Vadodara

આવતીકાલથી ચિત્રા નક્ષત્ર સાથે નવરાત્રિનો પ્રારંભ

વડોદરા : તારીખ ૭ ઓકટોબરને ગુરૂવાર ચિત્રા નક્ષત્ર સાથે વૈધૃતી યોગમાં માં ભગવતીની પરમ કૃપા પ્રાપ્ત કરવા માટે અતિ ઉત્તમ અવસર એટલે શારદીય આસો નવરાત્રનો પ્રારંભ થશે. શારદીય નવરાત્ર એટલે શક્તિ ની ઉપાસનાનો અવસર. ગુરુવારથી  ભક્તો આદ્યશક્તિના આરાધ કરવામાં લીન થશે. જ્યોતિષાચાર્ય સત્યમ જોષીએ જણાવ્યું હતું કે, આપણા શાસ્ત્રો માં ચાર નવરાત્રી નું મહત્વ વિશેષ છે જેમાં ચૈત્ર માં ચૈત્રી નવરાત્રી,અશ્વિન એટલે આસો માસમાં શારદીય નવરાત્રી, માઘ અને અષાઢ માં આવતી નવરાત્રી ને ગુપ્ત નવરાત્રી કીધી છે અને શારદીય નવરાત્ર એટલે સાધના, ઉપાસનાનું પર્વ શારદીય નવરાત્રીમાં દેવી સાધના શ્રેષ્ઠ ફળ દાયક છે મનુષ્ય જીવન ઊર્જા વગર વ્યર્થ છે અને એ ઊર્જા એટલે જ શક્તિ માટે જ શક્તિ ની ઉપાસના મનુષ્ય જીવન માં જરૂરી છે આપણા શાસ્ત્ર માં લખ્યું જ છે કલો ચંડી વિનાયક એટલે કે કળયુગ માં ગણેશજી અને શક્તિની ઉપાસના એ લાભ કારી છે

દેવી ઉપાસના કરવાથી મનુષ્ય જીવન માં શક્તિ , કાર્ય,સિધ્ધિ તેજ ઇત્યાદિ ની પ્રાપ્તિ થાય છે મનુષ્ય જીવનમાંનુ મહતવ અનેરૂ છે બાળક નું મન અને ઈચ્છા એક “માં” જ  જાણી શકે માટે જીવન માં શક્તિ રૂપી માતૃ ભક્તિ નું વિશેષ મહત્વ છે. જીવન માં રહેલ કષ્ટ આધી વ્યાધિ ઉપાધિ પીડાઓ ગ્રહ પીડાઓ કેવલ શક્તિ ની ઉપસનાથીજ દૂર થાય છે અને  જીવન સુખ શાંતિ એ કેવલ શક્તિ ની ઉપસનાથી જ પ્રાપ્ત થાય છે શારદીય નવરાત્રીનો પ્રારંભ અદભૂત ચિત્રા નક્ષત્ર અને વૈધૃતિ યોગ માં થાય છે જે શક્તિ ની ઉપાસના માટે અતિઉત્તમ છે જે જીવન ના અનેક કષ્ટો માંથી રાહત આપે છે નવરાત્રી ના નવ દિવસ માતાજી ના અલગ અલગ નવદુર્ગા ના સ્વરૂપનું પૂજન લાભ કારી રહે છે.

Most Popular

To Top