National

3 દાયકા બાદ કાશ્મીરમાં સિનેમા હોલ શરૂ થશે

શ્રીનગર: આકિબ ભટ શ્રીનગરના (Srinagar) સોનાવર વિસ્તારમાં કાશ્મીરના (Kashmir) પ્રથમ મલ્ટિપ્લેક્સના (Multiplex) ઉદઘાટનની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે, તેનું કહેવું છે કે હવે તેને મોટા પડદા પર બોલિવુડ મૂવી (Bollywood Film) જોવા માટે ખીણની બહાર જવાની જરૂર નહીં પડે. ‘હું મોટા પડદા પર નવી હિન્દી ફિલ્મો જોવા માટે દર ત્રણથી ચાર મહિનામાં એકવાર દિલ્હી અથવા જમ્મુની મુસાફરી કરું છું. જો કે તમામ ફિલ્મો વિવિધ પ્લેટફોર્મ્સ પર થોડા સમયની અંદર ઉપલબ્ધ થઈ જાય છે, પણ તેને મોટા સ્ક્રીન પર જોવાની અનુભૂતિ અને અનુભવ બેજોડ છે’ એમ ભટે પત્રકારોને કહ્યું હતું.
30 વર્ષીય યુવાને જણાવ્યું કે જાણીતા ઉદ્યોગપતિ વિજય ધરે કાશ્મીરમાં પ્રથમ મલ્ટિપ્લેક્સ ખોલવા માટેના તેમના પ્રોજેક્ટની જાહેરાત કરી ત્યારથી તે રાહ જોઈ રહ્યો છે. ‘મને લાગે છે કે રાહ આખરે પૂરી થઈ ગઈ છે!’, એમ તેણે કહ્યું હતું.

  • ત્રાસવાદીઓના ભયના કારણે ખીણમાં વર્ષ 1989-90 દરમિયાન સિનેમા હોલ બંધ થયા હતાં
  • લોકોને મોડા પડદા પર ફિલ્મ જોવા કાશ્મીરથી બહાર જમ્મુ અથવા અન્ય જગ્યાએ જવું પડતું હતું

ધર જેઓ અહીં એક પ્રતિષ્ઠિત ખાનગી શાળાના પણ માલિક છે, તેમણે જણાવ્યું હતું કે મલ્ટિપ્લેક્સ મંગળવારે આમિર ખાન અભિનીત ‘લાલ સિંહ ચડ્ડા’ની વિશેષ સ્ક્રીનિંગ સાથે જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે. જ્યારે રેગ્યુલર શો 30 સપ્ટેમ્બરથી રિતિક રોશન અને સૈફ અલી ખાન અભિનીત વિક્રમ વેધાની સ્ક્રીનિંગ સાથે શરૂ થશે’.

કાશમીરના પ્રથમ મલ્ટીપ્લેક્સમાં 3 મૂવી થિએટર હશે, તેની કુલ ક્ષમતા 520 સીટની રહેશે. તેની અંદર ફૂડ કોર્ટ પણ હશે જેમાં સ્થાનિક વાનગીઓ મૂકવામાં આવશે. આ પહેલાં લેફિટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ પુલવામા અને શોપિયાન જિલ્લાઓમાં 1-1 સિનેમા હોલના ઉદ્ઘાટન કર્યા હતાં. ત્રાસવાદીઓના ભયના કારણે ખીણમાં વર્ષ 1989-90 દરમિયાન સિનેમા હોલ બંધ થયા હતાં. 3 દાયકા બાદ હવે ત્યાં ફરીથી સિનેમા હોલ ખુલી રહ્યા છે.

Most Popular

To Top