગ્રહાલય બંધ કરી દેવાની સૂચના આપવામાં આવી છે. જયારે સુરત સહિત ચાર મહાનગરોમાં રાત્રીના 10થી સવારના છ વાગ્યા સુધી કફર્યુ લાગુ કરાયો છે. મુખ્ય મંત્રી રૂપાણીએ રાજ્યમાં કોરોના વેકસીનેશનની ( CORONA VACCINATION) કામગીરીનો વ્યાપ વધારવા વધુ સેન્ટરો ખોલવા માટે અને કોરોના વેકસીનેશન સેન્ટરનો સમય રાત્રે ૯.૦૦ વાગ્યા સુધીનો રાખવા માટે પણ આ બેઠકમાં સૂચનાઓ આપી હતી.

તેમણે કહ્યું હતું કે હાલ સરેરાશ રોજના દોઢ લાખ લોકોનું વેકેસીનેશન થાય છે તે વધારીને ત્રણ લાખ સુધી કરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં ફરજીયાત માસ્ક ( MASK) અને સોશિયલ ડિસ્ટન્સના ( SOCIAL DISTANCE) નિયમોનું કડકાઇથી પાલન થાય અને નિયમોના ભંગ સામે ગૃહ વિભાગ કડક કાર્યવાહી કરે તેવી પણ સૂચનાઓ આપી છે. રાજ્યમાં ચાર મહાનગરોમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં લઇને આ મહાનગરોમાં કોરોના સંક્રમણ નિયંત્રણ અને સારવારના ઉપાયો માટે સ્થાનિક તંત્રના માર્ગદર્શન અંગે ચાર વરિષ્ઠ સચિવોને તાકીદના ધોરણે આ શહેરોની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ ગુપ્તાને અમદાવાદ, શિક્ષણ સચિવ વિનોદ રાવ અને નાણા સચિવ (ખર્ચ) મિલિન્દ તોરવણેને વડોદરા તેમજ ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તાને રાજકોટ અને જીઆઇડીસીના મેનેજિંગ ડિરેકટર એમ.થેન્નારસનને સુરતની જવાબદારી સોંપવામાં આવી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top