સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના મંત્રને દેશના યુવાનોએ ખૂબ જ ગંભીરતાથી લઈ લીધો હોય તેમ દરેક શહેરમાં નવા સ્ટાર્ટ અપ દર બીજા મહિને ખુલી રહ્યા છે. આજે દેશમાં 1 લાખ 30 હજારથી વધુ નોંધાયેલા સ્ટાર્ટ અપ છે. દુબઈ મુંબઈ ની જેમ સુરત પણ આવે નવા સ્ટાર્ટઅપ્સ માટે એક પ્લેટફોર્મ સીટી બની ગયો છે અહીં દેશ વિદેશના ઉદ્યોગ સાહસિકોને તેમના સ્ટાર્ટ અપમાં રોકાણ મળી રહે તે માટે છેલ્લા બે વર્ષથી સ્ટાર્ટ અપ મેળાના આયોજન થઈ રહ્યા છે. આ વર્ષે ત્રીજી વખત આવું જ એક આયોજન જૂન મહિનામાં થવા જઈ રહ્યું છે જેમાં દુબઈ, યુએસ, મુંબઈ સહિત દુનિયાભરમાંથી સ્ટાર્ટઅપ્સ ભાગ લેવાના છે.
સુરત સ્થિત અગ્રણી વેન્ચર કેપિટલ ફર્મ અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સમર્થક ગ્રોથ એસોસિએટ્સ દ્વારા ડાયમંડ સિટી સુરતમાં 15-16 જૂને તેની ફ્લેગશિપ ઇવેન્ટ 218Y72ની ત્રીજી આવૃત્તિનું આયોજન કરવામાં આવશે.આ ઈવેન્ટનો હેતુ સુરતને વૈશ્વિક સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ મેપ પર લાવવાનો છે. 200 થી વધુ સ્ટાર્ટઅપ સ્થાપકો 600- રોકાણકારો અને ઉદ્યોગ અગ્રણીઓ સહિત 20,000 થી વધુ સહભાગીઓ સાથે તે દેશમાં તેના પ્રકારની સૌથી મોટી સ્ટાર્ટઅપ સમિટમાંની એક હશે.
આ ઇવેન્ટ નેટવર્કિંગ શીખવા અને સહયોગ માટે અસાધારણ પ્લેટફોર્મ પ્રદાન કરશે100 થી વધુ વેન્ચર કેપિટલ ફડ્સ અને 500 એન્જલ રોકાણકારોની હાજરી સાથે આ સમિટ સ્ટાર્ટઅપ્સને તેમની ઓફરો દર્શાવવા અને દેશના ટોચના રોકાણકારો સમક્ષ તેમના વિચારો રજૂ કરવા માટે એક અજોડ તક પૂરી પાડે છે. આ ઇવેન્ટમાં પેનલ ચર્ચાઓ કીનોટ એડ્રેસ અને ઇન્ટરેક્ટિવ વર્કશોપ પણ યોજાશે. જે ઉદ્યોગ સાહસિકોને મૂલ્યવાન જ્ઞાન અર્થપૂર્ણ જોડાણો અને વિકાસની તકો સાથે સશક્ત બનાવશે.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને રોકાણકાર પ્રતીક તોશનીવાલે જણાવ્યું હતું કે અગાઉ યોજાયેલી બીજી આવૃત્તિમાં 16,000 લોકોની ઉપસ્થિતિની સરખામણીમાં આ વર્ષે યોજાનારી 218Y72 ની ત્રીજી આવૃત્તિમાં 20,000 થી વધુ લોકોની ભાગીદારી જોવા મળશે અને તે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત કરવામાં વધુ મોટી ભૂમિકા ભજવવા માટે તૈયાર છે.
IVY ગ્રોથ એસોસિએટ્સના સહ-સ્થાપક રચિત પોદારે જણાવ્યું હતું કે આ સમિટની મુખ્ય હાઇલાઇટ્સમાંની એક ટ્રેલબ્લેઝર્સ માઇન છે જે સ્ટાર્ટઅપ્સ માટે લાઇવ પિચિંગ અને ફંડ એકત્ર કરવાની ઇવેન્ટ છે. જેમાં પસંદ કરેલા સ્ટાર્ટઅપ્સને પ્રતિષ્ઠિત રોકાણકારો માર્ગદર્શકો અને ઉદ્યોગ અગ્રણીઓ સમક્ષ તેમના વિચારો રજૂ કરવાની તક મળશે. આ ઉપરાંત લગભગ 100 જેટલા સ્ટાર્ટઅપ્સ તેમના નવીન ઉત્પાદનો અને સર્વિસનું પ્રદર્શન કરશે.