Charchapatra

મહિલાઓનું રક્ષણ કરતી સ્ક્વોડ અનુકરણીય

આજકાલ મહિલાઓની છેડતીના કિસ્સાઓ વધી રહ્યા છે. તાજેતરના એક અખબારી અહેવાલ અનુસાર દિલ્હીમાં રસ્તે રખડતા ‘રોમિયો’ને પકડવા માટે ઉત્તરપ્રદેશની ‘એન્ટી રોમિયો સ્ક્વોડ’ની જેમ દિલ્હીમાં ‘ઇવટીઝીંગ સ્ક્વોડ’ બનાવવામાં આવશે. આ સ્ક્વોડનું નામ ‘શિષ્ટાચાર સ્ક્વોડ’ હશે. દિલ્હીના દરેક જિલ્લાઓમાં બે સ્ક્વોડ બનાવવામાં આવશે. આ સ્ક્વોડમાં એક એસી.પી ઉપરાંત એક ઇન્સ્પેકટર, એક સબ ઇન્સપેકટર 8 કોન્સ્ટેબલ અને 1 હેડકોન્સ્ટેબલ હશે. દરેક સ્ક્વોડમાં 4 મહિલા પોલીસ પણ હશે.

દરેક સ્ક્વોડને જીપ અને મોટર સાઇકલ પણ આપવામાં આવશે. દિલ્હીના કેટલાંક વિસ્તારોમાં છેડતીના બનાવો વધી ગયા છે એવા વિસ્તારોમાં આ સ્ક્વોડના પોલીસો સતત ફરતા રહેશે. મહિલાઓની છેડતીના બનાવો અટકાવવા અર્થે અને મહિલાઓના રક્ષણ અર્થે જે પગલાંઓ લવાયા છે, તે સ્તુત્ય અને આવકારકદાયક છે. દેશના અન્ય રાજ્યોમાં પણ મહિલાઓના રક્ષણ અર્થે આવી સ્ક્વોડ ઊભી કરી યોગ્ય ઘટતા પગલાંઓ લેવા જોઈએ.
પાલનપુર          – મહેશ વી.વ્યાસ   – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ડાયમંડ સિટીમાં દારૂની છૂટ મળવી જોઈએ?
25 માર્ચનાં ગુજરાતમિત્રમાં ‘ગાંધી’ નગર ગિફ્ટ સિટીમાં 1 વર્ષમાં 23,709 લીટર ‘દારૂ’ પીવાયો- ખબર છપાઈ છે. ભવિષ્યમાં સુરતનાં ડાયમંડ બુર્સમાં પણ છુટ મળે તે માટે વિચારવા જેવું છે. હાલ ડાયમંડ બુર્સમાં 400થી ઉપર ઓફિસોનું વર્ક ચાલુ થઇ ગયું છે. હાલ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પેસેન્જરોની ઘણી અવરજવર જોવા મળી રહી છે. તમામ ફ્લાઈટ ફુલ જઇ રહી છે. ત્યારે અધિકારીઓ હવે એરપોર્ટમાં લીકર શોપ ચાલુ થાય તે માટે વિચારવું.

ગુજરાતના અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટને લીકર શોપ મળી છે. તો સુરત એરપોર્ટને કેમ નહીં? સુરત પણ વેપારની દૃષ્ટિએ દરેક બિઝનેસમાં પ્રગતિ કરતુ રહ્યું છે. સુરત એરપોર્ટ પરથી હાલ દુબઇ, શારજાહ, બેંગકોકની ફ્લાઈટ ચાલુ છે. પણ ત્યારબાદ હવે સિંગાપોર, મલેશિયા, લંડનની ફલાઈટ પણ ચાલુ થવી જોઈએ. અગાઉ ગુજરાતમિત્રમાં ખબર છપાયા હતા. ડાયમંડ સિટીમાં પણ વહેલી તકે વેપારીઓ માટે દારૂની છૂટ, લીકરશોપ ચાલુ થાય તો બિઝનેસ પણ બહારથી આવતા વેપારીઓ માટે લાભદાયી છે. સમય બદલાયો છે સાથે આ વિચારવા જેવું છે.
સુરત     – ચેતન અમીન   – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top