Charchapatra

સુરતથી નવાપુર સબર્બન ટ્રેન શરૂ કરો

સુરતથી વાપી અને ભરૂચ સબર્બન ટ્રેન દોડવવાના સમાચાર વાંચી આનંદ થયો. સાથોસાથ પ્રશ્ન થયો કે સુરતથી નવાપુર સબર્બન ટ્રેન કેમ ભૂલાઈ ગઇ ? કારણ સુરત – ભુસાવળ ડબલ લાઈન છે.  તેનું સંપૂર્ણપણે વીજળીકરણ થયું હોવાથી આજે વ્યારા રેલ્વે સ્ટેશનેથી મેલ/એક્ષ્પ્રેસ/સુપર ફાસ્ટ/મેમુ જેવી 34 ટ્રેનો રોજ પસાર થઇ રહી છે. વળી વ્યારાથી સુરત જવા ગુજરાત / મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની કુલ 140 થી વધુ બસો રોજ દોડી રહી છે.

વ્યારા તથા તાપ્તી લાઈનના નગર તથા ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો રોજીરોટી મેળવવા સુરત અપડાઉન કરી રહ્યાં છે. આથી સુરત-નવાપુર વચ્ચે સબર્બન ટ્રેન દોડાવાશે તો સુરત જવા-આવવામાં પડતી મુશ્કેલીનો અંત આવશે. સાથોસાથ વ્યારા સુરત વચ્ચે દોડતી 150 બસોની સંખ્યામાં મસમોટો ઘટાડો થતો તે બસો ગામડામાં દોડશે તો ગામડામાંથી વ્યારા આવવા વપરાતી  મોટર સાઈકલોના પેટ્રોલનાં ધૂમાડા ઘટતાં પર્યાવરણ જળવાશે.  સુરતથી વાપી-ભરૂચ માટેની સબર્બન ટ્રેનની કાર્યવાહીની સાથોસાથ સુરતથી નવાપુરની સબર્બન ટ્રેનની કામગીરી પણ સત્વરે શરૂ થશે.
વ્યારા    – પ્રકાશ સી. શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

જૂના દિવસો, જૂના સ્ટાર્સ, ભુલાયેલાં કળાકારોને યાદ કરાવતું શો ટાઈમ
(મ્યુઝીકલી યોર્સ) વિભાગમાં એન્થની ગોન્સાલવિઝ વિષેના લેખમાં મ્યુઝીક એરેજર્સથી લઈ સંગીતકારોનું સંગીત અમર બનાવવા પરદા પાછળના કસબીનો લેખ ખૂબ જ ગમ્યો. મુવી ટાઈમાં ‘લવ ઈન ટોકીયો’ નો લેખ પણ ખૂબ જ સુંદર રીતે જાપાનનાં દૃશ્યોની છણાવટ કરી લખ્યો જેથી અમારી જુની યાદો આંખો સામે આવી તાજી થઈ. કિસ્સા કહાનીમાં આશા પારેખ નાસીરહુશેનના ગુપ્ત પ્રેમની આજીવન કુંવારા રહેવાની આશાજીની કહાણીમાં નાસીરનો સંસાર બગડે નહીં ત્યાં સુધીની સમજદારી કાબીલેદાદ છે. આશાજીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું લગ્ન કર્યા હોત તો સમાજ સેવા નહીં કરી શકત. આવા લેખોને કારણે જ શો ટાઈમનો ઇંતઝાર રહે છે.
બમરોલી રોડ. કુમુદચંદ્ર કૃષ્ણમુખ જરીવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top