Columns

સૃિષ્ટના રચયિતા શ્રી બ્રહ્માજી

હિન્દુશાસ્ત્રમાં ભાગવત્ પુરાણમાં બ્રહ્માજીની ઉત્પત્તિ વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.ગૌલોક વંૃદાવનવાસી ભગવાન શ્રીકૃષ્ણ પોતાનો વિસ્તાર મહાવિષ્ણુના શ્વાસ થકી અનેકો બહ્માંડ ઉદભવિત થયા. મહાવિષ્ણુના વિસ્તારથી ગર્ભોદકશાયી વિષ્ણુ જ ક્ષીરસાગરમાં નિવાસ કરે છે. નાભિકમળમાંથી શ્રી બહ્માજીની ઉત્પત્તિ થઇ હતી. બ્રહ્માજી જયારે નાિભકમળમાં સ્થાપિત હતા ત્યારે પોતે પોતાના ઉદભવ સ્થાન શોધવા માટે નાિભકમળમાં ઉપરનીચે તથા ચારા ેતરફ જોઇ  રહ્યા હતા. આથી તેમના ચતુર્મુખ પ્રાપ્ત થવાથી તે ચતુર્મુખી બ્રહ્મદેવ પણ કહેવાય છે. નિગુર્ણ-નિરાકાર,સર્વગુણસંપન્ન, સર્વવ્યાપી ચેતનશકિત એટલે બહ્મ. બ્રહ્માજી સર્વગુણ સંપન્ન હોવાથી તેમને બ્રહ્મદેવ પણ કહેવાય છે. નાભિકમળ ઉદ્દભવ સ્થાન હોવાથી તેમને હિરણ્ય ગર્ભ પણ કહેવાય છે. બ્રહ્માજી હંસ પર સવાર થવાથી તેમને હંસ તરીકે પણ ઓળખાય છે.

બ્રહ્માજીને આદિપિતા પણ કહેવામાં આવે છે કારણ કે માનવસૃિષ્ટની રચના તેમના થકી કરવામાં આવી હતી. એવું િહન્દુશાસ્ત્રમાં વર્ણન કરવામાં આવેલ છે. બ્રહ્માજીના ચાર મુખો ચાર વેદોનું પ્રતિબિંબ છે. ચતુર્મુખ ચાર દિશાઓનું નિર્દેશન પણ કરે છે. વ્યાસપુરાણમાંં પંચમુખી બ્રહ્માજીનાે ઉલ્લેખ કરવામાં આવે છે. બ્રહ્મદેવ દ્વારા અસત્ય આચરણ થવાથી રૂદ્રદેવ ભગવાન શંકર થકી પંચમ મુખ કાપી નાખવામાં આવ્યું હતું.

 શ્રીમદ્ ભાગવત્ પુરાણ પ્રમાણે
બ્રહ્માજીનું આયુષ્ય કુલ 7,20,00,000 ચતુર્યુગ
બ્રહ્માજીનો 1 દિવસ :
4 અરબ, 32 કરોડ સૌર વર્ષ
બ્રહ્માજી 1 રાત્રિ –
4 અરબ 32 કરોડ સૌર વર્ષ

{નોંધ:- બ્રહ્માજીના એક જ દિવસમાં 14 ઇન્દ્રોના શાસનનો અંત આવ્યો. એક ઈન્દ્રનું શાસન 72 ચતુરયુગ છે. તેથી, વાસ્તવમાં, બ્રહ્માજીનો એક દિવસ 72 × 14 = 1008 ચતુરયુગ છે, અને તે જ રાત્રિનો સમયગાળો છે પરંતુ સરળતા ખાતર તેને એક હજાર ચતુર્યુગ તરીકે જ ગણવામાં આવે છે.} પુરાણ શાસ્ત્રોમાં બ્રહ્માજીના પુત્રોને બ્રહ્મઆત્મા કહેવામાં આવે છે.  બ્રહ્માજીને સર્વ પ્રથમ, સનક, સનન્દન, સનાતન, સનતકુમાર એવા ચાર પુત્રો થયા. આ ચાર પુત્રો વીતરાગી હોવાથી બ્રહ્મચર્યનું પાલન કરી બ્રહ્મ તત્ત્વને જાણવામાં મસ્ત રહેતા હતા. તેઓને સૃષ્ટિની રચનામાં આ ચાર પુત્રોની મદદ ન મળવાથી તેઓ અત્યંત ક્રોધિત થયા . આ ક્રોધ થકી બ્રહ્માજીના મસ્તકમાંથી પ્રચંડ જલતી જયોત ઉત્પન્ન થઇ જેના થકી અર્ધનારીશ્વર રુદ્ર ઉત્પન્ન થયા હતા.

