વડોદરા: વડોદરામાં દેવપોઢી એકાદશી નિમ્મીત્તે શ્રી વિઠ્ઠલનાથજી મંદિરના દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પારંપરિક રીતે યોજાતી ભગવાન વિઠ્ઠલનાથજીની 213મી રથયાત્રા બે વર્ષ બાદ રંગેચંગે ધામધૂમથી ભક્તોની હાજરીમાં નીકળી હતી. શ્રીહરિ નગરચર્યા કરવા માટે નીકળ્યા હતા. પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.તેમજ બૉમ્બ સ્ક્વોડ દ્વારા ચેકીંગ ઓન હાથ ધરવામાં આવ્યું હતું. દેવપોઢી એકાદશી ને દિવસે દેવ સ્થાન ટ્રસ્ટ દ્વારા પારંપરિક રીતે યોજાતી ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીની શોભાયાત્રાની અર્ચન કરવામાં આવ્યાહતા. મંદિર પરિસરમાં ભગવાન વિઠ્ઠલનાથજીની પૂજા અર્ચના અને આરતી કરવામાં આવી હતી. શહેરના રાજકીય અગ્રણીઓ સહિત સામાજિક અગ્રણીઓ જોડાયા હતા.
ત્યાર બાદ ભગવાન વિઠ્ઠલનાથજી ચાંદીની પાલખીમાં બિરાજમાન થઈને વાજતે ગાજતે નગર ચર્યાએ નીકળ્યા હતાં અનેહજારો ભક્તોને દર્શન આપ્યા હતા.શોભાયાત્રામાં પરંપરા મુજબ બેન્ડ, નાશીક ઢોલ, શહેનાઈ વાદન સાથે શોભાયાત્રા શહેરના રાજમાર્ગોપર નીકળી હતી. ત્યારે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલાના નાદથી શહેરના રાજમાર્ગો ગુંજી ઉઠ્યા હતા. ભક્તો પણ બે વર્ષ બાદ શ્રી હરીના દર્શન કરીને ભાવુક બન્યા હતા અને ધન્યતા અનુભવી હતી. શહેરમાં ઠેર ઠેર ભાવિક ભક્તો શ્રી હરીના દર્શનાર્થે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ઉપરાંત વિઠ્ઠલનાથજીની પાલખીનો રથ ખેંચવા માટે પડાપડી કરી હતી. બપોર બાદ શ્રી હરિ નિજ મંદિરમાં યથાસ્થાને બિરાજ્યા હતા. હવે સાડાચાર મહિના સુધી ભગવાન વિઠ્ઠલનાથજી નિજ મંદિરમાં હોમ કવોરંટાઇન થશે તેમજ હિન્દૂ ધર્મમાં સાડાચાર માસ દરમિયાન કોઈ પણ શુભ કાર્યો કરવામાં આવશે નહિ.
શહેરના રાજમાર્ગો વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા ના નાદથી ગુંજી ઉઠે છે. શહેરમાં દેવ ઉઠી અગિયારસ મિમિત્તે દેવ સ્થાન ટ્રસ્ટ દ્વારા પારંપરિક રીતે યોજાતી ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીના શોભાયાત્રા ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.પરંતુ માંડવી સ્થિત વિઠ્ઠલનાથજીના નિજ મંદિરના દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મંગળવારે ભગવાન વિઠ્ઠલનાથજીની 212મી નગરયાત્રા નિજ મંદિરમાં પરંપરાગત રીતે યોજવામાં આવી હતી. કોરોના મહામારી ના પગલે મંદિર પ્રસાશન દ્વારા ભગવાનની પરંપરાગત નગર યાત્રા નહી યોજવાનો નિર્ણય કરવામાં આવતા મંદિર પરિસર માં રાજ્ય સરકારની એસઓપી મુજબ રથયાત્રા યોજાઈ હતી .
આ વર્ષે પણ શ્રીવિઠ્ઠલનાથજીના મંદિરમાં રાજમાતા શુભાંગીદેવી ગાયકવાડ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પરંપરા મુજબ શ્રીહરીની પૂજા અર્ચના કરી હતી. ત્યાર બાદ ભગવાન વિઠ્ઠલનાથજી ને રથ માં બીરાજમાન કરાયા બાદ ગણતરીના ભક્તોની હાજરી વચ્ચે ઉપસ્થિતિ મહેમાનોએ શરણાઈ અને ઢોલની સુરાવલી સાથે મંદિર પરિસરમાં રથ ને પ્રસ્થાન કરાવ્યો હતા.વડોદરાનાં ડેપ્યુટી મેયર નંદાબેન જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે દર વર્ષે ભગવાન વિઠ્ઠલનાથજી દેવ પોઢી એકાદશી ના દિવસે માંડવી રોડ મંદિર ખાતે થી રથ માં બિરાજમાન થાય છે અને નગરયાત્રા એ નીકળે છે. ગત વર્ષે પણ કોરોના મહામારી દરમિયાન નગરયાત્રા યોજાઈ ના હતી તેવીજ રીતે આજે પણ ભગવાનની રથયાત્રા મંદિર પરિસર ફરી હતી