એક શક્તિશાળી અને પ્રભુત્વશાળી નેતા તરીકે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે તેમના ત્રીજા કાર્યકાળના મધ્યમાં છે. ભારતીય જનતા પાર્ટી ભલે લોકસભામાં સ્પષ્ટ બહુમતી મેળવવામાં નિષ્ફળ રહી હોય, પરંતુ તેનાથી તેમની સરકારની સ્થિરતા પર કોઈ ખાસ અસર પડી નથી. બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર, તેમની વારંવાર ચર્ચાતી સ્વાસ્થ્ય સમસ્યાઓ છતાં સત્તા પર બિરાજમાન છે અને તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના વડા અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ દર અઠવાડિયે નવી માગણીઓ સાથે દિલ્હી દોડી આવે છે અને સંતોષ સાથે પરત ફરે છે. આ રીતે, મોદી સરકાર 3.0 અત્યાર સુધી ટીડીપી અને જનતા દળ (યુનાઈટેડ)ના ટેકાના સહારે સરળતાથી આગળ વધી રહી છે.
રાજકીય સ્થિરતાનું આ એક પાસું છે જે ચોક્કસપણે કેન્દ્રમાં સ્થિર સરકાર સાથે સીધું જોડાયેલું છે. નેશનલ ડેમોક્રેટિક એલાયન્સની (એનડીએ) આંતરિક ગતિશીલતાને કુશળતાપૂર્વક સંભાળવા બદલ મોદી અને તેમના વ્યૂહરચનાકારોને પૂરા માર્કસ મળવા જોઈએ. પરંતુ શું તેનો અર્થ એ છે કે આ સ્થિરતા પ્રાપ્ત કરવા માટે વપરાયેલાં રાજકીય સાધનો સામે સવાલો ન ઉઠાવવા જોઈએ? હા, પ્રશ્નો ઉઠાવવા જરૂરી છે. જો આ વ્યૂહરચના લોકશાહીના પાયાના સ્તંભોને નબળા પાડવા પર ટકેલી હોય—જેમ કે બંધારણીય સંસ્થાઓ અને સરકારી પાંખોનો ઉપયોગ રાજકીય હરીફો પર પ્રભુત્વ મેળવવા માટે કરવો અને વિરોધ પક્ષોનો અવાજ દબાવી દેવો.
દેશ માટે અને ખાસ કરીને મોદી માટે ચિંતાનો વિષય એ હોવો જોઈએ કે એનડીએના ક્ષેત્રની બહાર અન્યત્ર અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. આ અનિશ્ચિતતા સંસદથી શરૂ કરીને રાજકીય અને વહીવટી માળખાના સૌથી નીચલા સ્તર સુધી ફેલાયેલી છે. એટલું જ નહીં, ધર્મ, રંગ અને જ્ઞાતિના નામે ભાઈચારો અને સદ્ભાવના પર આધારિત સમાજના પાયાને પદ્ધતિસર રીતે હચમચાવવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે, તે વધુ ચિંતાજનક છે.
દરેક વ્યક્તિ જાણતું હતું કે ભારત-અમેરિકા વ્યાપાર સમજૂતી ટૂંક સમયમાં જ વાસ્તવિકતા બનશે અને તેને અટકાવવી અશક્ય હતી. જો કે આ સમજૂતીની નાની નાની વિગતો અને તેમાં કોણ વિજેતા અને કોણ પરાજિત છે તેની સ્પષ્ટતા થવાની બાકી છે, તેમ છતાં આ મોરચે પણ અનિશ્ચિતતાનાં વાદળો ઘેરાયેલાં છે. સમસ્યા કદાચ સત્તાધારી પક્ષના તે વિચિત્ર વલણમાં રહેલી છે કે ગમે તે થાય, તેઓ હંમેશા પોતાને જ વિજેતા તરીકે રજૂ કરે છે. આ ઘટના સમજૂતી થયા પછીના સંજોગોમાં પણ સ્પષ્ટપણે જોવા મળી રહી છે.
