સુરત : ગોડાદરામાં (Godadra) મનપાના સ્ટાફ (Staff) ઉપર લાકડાના ફટકાથી હુમલો કરીને મહિલા (Women) સહિત ત્રણ વ્યક્તિ લાઇટ-પોલ (Light Pole) સાથે બાંધેલી ગાય (Cow) છોડાવીને લઇ ગયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ સુરત મહાનગરપાલિકામાં ઢોર વિભાગમાં મદદનીશ આરોગ્ય નિરીક્ષક તરીકે ફરજ બજાવતા હિતેશ બચુભાઇ બુકેલીયા પોતાના સ્ટાફ સાથે ગોડાદરાના આસપાસ શાકભાજી માર્કેટ ખાડી પાસે ગયા હતા. ત્યાં એક ગાય રખડતી જોવા મળતા તેઓએ ગાયને પકડીને એક લાઇટપોલ સાથે બાંધી દીધી હતી. મનપાનો સ્ટાફ ટ્રેક્ટરની રાહ જોઇને ઊભો હતો. તે દરમિાન એક વૃદ્ધ તેમની પાસે આવ્યા હતા અને કહ્યું કે, ગાય છોડી..? હિતેશભાઇએ ના પાડતા આ વૃદ્ધ ચાલ્યા ગયા હતા. થોડીવાર બાદ ત્યાં ગોડાદરામાં રહેતો વિરમ રબારી, વિપુલ રબારી અને એક મહિલા આવી હતી. તેઓએ ચપ્પુ વડે ગાયને બાંધેલી રસ્સી છોડવાનો પ્રયત્ન કર્યો હતો. હિતેશભાઇએ રસ્સી તોડવાની ના પાડતા વિપુલ અને વિરમ રબારીએ લાકડાના ફટકા વડે હિતેશભાઇ તેમજ મનપા સ્ટાફ ઉપર હુમલો કર્યો હતો અને ગાય છોડાવીને લઇ ગયા હતા. આ મામલે હિતેશભાઇએ ગોડાદરા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
‘તુ મેરે કો દૂસરો કે સામને ક્યુ ગાલી દેતા હૈ’ કહીને લિંબાયતમાં યુવક પર ચપ્પુ વડે હુમલો
સુરત : લિંબાયતમાં ઘરમાં ઘુસીને યુવક ઉપર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ લિંબાયતના મીઠીખાડી પાસે રહેતા સાકીર ફારૂક શાહએ મીઠીખાડી વિસ્તારમાં જ રહેતા સલમાન ઉર્ફે સલમાન લચ્છી, ઇમરાન ઉર્ફે ઇમરાન ભત્તીજા, આસીફ ઉર્ફે ભાંજા અને અકરમ કાસમ શેખ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, સાકીર પોતાના પરિવાર સાથે ઘરની પાસે ઊભો હતો ત્યારે ત્યાં સલમાન સહિત અન્ય યુવકો આવ્યા હતા. આ તમામએ ભેગા થઇને ‘તુ મેરે કો દૂસરો કે સામને ક્યુ ગાલી દેતા હૈ’ કહીને માથાકૂટ કરવા લાગ્યો હતો. સાકીર કંઇ સમજે તે પહેલા જ સલમાન અને તેના મિત્રોએ ચપ્પુ વડે સલમાનની ઉપર હુમલો કરી દીધો હતો. આ બનાવ અંગે લિંબાયત પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.