વડોદરા: વડોદરાના વોર્ડ નંબર 13 વિસ્તારમાં સમાવિષ્ટ કાશી વિશ્વનાથ તળાવની અંદર જંગલી વનસ્પતિનો ઉપદ્રવ વધી જતા કોર્પોરેશન દ્વારા આ જ સવારથી વીડ કટર મશીન તળાવમાં ઉતારવામાં આવ્યું છે. કાશી વિશ્વનાથ તળાવની અંદર ડ્રેનેજના પાણી ખુલ્લેઆમ છોડવામાં આવે છે, અને વારે ઘડીએ તળાવનું લેવલ પણ ગંદા પાણીને લીધે ભરાઈ જાય છે. ગટરના પાણી છોડવામાં આવતા હોવાના કારણે જંગલી વનસ્પતિનો ઉપદ્રવ પણ ઝડપથી વકરે છે ,અને ગંદકી ખૂબ ફેલાતી રહે છે. આ તળાવમાં દર વખતે જંગલી વનસ્પતિ નો ઉપદ્રવ ખૂબ જ વધી જાય છે અને તેના કારણે ગંદકી ફેલાતા જીવજંતુ અને મચ્છરોનો પણ વકરે છે.પાલિકા ની આ સુંદર કામગીરી થી નાગરિકો મા આનંદની લાગણી ફેલાઈ છે. કારણ કે મચ્છરોના ત્રાસ થી લોકો કંટાળી ગયા હતા જે તળાવ સાફ કરવાથી મચ્છરો દૂર થશે.
કાશી વિશ્વનાથ તળાવમાં જંગલી વનસ્પતિનો કટર મશીનથી કાપવાની શરૂઆત કરી
By
Posted on