સુરત: (Surat) આવતી તા.29 ઓકટોબરથી 4 નવેમ્બર સુધી તમે ઇચ્છો ત્યાં એસટીનુ (ST) બૂકીંગ કરાવી શકશો. તે માટે એક બસમાં 51 લોકોનું સંયુકત બૂકીંગ હોવું જરૂરી છે. એસટી દ્વારા આ માટે ઓન લાઇન સાઇટમાં બુકીંગ ફેસિલિટી શરૂ કરી દેવામાં આવી છે. અત્યારસુધી 171 બસોનું બૂકીંગ થઇ ચૂકયું છે. હાલમાં પંચમહાલ, ગોધરા, સૌરાષ્ટ્ર, (Saurasthtra) રાજકોટ, (Rajkot) મહારાષ્ટ્રના અંતરિયાળ જેવા વિસ્તારોમાં મોટા પાયે બુકીંગ થઇ રહ્યું છે. દિવાળી (Diwali) ટાંકણે હાલમાં મધ્યગુજરાત તરફ અને આ રૂટો પર એસટી દ્વારા તેના રૂટો ડબલ કરી દેવામાં આવ્યા છે. દરમિયાન હાલમાં તો 8500 લોકોએ તેમનું બુકીંગ કરાવી નાંખ્યું છે. આ આંકડો ચાલીસ હજારને ક્રોસ કરે તેવી શકયતા છે. એસટી દ્વારા આ મામલે www.gsrtc.in પર બુકીંગ કરાવી શકાય છે. દરમિયાન એક આંકડા પ્રમાણે મહારાષ્ટ્રમાં પચ્ચીસ હજાર લોકો, સૌરાષ્ટ્ર તરફ પચાસ હજાર લોકો, જ્યારે દાહોદ અને ગોધરા તરફ પોણો લાખ લોકોનું સિંફટિંગ થવાની શકયતા છે. વેકેશન ટાંકણે મોટા પ્રમાણમાં હજારો પરિવારો તેમના વતન તરફ વાટ પકડશે.
- ભાડાના દર કેટલા
- અમરોલી-315
- તળાજા-305
- સાવરકુંડલા-340
- ગઢડા-285
- ભાવનગર-275
- અમદાવાદ-230
- દાહોદ-245
- ઝાલોદ-250
- મહુવા-325
- ગારિયાધર-310
- જૂનાગઢ-345
- રાજકોટ 305
દિવાળીમાં ગોવાની ટૂરનું પ્લાનિંગ કરતા સુરતીઓ માટે ખુશખબર
દિવાળી વેકેશનમાં (Diwali Vacation) ગોવાના (Goa) પ્રવાસે જવા માંગતા સુરતીઓ માટે ખુશખબર છે. સુરતીઓ ગોવા સરળતાથી જઈ શકે તે માટે રેલવે વિભાગ (Railway Department) દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. રેલવે દ્વારા સુરતથી ગોવા વચ્ચે દિવાળી વેકેશન પૂરતું 4 સ્પેશ્યિલ ટ્રેન (Diwali Special Train) દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ સાથે જ રેલવે દ્વારા ટ્રેનનું શિડ્યૂલ જાહેર કરી દેવાયું છે અને બુકિંગ પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. તેથી જો તમે ગોવા જવાનું પ્લાનિંગ કરતા હોય તો તરત જ બુકિંગ કરાવી લો.
પાછલા વર્ષોમાં સુરતના ઉધના સ્ટેશન પરથી દોડતી ગોવા માટેની ટ્રેનને સારો પ્રતિસાદ મળ્યા બાદ ચાલું વર્ષે પણ રેલવે વિભાગે આ વખતે ઉધનાને બદલે સુરત સ્ટેશનથી ગોવા માટેની ટ્રેન દોડાવવા નિર્ણય લીધો છે. સુરતથી કરમાલી વચ્ચે દોડનારી આ સ્પેશિયલ ટ્રેન 26 મી ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી દોડાવાશે. આ ટ્રેન દર મંગળવારે રાત્રે 8.50 કલાકે સુરતથી ઉપડી બીજા દિવસે 9.12 કલાકે થિવીમ પહોંચશે. જ્યારે થિવીમથી દર ગુરુવારે બપોરે 2.30 વાગ્યે ઉપડી બીજા દિવસે સવારે 7.05 કલાકે સુરત પહોંચશે. તેવી જ રીતે બાન્દ્રા – મૌવ વચ્ચે પણ સ્પેશિયલ ટ્રેન દોડાવાશે.