કોઈ પણ સરકાર દરેક વખતે સાચી અથવા વિજેતા હોઈ શકતી નથી. નિર્ણયો સારા કે ખરાબ હોઈ શકે છે અને તેનાં પરિણામો પણ તેવાં જ હોય છે. સત્તાધારી પક્ષ ક્યારેક વિજેતા હોઈ શકે અને ક્યારેક પરાજિત પણ. પોતે અનિવાર્ય છે અને ક્યારેય ભૂલ ન કરનારા ‘ઈશ્વરીય’ છે તેવો અભિગમ રાખવો અને રાજકીય હરીફો (ભલે તે જીવતા હોય કે મૃત) અથવા અલગ વિચારધારા ધરાવતાં લોકોને રાષ્ટ્રવિરોધી ગણાવી દેવાં, તેનાથી અરાજકતા અને જટિલ પરિસ્થિતિ ઊભી થઈ છે.
હાલની સ્થિતિમાં ચૂંટણીલક્ષી ગણતરીઓથી દૂર રહીને ગંભીર આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. લોકસભાથી લઈને પંચાયત સુધીની ચૂંટણી ગમે તે ભોગે જીતવાની જે એકતરફી માનસિકતા છે, તેને થોડો સમય બાજુ પર રાખીને તમામ સ્તરે પ્રવર્તી રહેલી અનિશ્ચિતતા અને વિભાજનકારી મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ટોચના સ્તરથી લઈને પાયાના સ્તર સુધીની આ કટોકટીનો ઉકેલ લાવવા માટે મોદી અને ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ભાજપના સંગઠનમાં જેવો તળિયાના સ્તરનો અભિગમ અપનાવવામાં આવે છે, તેવો જ અભિગમ અહીં પણ જરૂરી છે. જો કે, અહીં સિદ્ધાંત સમાન હશે પણ પદ્ધતિ અલગ રાખવી પડશે.
મોદીએ મોરચેથી નેતૃત્વ કરવાની ક્ષમતા બતાવી છે. તેમણે હવે આગળ આવીને સમસ્યાઓનો સીધો સામનો કરવો જોઈએ. ના, આ માટે કડક હાથે કામ લેવાની જરૂર નથી, પરંતુ વાટાઘાટો અને પરસ્પર સમજૂતી દ્વારા મુદ્દાઓ ઉકેલવા માટેના નમ્ર અભિગમની જરૂર છે. આક્રમકતા છેલ્લા એક દાયકાથી ભાજપ માટે ફાયદાકારક સાબિત થઈ છે, પરંતુ તેનાથી દેશના માળખાને નુકસાન પહોંચ્યું છે.
મુદ્દાઓના ઉકેલ માટે વાટાઘાટોનું મોડેલ સંસદમાં પ્રવર્તતી મડાગાંઠના ઉકેલ સાથે શરૂ થવું જોઈએ. સંસદનાં બંને ગૃહો અત્યારે જે પરિસ્થિતિમાં છે અને કમનસીબે અધ્યક્ષની ખુરશી પર પણ જે આક્ષેપો થઈ રહ્યા છે, તે જોતાં શ્રી મોદીએ ઝડપથી પગલાં લઈ કમાન પોતાના હાથમાં લેવી જોઈએ. આનાથી વિપક્ષનો એ આક્ષેપ પણ ખોટો સાબિત થશે કે પ્રધાનમંત્રી સંસદને ગંભીરતાથી લેતા નથી અને માત્ર ક્યારેક જ ટૂંકી હાજરી આપે છે.
રક્ષામંત્રી રાજનાથ સિંહ, જે કેબિનેટમાં મોદી પછી બીજા ક્રમે છે, તેમને સંસદમાં વડા પ્રધાન વતી જવાબદારી નિભાવવાનું સોંપવામાં આવ્યું હોય તેવું લાગે છે, સિવાય કે બજેટ અને રાષ્ટ્રપતિના સંબોધન પરની ચર્ચાનો જવાબ આપવાનો હોય. મોદીના પ્રભુત્વ હેઠળ, તેઓ પૂરતી સત્તા ધરાવતા હોય તેવું લાગતું નથી. તેમની ભૂમિકા માત્ર સર્વપક્ષીય બેઠકોના અધ્યક્ષસ્થાને રહેવા અથવા નિર્ણાયક સમયે વડા પ્રધાનના વિકલ્પ તરીકે સંસદમાં હાજર રહેવા પૂરતી સીમિત રહી ગઈ હોય તેમ જણાય છે.
