Vadodara

કોવિડની શરૂઆત @ 36 કલાક 09 કેસ

વડોદરા: વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેરમાં છેલ્લા 36 કલાકમાં નવા 9 કેસ નોંધાયા છે. કોરોનાના કેસની કુલ સંખ્યા 1,00,663 પર પહોંચી ગઇ છે. વધુ 10 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 1,00,135 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 544 પર પહોંચ્યો છે. વડોદરા શહેરમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા ઘટીને 20 થઈ છે. હાલમાં હોસ્પિટલોમાં 8 દર્દી દાખલ છે. હાલ શહેરમાં 36 લોકો ક્વોરન્ટીન છે. વડોદરામાં અકોટા, બાપોદ, છાણી, દંતેશ્વર, ગાજરાવાડી, ગોત્રી, કપુરાઈ, નવીધરતી અને ઉંડેરામાં નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરામાં ઝોન પ્રમાણે નવા નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો પૂર્વ ઝોનમાં 2, પશ્ચિમ ઝોનમાં 3, ઉત્તર ઝોનમાં 2 અને દક્ષિણ ઝોનમાં 2 કેસ નોંધાયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ચીનમા કોરોનાએ હાહાકાર મચાવતા ભારત પણ એલર્ટ બન્યું છે ચીન મા હાલ રોજ દોઢ લાખ લોકો કોરોના થી સક્રમિત થાય છે. ચીન મા રોજ કોરોના થી ત્રણ હજાર થી વધુ ના મોત થાય છે કેન્દ્ર ના આરોગ્ય વિભાગે રાજ્યો ને તકેદારી રાખવા ની સલાહ આપતા ગુજરાત પણ સતર્ક બન્યું છે જેના પગલે વડોદરાનું તંત્ર હરકત મા આવ્યું છે આજે વડોદરા મહાનગર પાલિકાના કમિશનરે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે વડોદરામાં સપ્ટેમ્બર માસમાં અમેરીકાથી આવેલી વૃદ્ધાને કોરોના પોઝીટીવ આવ્યો હતો.જે બાદ વૃદ્ધાએ હોમ આઇસોલેશનમાં સારવાર લીધી હતી. વૃદ્ધાના સેમ્પલને જીનોમ સિકવન્સીંગ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા.જેમાં મહિલાને કોરોનાના ઓમીક્રોન BF.7 વેરીયન્ટથી સંક્રમિત થઇ હોવાની પુષ્ટી થઇ છે. આ રિપોર્ટ ત્રણ મહિને આવ્યો છે.

હાલ વૃદ્ધા ઘરે છે અને તેમની તબિયત સામાન્ય હોવાનું પાલિકાની અખબારી યાદીમાં સામે આવ્યું છે. પાલિકા તંત્ર દ્વારા જે તે સમયે ગાઇડલાઇન પ્રમાણે ત્રણ લોકોનું કોન્ટેક્ટ ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. જે તમામના પરિણામ નેગેટીવ આવ્યા હતા.
વધુમાં કમિશનરે નગરજનો ને સાવચેત રહેવા જણાવ્યું હતું. શહેરમા કોરોના મામલે હાલ કોઈ સૂચના નાગરિકો માટે જાહેર કરાઈ નથી. પરંતુ વડોદરા મા ફરી પાછો કોરોના આવશે તેવી વાતો ફેલાતા આજે ઘણા લોકો જાહેર મા માસ્ક પહેરી ફરતા જોવા મળ્યા હતા.

રાજ્યના તમામ કોવિડ કેર સેન્ટર એલર્ટ રખાયાં
રાજ્યના આરોગ્યસચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે કોવિડ કેર સેન્ટર અત્યારે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યાં છે. હાલની તારીખમાં એક પણ કોવિડ કેર સેન્ટર કાર્યરત નથી, પરંતુ દિલ્હીથી જે સૂચના આવશે એ તમામ સૂચનાનું અમલીકરણ કરવામાં આવશે, અને જે કોવિડ કેર સેન્ટર હતાં એને અત્યારે તાત્કાલિક ધોરણે એલર્ટ પર મૂકી દેવામાં આવ્યાં છે.
મનોજ અગ્રવાલ, રાજ્યના આરોગ્યસચિવ

નવો વાયરસ સૌથી મોટો ધાતક છે
વડોદરા આરોગ્ય સમિતિના ચેરમેન ડો. રાજેશ શાહે ગુજરાત મિત્ર સાથે વાત કરતા જણાવ્યું હતું કે ચીન મા ફેલાયેલો bf 7 નામનો આ વાયરસ ખૂબજ ખતરનાક છે. જે બમણા વેગે ફેલાય છે. અને જે લોકો આ વાયરસ થી સક્રમિત થાય છે તેમનું ઓક્સિજન લેવલ ઝડપ થી ઘટી જતું હોય છે. વડોદરા મા વિદેશી નાગરિકો અને NRI નાગરિકો ની પણ અવરજ્વર વધારે જોવા મળે છે એટલે આપણે પણ તકેદારી રાખવાની જરૂર છે. – ડો. રાજેશ શાહ,
ગભરાવાની જરૂર નથી, તકેદારી રાખવી જરૂરી ગભરાવાની જરૂર નથી, તકેદારી રાખવી જરૂરીવડોદરા આરોગ્ય સમિતિ ચેરમેન
કોરાના ફરી માથું ઊંચકે તે પહેલા જ વડોદરા નું તંત્ર જાગ્યુ છે વડોદરા ના મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે ચિંતા કરવા જેવું નથી. ગભરાવાની જરૂર નથી. માત્ર વડોદરાના નાગરિકો એ તકેદારી રાખવાની જરૂર છે. વડોદરા મહાનગર પાલિકા તરફથી તમામ તકેદારી ના પગલા ભરાશે.
– બંછાનીધી પાની, મ્યુનિ.કમિશનર

Most Popular

To Top