આજે વિશ્વભરમાં ગણેશ ચતુર્થીના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં સામાન્ય લોકોથી લઈને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ સુધી દરેક લોકો ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી કરતા જોવા મળ્યા હતા. બોલીવુડ કલાકારોએ પોતાના ઘરમાં ગણેશ સ્થાપના કરી હતી. સોનુ સૂદ, ભારતી સિંહ, નીલ નીતિન મુકેશ, રકુલપ્રીસ સિંહે પોતાના ઘરે ગણપતિ બાપ્પાનું સ્વાગત કર્યું હતું.
મુંબઈમાં સેલેબ્રિટીઝ પણ લાલબાગચા રાજાના દર્શન કરવા પહોંચ્યા હતા. આ ખાસ અવસર પર કાર્તિક આર્યન લાલબાગચા રાજાના દર્શન કરવા આવ્યો હતો. ભારે સિક્યૂરિટી વચ્ચે તેણે લાલબાગચા રાજાના દર્શન કર્યા હતા. રકુલ પ્રીત સિંહ અને તેના પતિ જેકી ભગનાનીએ ઘરે બાપ્પાની સ્થાપના કરી હતી. સારા અલી ખાને પણ બપ્પા સાથેની તસવીર શેર કરી છે. તુષાર કપૂર પણ બાપ્પાની પૂજા કરતો જોવા મળ્યો હતો. સોનુ સૂદે પોતાના ઘરે ગણપતિજીની સ્થાપના કરી છે. સિંગર નીતિન મુકેશ અને તેમના પુત્ર નીલ નીતિને પણ ઘરે બાપ્પાની પૂજા કરી હતી.
આ પ્રસંગે અભિનેત્રી ભાગ્યશ્રી પણ ગુલાબી સાડીમાં જોવા મળી હતી. તેણે પાપારાઝી માટે પોઝ આપ્યો. આ સિવાય શમિતા શેટ્ટી તેની માતા સાથે પૂજામાં ભાગ લેવા માટે બહેન શિલ્પા શેટ્ટીના ઘરે પહોંચી અને બાપ્પાના દર્શન કર્યા હતા. લાલ સૂટમાં શમિતા ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી.
રણવીર અને દીપિકા તેમના માતા-પિતા સાથે મંદિર પહોંચ્યા હતા
આ પહેલા ગઈકાલે દીપિકા પાદુકોણ રણવીર સિંહ સાથે સિદ્ધિવિનાયક મંદિર પહોંચી હતી . દંપતી બાપ્પાના દર્શન કરવા મુંબઈના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યું હતું. આ દરમિયાન રણવીર સિંહ ઓફ-વ્હાઈટ કુર્તા-પાયજામામાં જોવા મળ્યો હતો. જ્યારે દીપિકા પાદુકોણ ગ્રીન બનારસી સિલ્ક સાડીમાં જોવા મળી હતી.
આ દરમિયાન બંને ખુલ્લા પગે હતા. દીપિકાએ તેના પતિનો હાથ પકડી રાખ્યો હતો. તે રસ્તામાં મળેલા ચાહકોને પણ શુભેચ્છા પાઠવી રહી હતી. જોકે તે એકલી ન હતી. તેનો આખો પરિવાર તેની સાથે હતો. તેમના બંનેના માતા-પિતાને પણ સ્પોટ કરવામાં આવ્યા હતાં. જ્યાં કડક સુરક્ષા વચ્ચે યુગલે બાપ્પાના આશીર્વાદ લીધા હતા