સુરતઃ અચાનક બેભાન થવાના અને હાર્ટ 4 એટેકને લીધે મોત થવાની ઘટનાઓ પથાવત છે પરંતુ આવી ઘટનાઓમાં સૌથી વધારે એવી ચોકાવનારી વાતો સામે આવી રહી છે કે શારીરિક રીતે ફિટ તેમજ યુવાન વ્યક્તિઓની પણ આ રીતે મોત નીપજી રહ્યાં છે.
આજે વહેલી સવારે કામરેજના વાવ ખાતે રનિંગ દરમિયાન અચાનક જ બેભાન થયા બાદ એક કોન્સ્ટેબલની મોતની દુ:ખદ ઘટના બની હતી. તેના મોતને પગલે એક બાજુ પરિવારમાં ભારે શોક પ્રસરી જવા પામ્યો છે. બીજી બાજુ યુવાન અને શારીરિક રીતે ફિટ એવા કોન્સ્ટેબલના મોતને પગલે પોલીસે બેડામાં પણ આંચકો લાગ્યો છે.
કામરેજ પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ 36 વર્ષીય સંજય કુમાર રસિકભાઈ ગામીત (રહે-ચિખલવા ગામ. વ્યારા) નાઓ વાલીયા એસઆરપી ગ્રુપ -10માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. તેઓ પીએસઆઇ/કોન્સ્ટેબલ માટેની શારીરિક પરીક્ષા હોવાથી ભરતી પરીક્ષામાં ઉપસ્થિત થયા હતા.
આજે વહેલી સવારે 4 થી5 વાગ્યાના અરસામાં કામરેજ વાવ પ્રથમ બેચમાં 5 કિલોમીટરની દોડ રાખેલી હતી. દોડ દરમિયાન સંજયભાઈ અચાનક ભેભાન થઈને પડી ગયા હતા. જોકે તેમને તાત્કાલિક સીપીઆર, ઓક્સિજન સહિતની પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. પરંતુ સ્થિતિ ગંભીર જણાતા 108 એમ્બ્યુલન્સ દવારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
વધુમાં કામરેજ પોલીસ મથકના પોલીસ કર્મી મહેરાજભાઈએ જણાવ્યું હતું કે સંજયભાઈ રનિંગની પરીક્ષા માટે આવેલા હતા. રનિંગ દરમિયાન તેને ગભરામણ થઈ હતી અને બેભાન થઈ ગયા હતા. હાર્ટ એટેકને લીધે મોત થવાની શક્યતાઓ છે. પરીક્ષાની તૈયારીના ભાગરૂપે સંજયભાઈ રનિંગની પરીક્ષા માટે વાવ ખાતે એસઆરપી ગ્રાઉન્ડમાં આવ્યા હતા. વહેલી સવારે રનિંગ કરતા હતા ત્યારે જ તેઓ અચાનક બેભાન થઈ ગયા હતા.
મોતને ભેટ્યા હતા એટલું જ નહીં કામરેજ પોલીસ મથકના મેહરાજભાઈ સહિતના અન્ય પોલીસ કર્મીઓએ દુ:ખ વ્યક્ત કરવાની સાથે તેમને એ વાતનો આંચકો પણ લાગ્યો હતો. સંજયભાઈ યુવાન હતા અને શારીરિક રીતે પણ ફિટ હતા. છતાં તેઓ આ રીતે બેભાન થયા હતા. હાર્ટ એટેકથી તેમનું મોત નીપજયું તેઓ હાલમાં અપરિણીત હતા. કામરેજ સીએચસી ખાતે મૃતદેહનું પોસ્ટમાર્ટમ કરાવ્યા બાદ મૃતદેહને પરિવાજનોને સોંપી દેવામાં આવ્યો છે.