ત્યાર પછી બ્રહ્માજીના શરીરના જુદા જુદા અંગો થકી જુદા જુદા પુત્રોની ઉત્પત્તિ થઇ હતી. 1. મનથી…. મારિચ, નેત્રથી…. અિત્ર,3 મુખથી… અગસ્ટ, 4. કાનથી…. પુલસ્ત્ય, 5. નાભિથી… પુલહ,5. હાથથી… કુતુ 6. અંગૂઠાથી… દક્ષ 7.છાયાથી…. કંદર્ભ 8. પ્રાણથી…..વશિષ્ઠ, નારદજી, 9.ઇચ્છાથી…સનક, સનન્દન, સનાતન,  સનતકુમાર, 10.શરીરથી…. સ્વંયભૂ મનુમહારાજ તથા શતરૂપા 11. ધ્યાનથી ચિત્રગુપ્ત. પાંચ મુખ્ય પત્નીઓ પણ માનવામાં આવે છે. 1. સાવિત્રી 2. ગાયત્રી 3. શ્રદ્ધા 4.મેઘા 5. સરસ્વતી.

ભગવાન બ્રહ્મા દ્વારા બનાવેલ પ્રથમ માણસનું નામ મનુ હતું જે ભગવાન બ્રહ્માની પ્રથમ રચનાની સૂચિમાં આવે છે. હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર, મનુને ભગવાન બ્રહ્માના સૌથી મોટા પુત્ર તરીકે દર્શાવવામાં આવ્યા છે. બ્રહ્મવૈવર્ત પુરાણ તથા િવષ્ણુપુરાણ પ્રમાણે બ્રહ્માજી સાત અવતારોનું વર્ણન છે તથા રામાયણમાં જામવંતજીને બ્રહ્માજીના અવતાર માનવામાં આવે છે. 1. મહર્ષિ વાલ્મિકી 2. મહર્ષિ કશ્યપ 3. મહર્ષિ બઘેલ 4. ચંદ્રદેવ 5. બૃહસ્પતિ 6. કાલિદાસ, 7. જામવંત.

ભગવાન શંકરના શ્રાપને કારણે બ્રહ્માજીની પૂજા તથા મંદિર બહુ જ જવલ્લે થાય છે. ભગવાન િવષ્ણુ તથા બ્રહ્માજી વચ્ચે પોતાને સર્વશ્રેષ્ઠ સ્થાપિત કરવાની હરીફાઇ ચાલી રહી હતી. આથી શંકર ભગવાને આ વિવાદના અંત માટે એક પ્રકાશ સ્તંભની રચના કરી બંનેને આ સ્તંભના અંત વિશે જાણવા કહ્યું. જે આ સ્તંભના અંતની જાણકારી લાવશે તેને સર્વશ્રેષ્ઠ માનવામાં આવશે. બ્રહ્માજી પ્રકાશિત સ્તંભના ઉપરના ભાગે ચઢી ગયા જયારે વિષ્ણુ પ્રકાશિત સ્તંભના નીચેના ભાગે ચઢી ગયા. બન્ને આ પ્રકાશિત સ્તંભના અંંત વિશે હજારો વર્ષની મહેનત કરવા છતાં જાણકારી મેળવવા અસફળ રહ્યા. ત્યાર પછી વિષ્ણુજીએ શંકર ભગવાનની માફી  માગી લીધી પરંતુ બ્રહ્માજીએ અસત્યનું ઉચ્ચારણ કરવાથી શંકર ભગવાને બ્રહ્માજીને શ્રાપ આપ્યો કે તમે પૂજા માટે અયોગ્ય રહેશો તમારા મંિદરો પણ બનશે નહીં. ભારતમાં પુષ્કર (રાજસ્થાન) ક્ષેત્રમાં બહ્માજીનું એકમાત્ર મંદિર છે જેેે જગતપિતા બ્રહ્માજીના મંદિર તરીકે ઓળખાય છે.

-વ્યોમા સેલર

Most Popular

To Top