Sports

શ્રેયસ અય્યર ફિટ, દિલ્હી ટેસ્ટ માટે ટીમમાં સામેલ

નવી દિલ્હી : આગામી 17 ફેબ્રુઆરીથી અહીંના અરૂણ જેટલી સ્ટેડિયમ (Stadium) પર શરૂ થનારી બોર્ડર-ગાવસ્કર સીરિઝની બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમનો મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યર ફિટ થઇ જતાં તેનો ટીમમાં સમાવેશ કરાયો છે. અય્યર ડિસેમ્બરમાં બાંગ્લાદેશ સામેની બે ટેસ્ટ મેચોની સીરિઝમાં રમ્યો હતો, પરંતુ પીઠના નીચેના ભાગમાં સોજાને કારણે ન્યૂઝીલેન્ડ સામેની વનડે સીરિઝમાં ભાગ લઈ શક્યો ન હતો. જો કે હવે તેની પીઠની ઇજામાંથી તે સંપૂર્ણ બહાર આવી ગયો હોવાનું જાહેર થયું છે.

પીઠની ઈજાને કારણે તે ઓસ્ટ્રેલિયા સામે નાગપુરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં પણ રમી શક્યો નહોતો. ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)એ મંગળવારે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે BCCIની મેડિકલ ટીમે ઐયરને રમવાની પરવાનગી આપી દીધી છે. તે દિલ્હીમાં ટેસ્ટ ટીમ સાથે જોડાશે. જો કે ગઇકાલે અય્યર અંગે એવું કહેવામાં આવ્યું હતું કે તે અનફિટ છે અને બીજી ટેસ્ટ રમી શકશે નહીં.

બીસીસીઆઇના સચિવ જય શાહે મંગળવારે બહાર પાડેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે ભારતીય બેટ્સમેન શ્રેયસ અય્યરે પીઠની ઈજાની નેશનલ ક્રિકેટ એકેડમીમાં પોતાની સારવાર પૂર્ણ કરી છે. બીસીસીઆઈની મેડિકલ ટીમે તેને રમવા માટે મંજૂરી આપી દીધી છે. ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી મેચ પહેલા શ્રેયસ નવી દિલ્હીમાં ટીમ સાથે જોડાશે.

બીજી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએસ ભરત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ , કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, મહંમહ શમી, મહંમદ સિરાજ, ઉમેશ યાદવ, સૂર્યકુમાર યાદવ.

દિલ્હીમાં મેદાને ઉતરતાં જ ચેતેશ્વર પુજારા પોતાની 100મી ટેસ્ટ રમશે
નવી દિલ્હી : ભારતના સીનિયર બેટ્સમેન ચેતેશ્વર પૂજારા દિલ્હીમાં ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટમાં મેદાને ઉતરતાની સાથે જ પોતાની કેરિયરની 100મી ટેસ્ટ પુરી કરશે. પોતાની 100મી ટેસ્ટ પહેલા પુજારાએ સ્પષ્ટ કર્યું છે કે તે તેની ઉંમરને લઈને ચાલી રહેલી ચર્ચાઓ પર ધ્યાન આપવા માંગતો નથી. 35 વર્ષીય બેટ્સમેને કહ્યું કે તેણે હજુ નિવૃત્તિની તારીખ નક્કી કરી નથી. તે એક સમયે એક મેચ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. ચેતેશ્વર પૂજારાએ કહ્યું હતું કે હું મારા માટે કોઈ લક્ષ્ય નક્કી કરવા માંગતો નથી. મારે વર્તમાનમાં જીવવું છે. હું કેટલો સમય રમીશ તે વિશે વિચારવાને બદલે, હું એક સમયે એક મેચ લેવા માંગુ છું.

Most Popular

To Top