વિવાદાસ્પદ ભારત-અમેરિકા વ્યાપાર સમજૂતી હવે વાસ્તવિકતા બની ગઈ છે અને ઉત્સાહિત વિપક્ષ સરકારને ઘેરવાની તૈયારી કરી રહ્યો છે, ત્યારે સત્તાધારી પક્ષે તાત્કાલિક ધોરણે દેશને વિશ્વાસમાં લેવો જોઈએ. આ મુદ્દો શેરીઓ અને ખેતરો સુધી પહોંચી જાય તે પહેલાં પગલાં લેવાં જરૂરી છે. વિદેશ મંત્રી અને વાણિજ્ય મંત્રીએ સમજૂતીના અમલીકરણ સુધી પોતાની ભૂમિકા ભજવી છે, પરંતુ હવે વડા પ્રધાનની જવાબદારી છે કે તેઓ સીધા અને વિપક્ષી દળો દ્વારા દેશને આ સમજૂતીની બારીક વિગતોથી માહિતગાર કરે અને તેમને વિશ્વાસમાં લે. પોતાની ભૂલો સ્વીકારવામાં કોઈ નુકસાન નથી, જેમ કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દબાણ સામે ઝૂકવું—જે કદાચ વ્યૂહાત્મક હોઈ શકે. મોદીએ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે દેશ અમેરિકાના કોઈ પણ વધારાના દબાણનો પ્રતિકાર કરવા અને આ વ્યાપાર સમજૂતીમાંથી શ્રેષ્ઠ લાભ કેવી રીતે મેળવવો તે માટે મજબૂત અને એકજૂથ રહે.
તે જ રીતે, દરેક ચૂંટણી પહેલાં જે કોમી ધ્રુવીકરણની પ્રવૃત્તિઓ વધે છે તેને રોકવામાં મોદીએ મોટી ભૂમિકા ભજવવાની છે. તેનાથી ભાજપને કદાચ ચૂંટણીમાં ફાયદો થતો હશે, પરંતુ રાષ્ટ્રે તેની મોટી કિંમત ચૂકવવી પડે છે. તેમની આદત મુજબ, તેમણે પોતે ઉદાહરણ પૂરું પાડવું જોઈએ. તેમણે માત્ર ભાષણો વખતે શબ્દો અને વિશેષણોની કાળજીપૂર્વક પસંદગી કરવી જોઈએ એટલું જ નહીં, પરંતુ ભાજપની અંદર અને બહાર રહેલાં જલદ તત્ત્વોને સ્પષ્ટ સંદેશ આપવો જોઈએ કે સનાતન ધર્મનું ખોટું અર્થઘટન કરવાનું બંધ કરે.
અંતે, પોલીસ અને સુરક્ષા તંત્રના ઉપયોગ માટે પણ એક સીમારેખા નક્કી કરવી પડશે. આ તંત્ર આતંકવાદ અને રાષ્ટ્રવિરોધી તત્ત્વો સામે લડવામાં મોખરે રહ્યું છે. પરંતુ જો આ જ મોડેલનો ઉપયોગ રાજકીય મેસેજિંગ માટે સમાજનાં અન્ય ક્ષેત્રોમાં કરવામાં આવશે, તો તે જોખમી સાબિત થશે. જ્યાં પણ વિપક્ષ કે વિભિન્ન વિચારધારાને દબાવવા માટે બળનો પ્રયોગ થયો છે, ત્યાં તેનાં પરિણામો સૌએ જોયાં છે અને ક્યારેક તેને કોમી રંગ પણ લાગ્યો છે. જે ક્ષેત્રમાં કડક સુરક્ષા વ્યૂહરચના દ્વારા નક્કર પરિણામો પ્રાપ્ત થયાં છે, ત્યાં પણ ત્યાર બાદ નાગરિક-લોકશાહી અભિગમ અપનાવવો જોઈએ. જે ભૂતકાળમાં પણ થતું આવ્યું છે તેમ, રાજકીય નેતૃત્વ (પછી તે સત્તાધારી હોય કે વિપક્ષી) નું પલ્લું હંમેશા ભારે રહેવું જોઈએ તે પ્રાથમિક શરત હોવી જોઈએ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.